• Gujarati News
  • Utility
  • If Home Loan Is Not Available Then Take Joint Home Loan, Income Tax Exemption And Women Co applicant Will Get Low Interest Loan.

ટિપ્સ:હોમ લોન ન મળી રહી હોય તો જોઇન્ટ હોમ લોન લો, ઇન્કમ ટેક્સમાં છૂટ અને મહિલા કો-એપ્લિકન્ટને ઓછા વ્યાજે લોન મળી જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણી વાર એવું જોવા મળે છે કે તમે હોમ લોન માટે અરજી કરો છો. પરંતુ તમારી પ્રોફાઇલ ન હોવાને કારણે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે. આવા કિસ્સામાં, જોઇન્ટ હોમ લોન તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. જોઇન્ટ હોમ લોન માટે અરજી કરવાથી તમારી લોન મંજૂર થવાની શક્યતા વધી જાય છે. આનું કારણ એ છે કે જોઇન્ટ લોનમાં લોન ચૂકવવાની જવાબદારી બે કે તેથી વધુ લોકો પર હોય છે, જે લોન ડૂબવાનું જોખમ ઘટાડે છે. અહીં તમને જોઇન્ટ હોમ લોન સંબંધિત ખાસ બાબતો જણાવવામાં આવી છે.

સરળતાથી લોન મેળવો
ઘણીવાર ઓછી આવક, લોન અને આવકનો ગુણોત્તર (સાચી ફિક્સ ઓબ્લિગેશન ટુ ઇન્કમ રેશિયો) અથવા યોગ્ય ક્રેડિટ સ્કોર ન હોવાને કારણે તમારે લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કોઈ બીજી વ્યક્તિને અરજદાર તરીકે પોતાની સાથે જોડવાથી લોન લેવાની પાત્રતા વધે છે.
જ્યારે તમે એવી વ્યક્તિ સાથે મળીને જોઇન્ટ હોમ લોન લો જેની પાસે ક્રેડિટ સ્કોર મજબૂત છે અને તેની ચૂકવણી કરવાની સારી ક્ષમતા છે તો લોન લેવી સરળ બને છે. આ સિવાય, તમે જોઈન્ટ હોમ લોન લઈને વધુ રકમની લોન મેળવી શકો છો કારણ કે, બંને અરજદારોની આવકને ધ્યાનમાં રાખીને બેંક લોન આપશે.

ઇન્કમ ટેક્સમાં વધુ છૂટ મળશે
મોટાભાગના ઘર ખરીદદારોને હોમ લોન પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C અને 24b હેઠળ હેઠળ દર વર્ષે 2 લાખ રૂપિયાની કપાત તરીકે વ્યાજ લઈ શકે છે, જ્યારે સેક્શન 80Cમાં એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. બંને લોન લેનારા વ્યક્તિઓ જોઇન્ટ હોમ લોન માટે અરજી કરીને વિવિધ ઇન્કમ ટેક્સ બેનિફિટ લઈ શકશે. જો કે, તે બંને એપ્લિકન્ટ હોવાની સાથે માલિક પણ હોય તો પણ તેઓ ટેક્સ બેનિફિટ અલગથી લઈ શકશે.

મહિલા કો-એપ્લિકન્ટને ઓછા વ્યાજે લોન મળે છે
ઘણા લોન આપનારા મહિલા કો-એપ્લિકન્ટને હોમ લોન માટે અલગ વ્યાજ દર આપે છે. આ દર સામાન્ય રીતે નોર્મલ રેટ કરતાં લગભગ 0.05 ટકા (5 બેસિસ પોઇન્ટ) ઓછા હોય છે. આ છૂટનો લાભ લેવા માટે મહિલા પાસે કોઈ પ્રોપર્ટીની પોતાની અથવા જોઇન્ટ રીતે માલિકી હોવી આવશ્યક છે. મોટાભાગની બેંકો કોઈ મહિલાને કો-એપ્લિકન્ટ તરીકે ત્યારે જ માને છે જો તે કોઈ પ્રોપર્ટીની ઓનર અથવા જોઇન્ટ ઓનર હોય.

જોઇન્ટ લોન કોણ લઈ શકે?
જો પરિવારમાં બે લોકો કમાનાર હોય અને જે પ્રોપર્ટી તમે ખરીદી હોય તેમાં ભાઈ-બહેનને છોડીને પરિવારના અન્ય સભ્યો જેમ કે, માતા-પુત્ર, માતા-પુત્રી, પિતા-પુત્ર, પિતા-પુત્રી અથવા પત્ની-પતિનું નામ છે તો બેંક તમને જોઇન્ટ અકાઉન્ટ ખોલાવવા માટે કહી શકે છે. મોટાભાગની બેંકો ભાઈ-બહેન સાથે જોઇન્ટ હોમ લોન આપતી નથી, જ્યારે માતા-પિતા, જીવનસાથી સાથે જોઇન્ટ હોમ લોન સરળતાથી મળી રહે છે.

આ બેંકો ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા6.65
ICICI6.70
HDFC બેંક6.70
એક્સિસ6.75
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઇન્ડિયા6.85
SBI6.90