દેશ કોરોનાની સુનામીનો સામનો કરી રહ્યો છે. તમામ દાવાઓ છતાં, કેટલાય કોરોના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. આવી સ્થિતિમાં હજારો કોરોના દર્દીઓ પોતાના ઘરે ઓક્સિજન સિલિન્ડર વડે શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે.
ડૉક્ટરોના અનુસાર, કોરોના દર્દીઓની સ્થિતિ જો ઝડપથી બદલાઈ જાય તો તેમને હોસ્પિટલમાં જ ઓક્સિજન જેવી ક્રિટિકલ કેર આપવી જોઈએ, પરંતુ દેશની વર્તમાન સ્થિતિમાં જો ઘરે ઓક્સિજન લેવાની જરૂર પડે તો તેના પર ડૉક્ટરોએ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
આવી સ્થિતિમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર પાસેથી જાણો કે ઓક્સિજન આપવામાં શું શું સાવધાનીઓ જરૂરી છે...
Q. ઓક્સિજનની કેમ અને ક્યારે જરૂર પડે છે?
એક મિનિટમાં 24થી વધુ વખત શ્વાસ અને 94%થી ઓછો ઓક્સિજન સેચ્યુરેશન પર ઓક્સિજન જરૂરી છે.
મેદાંતા હોસ્પિટલમાં રેસ્પિરેટરી મેડિસિનના ડાયરેક્ટર ડૉ. બોરનાલી દત્તાના જણાવ્યા પ્રમાણે, કોઈપણ કોરોનાના દર્દીનો રેસ્પિરેટરી રેટ એટલે કે શ્વાસ લેવાનો દર એક મિનિટમાં 24 વખતથી વધુ હોવો અને પલ્સ ઓક્સિમીટરમાં તેનું એક્સિજન સેચ્યુરેશન 94% કરતા ઓછું હોય તો ઓક્સિજન આપવાની જરૂર પડે છે.
ઓક્સિજન આપતા પહેલા મેડિકલ તપાસ જરૂરી છે જેથી ઓક્સિજનની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી શકાય. આ અંગે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
Q. શું કોરોનાના દર્દીઓને ઘરે ઓક્સિજન આપવો જોઈએ?
સામાન્ય સ્થિતિમાં તો કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં જ તબીબી દેખરેખ હેઠળ ઓક્સિજન આપવો જોઈએ. મજબૂરીમાં જો ઘરે ઓક્સિજન આપવો પડે છે તો ડૉક્ટરની સલાહ પર ઓક્સિજનનો ફ્લો અને સમય નક્કી કરો.
ફર્સ્ટ ઓપિનિયનઃ 100% સેચ્યુરેશનના ચક્કરમાં ન પડો, સ્પેશ્યાલિસ્ટની સલાહ જરૂરથી લો
ગુડગાંવની પારસ હોસ્પિટલમાં રેસ્પિરેટરી મેડિસિનના હેડ ડૉ. અરુણેશ કુમારના જણાવ્યા પ્રમાણે, કોરોનાની બીજી લહેરમાં ફેફસાંના ઈન્ફેક્શનમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે મેડિકલ મદદ મળવી મુશ્કેલ થઈ જાય તો ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મદદરૂપ સાબિત થઈ શકે છે. ડૉ. અરુણેશની સલાહ છે કે, સામાન્ય ઓક્સિજન લેવલ 94%થી 99% હોય છે, પરંતુ કોવિડ દર્દીઓ માટે તે 88%થી 92%ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે શરીર બીમાર હોય તો 100% સેચ્યુરેશનનો પ્રયાસ ન કરવો જોઈએ તેનીથી રિસોર્સેઝ (ઓક્સિજન) જલ્દી પૂરો થઈ જશે. આ મશીનોનો ઉપયોગ કરતા પહેલા, નિષ્ણાતની સલાહ લેવી જ જોઇએ.
સેકન્ડ ઓપિનિયનઃ હોસ્પિટલની દેખરેખ હેઠળ ઓક્સિજન આપવું જોઈએ
મેદાંતા હોસ્પિટલમાં રેસ્પિરેટરી મેડિસિનના ડાયરેક્ટર ડૉ. બોરનાલી દત્તા કહે છે કે, ધ્યાન રાખવું પડશે કે ઓક્સિજન પણ એક દવા છે. એક પલ્મોનોલોજિસ્ટ તરીકે અમે લાંબા સમય સુધી ફેફસાંની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓ (જેમ કે COPDના દર્દી)ને ઘરે ઓક્સિજન લેવાની સલાહ આપીએ છીએ. આવા લોકો લાંબા સમયથી ઓક્સિજન લઈ રહ્યા હોય છે, પરંતુ કોરોનામાં પરિસ્થિતિ અલગ છે. કોરોનામાં સ્થિતિ ઝડપથી બદલાય છે. દર્દીની સ્થિતિ ઝડપથી ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે ઓક્સિજન આપવું જોઈએ નહીં. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે તો દર્દીની દેખરેખ માત્ર હોસ્પિટલમાં જ કરવામાં આવે. હા. કોરોનાના ઘણા દર્દીઓને સાજા થયા બાદ પણ ઓક્સિજનની જરૂર પડી શકે છે. મોટાભાગના કેસમાં બેથી ચાર સપ્તાહ સુધી ઘરે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ડૉક્ટર પાસેથી ઓક્સિજન આપવાની સંપૂર્ણ જાણકારી લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ.
Q. ઓક્સિજન ફ્લો શું હોય છે, તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે?
સિલિન્ડરમાં 99% સુધી શુદ્ધ મેડિકલ ઓક્સિજન હોય છે, આવી સ્થિતિમાં દર્દીની સ્થિતિના હિસાબથી નક્કી કરો કે તેમને દર મિનિટ કેટલા લીટર ઓક્સિજનની જરૂર છે. આ દરને ઓક્સિજનનો ફ્લો કહેવામાં આવે છે. તે મિનિટ દીઠ 1 લિટરથી લઈને 15 લિટર પ્રતિ મિનિટ સુધીની હોય છે. દર્દી માત્ર સિલિન્ડરમાંથી મળતો ઓક્સિજન જ નહીં પરંતુ આસપાસના વાતાવરણમાંથી પણ ઓક્સિજન લે છે. સિલિન્ડરમાં 99% શુદ્ધ ઓક્સિજન હોય છે અને વાતાવરણમાં લગભગ 21%. આવી સ્થિતિમાં ડૉક્ટર દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન ફ્લો નક્કી કરે છે. ઓક્સિજનનો ઓછો ફ્લો સિવાય વધારે ફ્લો પણ દર્દીને નુકસાન પહોંચાડી શકે છે. તેનો અર્થ એ થયો કે, વધુ કે ઓછો, ઓક્સિજન બંને રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે.
Q. ઘરે ઓક્સિજન આપતી વખતે શું ધ્યાન રાખવું?
ડૉ. અરુણેશ કુમારના જણાવ્યા પ્રમાણે, જેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે તેના પલ્સ રીડિંગ અને ઓક્સિજન રીડિંગ પર ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી એ જાણવામાં મદદ મળશે કે શરીર બીમારીની વિરુદ્ધ કેવી રીતે લડી રહ્યું છે.
જો કોઈ દર્દીને દર મિનિટ 1થી 2 લિટર ઓક્સિજનની જરૂર હોય છે તો તેને 3થી 4 લિટર કરી શકાય છે.
જો ઓક્સિજન સેચ્યુરેશન સતત ઓછું રહે છે તો દર્દીને ઘરે રાખવાની જગ્યાએ મેડિકલ દેખરેખ હેઠળ રાખવો જરૂરી છે.
Q. શું ઓક્સિજન સિલિન્ડરથી જોખમ હોઈ શકે છે? આવી સ્થિતિમાં કઈ સાવચેતી રાખવી જરૂરી છે?
Q. ઓક્સિજન લેતી વખતે અથવા આપતી વખતે હાઈજીન અને રિફિલિંગ વિશે મહત્ત્વપૂર્ણ ટિપ્સ?
Q. કાર્બનડાયોક્સાઇડ રીટેન્શન એટલે શું? ઘરે ઓક્સિજન આપવાથી તેનું જોખમ થઈ શકે છે?
આ સમસ્યા સામાન્ય રીતે લાંબા સમય સુધી ઓક્સિજન સપોર્ટ પર રહેવાથી થાય છે. આપણા ફેફસાં ફક્ત શરીર માટે ઓક્સિજન ઉપલબ્ધ કરે છે પરંતુ શરીરમાં ઉત્પન્ન થતો કાર્બનડાયોક્સાઇડ એટલે કે CO2ને પણ બહાર કાઢવાનું કામ કરે છે.
સતત અથવા વધારે પ્રમાણમાં શુદ્ધ ઓક્સિજન મળવાથી આપણા ફેફસાં ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કરે છે અને શરીરમાંથી CO2 બહાર કાઢી નથી શકતા. ટૂંક સમયમાં દર્દીના લોહીમાં CO2નું લેવલ વધવા લાગે છે. તેને કાર્બનડાયોક્સાઇડ રીટેન્શન અથવા હાઈપરકાર્બિયા કહેવામાં આવે છે.
આવી સ્થિતિમાં ઓક્સિજન પર હોવા છતાં દર્દી બેભાન થઈ જાય છે. તેની વિચારવાની ક્ષમતા કમજોર થવા લાગે છે, માથામાં દુખાવો અને બ્લડ પ્રેશર વધી જાય છે.
સૌથી ખાસ વાત એ છે કે, ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનનું લેવલ તો બતાવે છે પરંતુ કાર્બનડાયોક્સાઇડનું નહીં. ડૉક્ટરોના અનુસાર, આવી સ્થિતિમાં જોખમથી બચવા માટે કોરોના દર્દીઓને એક્સપર્ટની દેખરેખ હેઠળ ઓક્સિજન આપવો જોઈએ.
Q. એવા કયા લક્ષણો છે જે ઘરે ઓક્સિજન આપતી વખતે દેખાય તો તરત હોસ્પિટલ જવું જોઈએ?
Q.કોરોના સિવાય કયા કિસ્સામાં ઘરે ઓક્સિજન થેરેપી લેવાની જરૂર પડે છે?
કોરોનાની વર્તમાન સ્થિતિમાં હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે ઘરે ઓક્સિજન લેવા અથવા આપવા માટે લોકો મજબૂર છે. ડૉક્ટરો સામાન્ય સ્થિતિમાં આવું ન કરવાની સલાહ આપે છે. આ ખાસ પરિસ્થિતિને છોડીએ તો નીચે આપવામાં આવેલી બીમારીઓમાં સામાન્ય રીતે ડૉક્ટર ઘરે ઓક્સિજન આપવાની સલાહ આપે છે...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.