સ્માર્ટ ટિપ્સ:ક્રેડિટ કાર્ડ ના મળતું હોય તો નાની જરૂરિયાતો માટે ‘બાય નાઉ, પે લેટર’નો ઉપયોગ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી ઈ-કોમર્સ કંપનીઓ અને એપ BNPLની સુવિધા આપી રહી છે

તહેવારની સીઝન શરૂ થઇ ગઈ છે. હવે ‘બાય નાઉ, પે લેટર’ (BNPL) ઑફર્સ શરૂ થશે. દેશમાં આ કોન્સેપ્ટ ઘણો ફેમસ બની રહ્યો છે. આ વ્યાજ-મુક્ત લોન હેઠળ તમે કોઈ પણ વસ્તુ ખરીદીને તેની કિંમત અમુક સમય પછી ચૂકવી શકો છો. આ ખર્ચ લોન કંપનીઓ અને બેંક ઊઠાવે છે અને વ્યાજ ચૂકવવા માટે અમુક દિવસોનો સમય પણ આપે છે.

ઘણી ઈ-કોમર્સ કંપનીઓ અને એપ BNPLની સુવિધા આપી રહી છે. વર્ષ 2020માં ભારતનું બાય નાઉ, પે લેટરનું માર્કેટ આશરે 44,500 કરોડ રૂપિયાનું હતું અને 2028 સુધી આ માર્કેટ 3,86,870 કરોડ સુધી પહોંચાડવાનું અનુમાન છે. બેંકબાઝારના CEO આદિલ શેટ્ટીએ જણાવ્યું કે, આ ‘બાય નાઉ, પે લેટર’ શું છે? અને તેનો લાભ કેવી રીતે લઇ શકાય?

ક્રેડિટ કાર્ડથી અલગ કેવી રીતે છે?
તમે ક્રેડિટ કાર્ડ ગમે ત્યાં, ગમે ત્યારે વાપરી શકો છો. BNPL માત્ર પાર્ટનર મર્ચન્ટ પાસે ખર્ચી શકાય છે. બંને ક્રેડિટ કાર્ડની ટાઈમલાઈનમાં વ્યાજ લેતા નથી. ક્રેડિટ કાર્ડ પર વ્યાજ અને અન્ય ફી હોય છે. BNPLમાં લેટ પેમેન્ટ પેનલ્ટી લાગે છે, પરંતુ લોનનો ખર્ચ ગ્રાહકોને બદલે મર્ચન્ટ પાસેથી વસૂલવામાં આવે છે.

પર્સનલ લોન કેવી રીતે અલગ છે?
પર્સનલ લોન તમે 40 લાખ રૂપિયા સુધીની લઇ શકો છો, જ્યારે BNPL એક સ્મોલ ક્રેડિટ છે. પર્સનલ લોન તમારા બેંક અકાઉન્ટમાં જમા થાય છે. બીજી બાજુ BNPLનું અકાઉન્ટ ક્રેડિટ કંપનીની સાથે હોય છે.આ ઉપરાંત પર્સનલ લોન ચૂકવવાનો સમય 5 વર્ષનો હોય છે, જ્યારે BNPLમાં મેક્સિમમ 6 મહિનાનો સમય મળે છે.

BNPL લોન પ્રોવાઈડરની સાથે ડિજિટલ KYC દ્વારા થોડી મિનિટોમાં રજિસ્ટ્રેશન કરો. આની કોઈ પ્રોસેસિંગ ફી કે જોઇનિંગ ફી નથી. અકાઉન્ટ ખોલ્યા પછી ખરીદી કરતી વખતે લોનનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે, આ રૂપિયા તમે BNPL ફર્મના પાર્ટનર મર્ચન્ટની સાથે ખરીદી કરી શકો છો.

કેટલી લોન મળે છે?
BNPL હેઠળ અમુક હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. સામાન્ય રીતે આની પર વ્યાજ મળતું નથી, પરંતુ આ લોન હપ્તામાં ચૂકવશો તો વ્યાજ આપવું પડશે. લોન ચૂકવવા માટે 14 દિવસથી લઈને 6 મહિનાનો સમય મળે છે. જો તમે પેમેન્ટ લેટ કર્યું હોય તો પેનલ્ટી પણ આપવી પડશે.

જે ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી, તેમના માટે BNPL એક સારો ઓપ્શન છે. રજિસ્ટ્રેશન સરળતાથી થઇ જાય છે. તેમાં ક્રેડિટ સ્કોર કે આવક સંબંધિત સર્ટિફિકેટ આપવામાં તકલીફ ઓછી થાય છે. કોરોનાકાળમાં ઘણા લોકો ખર્ચ ચલાવવા માટે BNPLનો ઉપયોગ કરી રહ્યા છે.