તમને ખ્યાલ છે કે, 5.72 કરોડ ભારતીયોને સીરિયસ ફંગલ ડિસીઝ છે. દિલ્હી એઈમ્સ, પશ્ચિમ બંગાળનાં કલ્યાણી એઈમ્સ અને ચંદીગઢનાં PGIMERની સાથે બ્રિટનનાં માન્ચેસ્ટર યૂનિવર્સિટીનાં સંશોધકોએ તેના પર અભ્યાસ કર્યો છે. સંશોધકોએ કહ્યું છે કે, ભારતમાં દર વર્ષે ટીબીથી પીડિત થનારા લોકોની સાપેક્ષે 10 ગણી વધુ વસ્તી ફંગલ ઈન્ફેક્શનની શિકાર બને છે.
આજનાં કામના સમાચારમાં વાત આ ફંગલ ઈન્ફેક્શનની કરીશું અને સમજીશું કે, આખરે તે શું છે? કેવી રીતે આ ઈન્ફેક્શન આપણી સ્કિનની સાથે લંગ્સ, મગજ, આંખ અને યૂટ્રસને નુકશાન પહોંચાડે છે.
આજનાં અમારા એક્સપર્ટ છે...
ડૉ. શિના કપૂર, MD ડર્મેટોલોજિસ્ટ, કોકિલાબેન હોસ્પિટલ, ઈન્દોર
ડૉ. રિતુ સેઠી, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સટેટ્રિશિયન, ક્લાઉડ નાઈન હોસ્પિટલ, ગુડગાંવ
ડૉ. સુધીર કુમાર, ન્યૂરોલોજિસ્ટ, અપોલો હોસ્પિટલ, હૈદરાબાદ
પ્રશ્ન- શું છે ફંગલ ડિસીઝ?
જવાબ- ફંગસ એક માઈક્રોઓર્ગેનિઝમ છે કે, જે મશરુમ અને યીસ્ટ રુપે આપણી આસપાસ હાજર છે. જે પ્રકારે આજુબાજુનાં બેક્ટેરિયા અને વાઈરસથી અમુક પ્રકારની બીમારીઓ થાય છે, તે રીતે ફંગસ પણ અમુક પ્રકારની બીમારીઓનાં કારણે થાય છે. આ બીમારીઓને ફંગલ ડિસીઝ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન- કોમન ફંગલ ઈન્ફેક્શન કયા-કયા છે?
જવાબ- આ 4 ફંગલ ઈન્ફેક્શન કોમન છે
ટીનિયા કોર્પોરેસ - તેને ‘રીંગવર્મ’ કહેવામાં આવે છે. તેમાં શરીર પર ગોળાકાર કૂંડાળા થઈ જાય છે, જેમાં અસહ્ય ખંજવાળ આવે છે. જો તેની સમયસર ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો તે વધુ પડતું ફેલાઈ શકે છે.
ટીનિયા પેડિસ- તેને ‘એથ્લીટ ફૂટ’ પણ કહે છે. તેમાં પગની આંગળીઓ પર વધુ પડતો પ્રભાવ પડે છે. આ સમસ્યાથી પુરુષ વધુ પડતા પરેશાન છે.
ટીનિયા ક્રૂરિસ- આ ઇન્ફેક્શનને ‘જોક ઇચ’ કહેવામાં આવે છે. આ સમસ્યા પુરુષોમાં પણ વધુ જોવા મળે છે. તે શરીરનાં એ ભાગોમાં ફેલાય છે કે, જ્યાં પરસેવો વધારે થાય છે એટલે આ ઇન્ફેક્શન જાંઘ સિવાય પ્રાઇવેટ પાર્ટ, હિપ્સ અને બગલના ભાગમાં પણ થાય છે.
ટિનિયા અનગ્યુઅમ- તેને ‘ઓન્કોમાયકોસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નખની ટોચથી શરૂ થાય છે. શરૂઆતમાં સફેદ કે પીળા રંગનાં ડાઘ દેખાય છે. જેમ-જેમ ચેપ આગળ વધે છે તેમ-તેમ નખનો રંગ બગડવા લાગે છે. નખ ઘટ્ટ થાય છે અને ધારથી ક્ષીણ થવા અથવા તોડવાનું શરૂ કરે છે. આ સમસ્યા પગના નખમાં વધુ જોવા મળે છે.
પ્રશ્ન- શરદીની ઋતુમાં ફંગલ ઈન્ફેક્શન અને સ્કિન ડિસીઝની સમસ્યા કેમ વધી જાય છે?
જવાબ- ફંગલ ઈન્ફેક્શન શરદી અને ગરમી બે જ ઋતુમાં હોય છે. ઋતુ ગમે તે હોય પણ ફંગસને ફેલાવવા માટે હ્યુમિડ એટલે કે ભીનાશની જરુર પડે છે. પ્રદૂષણ પણ આ સમસ્યા ફેલાવવા પાછળનું એક જવાબદાર કારણ છે.
પ્રશ્ન- તેનાથી કયા-કયા ઓર્ગન પર અસર પડે છે અને તેના લક્ષણો શું હોય છે?
જવાબ- અહીં 5 ઓર્ગન વિશે વાત કરવામાં આવી છે, તેના પર ફંગલ ઈન્ફેક્શનની વધુ અસર હોય છે.
1 સ્કિન- સ્કિનમાં થતું ફંગલ ઈન્ફેક્શન મોટાભાગે સુપરફિશિયલ હોય છે એટલે કે તે ત્વચાનાં ઉપરનાં ભાગ પર હોય છે. હાથ, આંગળીઓ, નખ અને પગમાં પણ તે ઈન્ફેક્શન થઈ શકે છે.
લક્ષણો- ખંજવાળ પછી ત્વચા પર ફંગલ જમા થઈ જાય છે. ધીમે-ધીમે તે આખા શરીર અને સ્કેલ્પમાં ફેલાઈ શકે છે
2 વાળ- વાળમાં થનારુ કોમન ફંગલ ઈન્ફેક્શન ટીનિયા કેપિટસ છે. તેનાથી સ્કેલ્પ પર પણ અસર પડી શકે છે. તે બાળકોમાં એકદમ સામાન્ય છે કારણ કે, બાળકો સ્વચ્છતા જાળવવામાં સક્ષમ નથી. જ્યારે તેઓ રમવા માટે બહાર જાય છે, ત્યારે તે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે તેમાં હાજર ફૂગ તેમના પર અસર કરે છે.
લક્ષણો- ખોપરી ઉપરની ચામડી પર સફેદ સ્તર એકત્રિત થાય છે. તેનાથી બોલ્ડ પેચ બની જાય છે. વાળ ખરવા લાગે છે.
3 નર્વસ સિસ્ટમ- નાક, કાન અને સાઇનસનાં ફંગસ ઇન્ફેક્શનને કારણે ફેલાતો હોય છે અને નર્વસ સિસ્ટમ સુધી પહોંચી શકે છે. ફંગસ નાક અને મગજ વચ્ચેનાં હાડકાને ફંગસ લાગતા તે બગડી જાય છે અને મગજને અસર કરે છે જેમ કે, કોવિડનાં સમયમાં બ્લેક ફંગસ નાકની મદદથી મગજ સુધી પહોંચી રહી હતી.
લક્ષણો- નર્વસ સિસ્ટમમાં ફંગલ ઇન્ફેક્શન થવાથી મગજમાં તાવ કે મેનિન્જાઇટિસ થાય છે. તેને તાવ, માથાનો દુખાવો અને ઉલટી થાય છે.
4 આંખ- ફંગસ ક્યારેક ચહેરા પર ખીલમાં ખીલે છે. અહીંથી ફંગલ ઇન્ફેક્શન આંખોમાં ફેલાઈ શકે છે. જો આંખમાં કોઈ ઈજા થાય તો ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. કેટલાક છોડ એવા પણ છે જે ફૂગના વાહક છે. જો તે હવા સાથે આંખમાં જાય તો ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે.
લક્ષણો- ફંગલ ઇન્ફેક્શનને કારણે આંખો લાલ થઈ જાય છે અને દુખાવો થવા લાગે છે. હંમેશા આંખમાંથી પાણી આવવાની સમસ્યા રહે છે અને આંખ વધારે પ્રકાશ સહન કરી શકતી નથી.
5 લંગ્સ- ઘણી વખત ફંગસ શરીરનાં બીજા ભાગમાંથી ફેફસા સુધી પહોંચી જાય છે. ઘણી વખત ફંગસનાં બીજકણ શ્વાસ લેતી વખતે ફેફસા સુધી પહોંચી જાય છે. તેનાથી ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. આનાથી ક્ષયની બીમારી અને ન્યુમોનિયા થઈ શકે છે.
લક્ષણો- ફેફસામાં ફંગલ ઇન્ફેક્શનને કારણે તાવ, છાતીમાં દુખાવો, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ક્યારેક ઊધરસ સાથે લોહી પણ આવી શકે છે.
પ્રશ્ન- શું ફંગલ ઇન્ફેક્શનને કારણે વાળ ખરવા લાગે છે?
જવાબ- હા, ચોક્કસ. ફંગલ ઇન્ફેક્શનને કારણે વાળમાં પેચ બની જાય છે. જ્યાં પેચ રચાય છે ત્યાંથી વાળ ખરવાની શરૂઆત થાય છે. જેને બોલ્ડ એટલે કે ગંજાપણાનું પેચ કહેવામાં આવે છે.
પ્રશ્ન- મહિલાઓમાં વજાઈનલ ફંગલ ઈન્ફેક્શન કેમ ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?
જવાબ- વજાઈનલ ફંગલ ઈન્ફેક્શન ફેલાવવા પાછળનું મુખ્ય કારણ છે...
તેનાથી બચવા માટે આ ટિપ્સ અજમાવો
વજાઈનલ ઈન્ફેક્શનનાં કારણે સ્થિતિ વધુ બગડી શકે
પ્રશ્ન- શું ફંગલ ઈન્ફેક્શનનો ડાયગ્નોસિસ મુશ્કેલ છે?
જવાબ- ના, ડાયગ્નોસિસ મુશ્કેલ નથી. દર્દી ફંગલ ઈન્ફેક્શનને ઈગ્નોર કરે છે, જેના કારણે તેઓ વહેલાસર ડાયગ્નોસીસ કરી શકતા નથી. રિંગવોર્મ ખંજવાળ જેવા ત્વચાને લગતા ફંગલ ઇન્ફેક્શનને પણ દર્દીઓ અવગણે છે. તેઓ જાતે જ દવા ખરીદે છે અથવા ઘરેલું ઉપચાર કરવાનું શરૂ કરે છે. સમસ્યા વધે ત્યારે જ ડોક્ટર પાસે જાય છે. યાદ રાખો કે આ તમારા પરિવારના સભ્યોમાં પણ આ સમસ્યા ફેલાઈ શકે છે.
પ્રશ્ન- એવું કેમ થાય છે કે, એકવાર ફંગલ ઇન્ફેક્શન થયા પછી તે વારંવાર થાય છે?
જવાબ- આ એટલા માટે છે કારણ કે, મોટાભાગનાં દર્દીઓ સારવાર પૂર્ણ કરતા નથી અને ફોલોઅપ માટે જતા નથી. જો સારવારની શરૂઆતમાં તેમને રાહત મળે તો તેઓ સારવાર છોડી દે છે. આ કારણે ફંગસ શરીરમાંથી સંપૂર્ણ રીતે ખતમ નથી થતી ને પાછી આવી જાય છે.
તેની નકારાત્મક અસર એ પણ થાય છે કે, જ્યારે તમે સારવાર અધવચ્ચે છોડી દો છો ત્યારે શરીરમાં બાકી રહેલી ફૂગ દવાઓની જેમ ઈમ્યૂન બની જાય છે. આ પછી, તે દવાઓ ફૂગ પર અસર કરતી નથી. ફંગલ ઇન્ફેક્શનની સારવાર 3થી 9 મહિના સુધી ચાલે છે. તેથી જ્યાં સુધી ડૉક્ટરે કહ્યું છે ત્યાં સુધી દવાઓ લેતા રહો. વચ્ચે ન છોડો. જેથી, તે ફરીને પાછી ન આવે.
પ્રશ્ન- આને કેવી રીતે ટાળી શકાય?
જવાબ- આ ટિપ્સ ફોલો કરવાથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઇ શકે છે...
પ્રશ્ન- શું તમામ પ્રકારના ફંગલ ડિસીઝ એકબીજામાં ફેલાઈ શકે છે?
જવાબ- મોટાભાગનાં ફંગલ ઇન્ફેક્શન ચેપી હોય છે જે એકબીજામાં ફેલાઇ શકે છે.
તમે સ્વચ્છતા રાખીને ફંગલ ઇન્ફેક્શનથી બચી શકો છો
પ્રશ્ન- શું તે જીવલેણ હોઈ શકે?
જવાબ- ધ્યાન ન આપવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાય છે, જે જીવલેણ પણ બની શકે છે. તે અન્ય ચેપ કરતાં વધુ જોખમી છે કારણ કે, તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. નિષ્ણાતો મગજની ફૂગને કેન્સર સાથે સરખાવે છે. જો ફંગસ વધારે ફેલાઈ જાય તો દવાઓ પણ તેને કંટ્રોલ કરી શકતી નથી.
આ લોકો માટે વધુ ખતરો છે...
ફંગલ ઇન્ફેક્શનથી થતાં કેટલાક જીવલેણ રોગો વિશે નીચે આપેલા ગ્રાફિક પરથી જાણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.