તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If Joint Pain Starts As Soon As Winter Comes, Take 15 Minutes Of Ice Therapy Every Day, Light Exercise Will Reduce The Pain.

ઠંડીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો:શિયાળો આવતાં જ સાંધામાં દુખાવો થવા લાગે તો દરરોજ 15 મિનિટની બરફની થેરપી લો, હળવી કસરત દુખાવો ઓછો કરશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. આ સિઝનમાં તમારા ફેમિલીમાં કોઈ એકાદ સભ્ય પાસેથી તો સાંધાના દુખાવાની ફરિયાદ સાંભળી જ હશે. અત્યાર સુધી આ તકલીફ ઉંમરલાયક લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનોમાં પણ હવે આ તકલીફ સામાન્ય થઇ ગઈ છે.

રાયપુરમાં ડાયટિશિયન ડૉક્ટર નિધિ પાંડેએ જણાવ્યું કે, સાંધાનો દુખાવો વધારે પણ હોઈ શકે છે અને ઓછું પણ. તેના અનેક કારણો હોઈ શકે છે. સાંધાના દુખાવાને અમે અર્થાલ્જીયા કહીએ છીએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, સાંધાનો દુખાવો અને સંધિવા એ બંને અલગ-અલગ બીમારીઓ છે. તેના ઘણા લક્ષણો હોય છે, પરંતુ બંનેમાં એક અંતર હોય છે કે સાંધાના દુખાવામાં સોજા હોતા નથી અને જે દુખાવો સોજા સાથે થાય છે તે સંધિવાની નિશાની છે.

પહેલાંની ઈજા મોટું કારણ બની શકે છે
એક્સપર્ટના મત અનુસાર, સાંધાના દુખાવાનું મુખ્ય કારણ પહેલાંની કોઈ ઈજા કે પછી ફ્રેક્ચર હોઈ શકે છે. એટમ શરીરના ઘણા ભાગમાં દુખાવો રહે છે. આમ થવાનાં ઘણાં કારણો પણ છે.

કેવી રીતે સારવાર કરવી?
એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો આપણે ઈચ્છીએ તો ઘરે રહીને અને ડોક્ટરની સલાહથી સાંધાના દુખાવાની સારવાર કરી શકીએ. આ માટે આપણે આપણી લાઇફસ્ટાઇલ મેન્ટેઇન કરવી પડશે.

આહારમાં આ બાબતોનું ધ્યાન રાખો
સાંધાનો દુખાવો દવા અને ડોક્ટરની સલાહ દ્વારા તો નિયંત્રિત કરી શકાય છે. પરંતુ આ સમય દરમિયાન આપણે વધુ સારો આહાર અપનાવવો જોઈએ, જે ફાયદાકારક સાબિત થાય. આ રીતે આપણે શું ખાવું, શું ન ખાવું? નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સાંધાના દુખાવામાં શું ખાવું તેનું વિશેષ ધ્યાન રાખો
સાંધાના દુખાવામાં આપણે કેટલાક ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઇએ. તેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આહારમાં કુદરતી ગુંદરનું પણ સેવન કરવું જોઈએ અને મેથીનો પાવડર પણ પાણીમાં મિક્સ કરીને તે પીવો જોઇએ.