PFના દાયરમાં આવતા કર્મચારી માટે આ કામના સમાચાર છે. કેટલાક લોકોના PF સ્ટેટમેન્ટમાં નામ અથવા જન્મ તારીખ આધારમાં આપવામાં આવેલી જાણકારીથી મેચ નથી ખાતી. આવી સ્થિતિમાં તેમને PF ખાતામાંથી ફંડ કાઢવામાં સમસ્યા થાય છે. ઘણા સભ્યોની જન્મ તારીખ ખોટી નોંધવામાં આવી છે. ઘણા ખાતામાં પિતાનું નામ નથી લખ્યું. આવી તમામ ભૂલોને કેવી રીતે સુધારવી જાણો...
EPFO ઓનલાઈન સુવિધા
પહેલા ફેરફાર કરવા માટે કર્મચારી અને એમ્પ્લોયર બંનેને જોઈન્ટ રિક્વેસ્ટ આપવી પડતી હતી. હવે EPFOએ ઓનલાઈન રિક્વેસ્ટની સુવિધા શરૂ છે. કર્મચારીની રિક્વેસ્ટ મળ્યા બાદ સિસ્ટમ તેની તુલના આધાર ડેટા સાથે કરશે. વેરિફિકેશન બાદ આ રિક્વેસ્ટ નિયોક્તાના લોગઈન પર મોકલવામાં આવશે. ત્યારબાદ ફેરફારની પ્રોસેસ કરવામાં આવશે.
ઓનલાઈન સુધારવાની પ્રોસેસ
EPFOના યુનિફાઈડ પોર્ટલ પર જવું. UAN અને પાસવર્ડ નાખીને લોગઈન કરો.
હોમ પેજ પર મેનેજ મોડિફાઈ બેઝિક ડિટેઈલ્સ પર જવું. જો આધાર વેરિફાઈડ છે તો ડિટેઈલ્સ એડિટ નહીં થાય.
યોગ્ય ડિટેઈલ્સ ભરો (જે તમારા આધારમાં છે), ત્યારબાદ સિસ્ટમ તેને આધાર ડેટાની સાથે વેરિફાઈ કરશે.
ડિટેઈલ્સ ભર્યા બાદ અપડેટ ડિટેઈલ્સ પર ક્લિક કરો, જાણકારી એમ્પ્લોયરને અપ્રૂવલ માટે મોકલવામાં આવશે.
એમ્પ્લોયર પૂરી કરશે આ પ્રોસેસ
ઓફલાઈન કેવી રીતે સુધારવું?
જો કોઈ ઓફલાઈન પોતાની વિગતો સુધારવા માગે છે તો તેને તેનાથી સંબંધિત ફોર્મ ભરીને અને એમ્પ્લોયર દ્વારા ભરાવીને EPFO ઓફિસમાં મોકલવું પડશે. ત્યાં તેની ડિટેલ ચેક કરીને, તમારા ખાતામાં અપડેટ કરવામાં આવશે. આ નંબર પર 7738299899 SMS કરીને પણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. મેમ્બર્સ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 મિસ્ડ કોલ કરીને PF અકાઉન્ટમાં કેટલી અમાઉન્ટ છે, કેટલું બેલેન્સ છે, તે જાણકારી મેળવી શકે છે.
ખોટી જાણકારીના કારણે પૈસા નહીં ઉપાડી શકો
જો તમે EPFOમાં ખોટી બેંક જાણકારી ભરી દીધી છે તો તમે તમારા PFના પૈસા ઉપાડી શકશો નહીં. કેમ કે તમે જે ડિટેઈલ્સ EPFOમાં નોંધાવી છે તે જ અકાઉન્ટમાં તમારા પૈસા આવે છે. જો તમારી બેંક ડિટેઈલ્સ ખોટી હશે તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. EPFOની પાસે નોંધાયેલ બેંક ખાતું સાચું હોવું જોઈએ અને તે અકાઉન્ટ UAN સાથે લિંક્ડ હોવું જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.