તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If Aadhar Card Is Lost, Apply For A New Card At Home, New Aadhar Card Will Come In 5 Days

સુવિધા:આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ઘેરબેઠાં જ નવાં કાર્ડ માટે અપ્લાય કરો, 5 દિવસમાં નવું આધાર કાર્ડ આવી જશે

દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધાર રિ-પ્રિન્ટ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે
  • દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ છે

આધાર કાર્ડ એ આપણા દેશમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. તે મોટાભાગે ઘણી જગ્યાએ ઓળખ કાર્ડ તરીકે માગવામાં આવે છે. જો તમારું આધારકાર્ડ ક્યાંક ખોવાઈ ગયું હોય તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે બીજું આધારકાર્ડ (આધાર રિપ્રિન્ટ) મેળવવું જરૂરી છે. આ માટે તમારે ક્યાંય જવું નહીં પડે અને તમે ઘરે બેસીને જ બીજું આધાર મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત 50 રૂપિયા ખર્ચ કરવા પડશે.

ઓનલાઇન આધાર માટે અપ્લાય કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ યુનિક આઇડન્ટિફિકેટશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ.
  • અહીં Aadhaar Services સેક્શન હેઠળ સૌથી નીચે આપવામાં આવેલા Order Aadhaar Reprint (Pilot Basis) ઓપ્શન પર ક્લિક કરો. આવું કરતા જ નવી ટેબ ઓપન થઈ જશે.
  • હવે અહીં પર્સનલ ડિટેલ્સ સેક્શન હેઠળ તમારો આધાર નંબર/વર્ચ્યુઅલ ID અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
  • આ જાણકારી આપ્યા બાદ Send OTP (વન ટાઈમ પાસવર્ડ) બટન પર ક્લિક કરો. આટલું કરતાં તમારા મોબાઇલ પર એક OTP આવશે.
  • જો તમારો મોબાઇલ નંબર આધાર ડેટાબેઝ સાથે રજિસ્ટર્ડ ન હોય તો Request OTP સામે આપેલ સંબંધિત ઓપ્શન પર ક્લિક કરો. આ વિકલ્પ પસંદ કરતા તમને તમારો મોબાઇલ નંબર પૂછવામાં આવશે. તે દાખલ કરો અને Send OTP બટન પર ક્લિક કરો.
  • આ બે ઓપ્શન સિવાય તમે TOTP (ટાઈમ બેઝ્ડ વન ટાઈમ પાસવર્ડ) ઓપ્શનનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં m-Aadhaar એપ્લિકેશન હોવી આવશ્યક છે.
  • હવે તમારા મોબાઇલ પર મોકલેલો OTP અથવા TOTP દાખલ કરો અને નિયમો અને શરતોની સામે ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • OTP સબમિટ કર્યા પછી તમને તમારી આધાર ડિટેલ્સ જણાવવામાં આવશે. તેને વેરિફાય કર્યા બાદ Make Payment બટન પર ક્લિક કરો.
  • આ કર્યા પછી તમને પેમેન્ટ ગેટવે પર ડાયવર્ટ કરી દેવામાં આવશે. અહીં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPIનો ઉપયોગ કરીને 50 રૂપિયા (GST અને પોસ્ટલ ખર્ચ સહિત) પેમેન્ટ કરી શકો છો.
  • સક્સેસફુલ પેમેન્ટ થયા પછી તમને એકનોલેજમેન્ટ સ્ટેટસ બતાવવામાં આવશે. આ ઉપરાંત, તમે એનરોલમેન્ટ સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સાથે તમારા મોબાઇલ પર સર્વિસ રિક્વેસ્ટ નંબર પણ મોકલવામાં આવશે.
  • સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી UIDAI આધાર પ્રિન્ટ કરશે અને 5 દિવસમાં ભારતીય પોસ્ટને પહોંચાડશે. ત્યારબાદ ટપાલ વિભાગ તેને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડી દેશે.

હવે ટ્વિટર પર પણ આધાર સંબંધિત જવાબ મેળવી શકાશે
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડ યુઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્વિટર પર તેમની સમસ્યાઓ ઊકેલવાનું શરૂ કર્યું છે. હવે તમે સોશિયલ સાઇટ ટ્વિટરની સહાયથી તમારી સમસ્યા હલ કરી શકશો. આ માટે તમારે @UIDAI અને @Aadhaar_Care પર ટ્વીટ કરવાની રહેશે. આ સિવાય, આધાર કેન્દ્રની રિજનલ ઓફ ઇઝનું પણ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ આપવામાં આવ્યું છે. અહીં પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો.

દેશમાં 125 કરોડ લોકો પાસે આધાર
ડિસેમ્બર 2019માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં રહેતા 125 કરોડ નાગરિકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યાં છે. દેશમાં આધાર પ્રોજેક્ટ વર્ષ 2010માં અમલમાં આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો