• Gujarati News
 • Utility
 • If A Child Does Not Become A Lesbian Or Gay, Parents Who Discriminate Between Boys And Girls Should Change Their Thinking.

કામના સમાચાર:બાળક લેસ્બિયન કે ગે ન બની જાય, છોકરા-છોકરીમાં ફરક કરનારા માતા-પિતા પોતાની વિચારધારા બદલો

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસનો ચુકાદો સંભળાવતા સમયે કહ્યું કે, જેમ એક દીકરો લગ્ન પછી પણ માતા-પિતાનો જ દીકરો રહે છે, તે રીતે લગ્ન થયા પછી દીકરી પણ તેના માતા-પિતાની દીકરી જ રહે છે એટલે બંનેનાં અધિકારો હંમેશા એકસમાન રહેશે.

ઘટના શું હતી?
ઘટના કંઈક એવી હતી કે, સૈનિક કલ્યાણ બોર્ડે એક પરણિત પુત્રીને આશ્રિત કાર્ડ આપવાની ના પાડી દીધી હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે, આ પ્રકારની ઘટના ‘જેન્ડર સ્ટેરિયોટાઈપ’નું જીવંત ઉદાહરણ છે, જે સદીઓ જૂની વિચારધારાને દર્શાવે છે. તે સ્ત્રી સમાનતામાં અવરોધ ગણાય છે.

લિંગના આધારે ભેદભાવ બંધારણનાં અનુચ્છેદ-14 (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે એટલે કે લગ્ન પછી પણ દીકરીનો દીકરી બનવાનો હક છીનવી શકાય નહીં. છેલ્લાં કેટલાક વર્ષોથી સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે. શું તેની ખરેખર સમાજ પર અસર પડે છે? આજે કામના સમાચારમાં આપણે ‘જેન્ડર સ્ટેરિયોટાઇપ’ વિશે જાણીશું, આ સાથે જ આપણા દેશમાં દીકરીઓ માટે કાયદામાં શું અધિકાર છે? તે પણ જાણીશું.

આજનાં અમારા એક્સપર્ટ છે
ડૉ. પ્રિતેશ ગૌતમ, કન્સલટન્ટ સાઈકાયટ્રિસ્ટ
સચિન નાયક, એડવોકેટ, સુપ્રિમ કોર્ટ

પ્રશ્ન - જેન્ડર સ્ટેરિયોટાઈપ શું છે? તેનાથી સમાજને શું નુકશાન થાય છે?
જવાબ-
જ્યારે એક પ્રકારની વર્તણૂક, માન્યતાઓ અને લાક્ષણિકતાઓને એક જાતિ પર લાદવામાં આવે છે, ત્યારે તેને ‘જેન્ડર સ્ટેરિયોટાઇપ’ કહેવામાં આવે છે.
ઉદાહરણ : સ્ત્રીઓ પાસેથી હંમેશાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ શિષ્ટ, કાળજી અને પ્રેમથી વર્તે. આ સાથે જ પુરૂષો પાસેથી હંમેશા આક્રમક અને બોલ્ડ રહેવાની આશા રાખવામાં આવે છે.

જેન્ડર સ્ટેરિયોટાઇપ્સથી થતાં નુકસાનને સમજો ...

નોન-બાઈનરી જાતિઓ: નોન-બાઈનરી જાતિઓનો અર્થ એવા લોકો છે કે, જેઓ પોતાને કોઈપણ જાતિ સુધી મર્યાદિત રાખવા માગતા નથી. જેન્ડર સ્ટેરિયોટાઈપનાં કારણે આ લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર લોકોને પણ નુકસાન થાય છે. તે લોકોનો આત્મવિશ્વાસ ઘટે છે અને તેઓનાં માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.
ઉદાહરણ : બાળપણથી જ બાળકોને માત્ર છોકરા-છોકરી વિશે જ કહેવામાં આવે છે પરંતુ, જ્યારે તેઓ કોઈ નોન-બાઈનરી બાળક અથવા શિક્ષકને ક્યાંક મળે છે, ત્યારે તેઓ કેવી રીતે વર્તવું? તે જાણતા નથી. મોટાભાગનાં બાળકો તેમની મજાક ઉડાવે છે.

શાળા : શાળામાં જેન્ડર સ્ટેરિયોટાઇપ વિચારોનાં કારણે બાળકોનાં મનમાં એવી માનસિક ગ્રંથી બેસી જાય છે કે, કેટલીક વસ્તુઓ છોકરાઓ માટે અને કેટલીક વસ્તુઓ માત્ર છોકરીઓ માટે જ બની છે. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં તેની અસર જોવા મળે છે.
ઉદાહરણ : શાળામાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, છોકરાઓ ગણિત અને વિજ્ઞાનમાં સારા હોય છે અને છોકરીઓ સાહિત્ય અને ભાષામાં સારી હોય છે. ફક્ત માતા-પિતા જ નહીં, શિક્ષકો પણ તે મુજબ વધુ અભ્યાસ અને કારકિર્દી પસંદ કરવાની સલાહ આપે છે.

ઓફિસઃ બાળપણથી જ સ્ત્રીઓ અને પુરુષોને કહેવામાં આવતું હતું કે, ‘કયું કામ કોના માટે યોગ્ય રહેશે?’ આ કારણે તેઓ પોતાની લાયકાત અને પસંદગીના આધારે નહીં પરંતુ, તેઓને જે કહેવામાં આવે છે તેના આધારે કામ પસંદ કરે છે.
ઉદાહરણ :
મોટાભાગનાં શિક્ષકો, નર્સો, બ્યુટીશિયન્સ અને ફેશન ડિઝાઇનરો સ્ત્રીઓ જ હોય છે. તે જ સમયે, ડૉકટરો, પોલીસ, ઉદ્યોગપતિઓ અને નેતાઓ તરીકે આપણે પુરુષોની કલ્પના કરીએ છીએ.

ઘર: બહાર કામ કરવા છતાં, મહિલાઓ ઘરે પરત ફરશે અને કામ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આનાથી તેમના પર દબાણ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.
ઉદાહરણ:
રસોઈ, સફાઈ અને બાળકોને ઘરે સંભાળવાનું કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ સાથે જ મોટાભાગે પુરુષો બેન્કમાં જવા જેવા કામ કરે છે.

લિંગ-આધારિત હિંસા: જે પુરુષો લિંગ પ્રત્યે અલગ જ વલણ ધરાવે છે, તેઓ મહિલાઓ પ્રત્યે વધુ હિંસક રહ્યા છે.
ઉદાહરણ :
નાનપણથી જ બહેનને રમકડાં, આઇસક્રીમ, ચોકલેટ માટે માર મારે છે અને મોટો થઈને પત્ની અને માતા પર હાથ ઊંચો કરે છે.

હેલ્થઃ જેન્ડર સ્ટેરિયોટાઇપનાં કારણે જ્યારે લોકો પોતાને ગમતી વસ્તુઓ પસંદ નથી કરી શકતા ત્યારે તેઓ સ્ટ્રેસમાં રહેવા લાગે છે. તે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
ઉદાહરણ:
પુત્રને માતા-પિતા બાળપણથી જ છોકરાની જેમ વર્તવાનું કહે છે પરંતુ, તે બાળક પુરુષ લિંગ દ્વારા પોતાને ઓળખતું નથી. આવી સ્થિતિમાં તે તેની પસંદગી મુજબ વર્તન કરી શકતો નથી અને તણાવમાં રહે છે.

પ્રશ્ન -કઈ ઉંમરમાં બાળકો પોતાની જાતિને સમજવા લાગે છે?
જવાબ-
3 વર્ષની ઉંમરનો થાય એટલે બાળક પોતાની જાતિને લઈને જાગૃત થઈ જાય છે. એવામાં તેઓ માટે જેન્ડર સ્ટેરિયોટાઈપ તો જીવલેણ છે જ સાથે જ તેઓ પર જાતિને લઈને કોઈ વિચારધારા લાદવી પણ યોગ્ય નથી.

અમુક માતા-પિતા કે જેમની દીકરીઓ મોટી હોય અને દીકરો નાનો હોય તેઓ બળજબરીપૂર્વક બહેનોની ફ્રોક દીકરાને પહેરાવે છે. જેના કારણે બાળકમાં ઘણીવાર જેન્ડર આઈડેન્ટિટી ડિસોર્ડરનો જન્મ પણ થાય છે.

અમુક માતા-પિતા એવા પણ છે કે, જે પોતાના દીકરા-દીકરીમાં એટલા માટે ફરક કરે છે કે, ક્યાંક તેઓનાં બાળકો ગે કે લેસ્બિયન ન બની જાય. આવા માતા-પિતા હોમોસેક્સ્યુલિટીનાં ડરનાં કારણે બાળકોની સાર-સંભાળ જેન્ડર સ્ટેરિયોટાઈપ મુજબ કરે છે.

પ્રશ્ન- કોર્ટે આ કિસ્સામાં એવું કેમ કહ્યું કે, જેન્ડર ન્યૂટ્રલ ટાઈટલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
જવાબ-
જ્યારે દીકરીએ ફરિયાદ નોંધાવી ત્યારે તેના પિતા માટે કાનૂની ભાષામાં વારંવાર એક્સ-સર્વિસમેન શબ્દનો ઉપયોગ થયો હતો. તેના પર કોર્ટે વાંધો ઊઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, એક્સ-સર્વિસ મેનની જગ્યાએ ન્યૂટ્રલ ટાઈટલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે, ટાઈટલમાં મેન શબ્દ લેગિંક ભેદભાવને દર્શાવે છે. તેના કારણે એવું લાગે છે કે, સૈન્ય દળમાં હજુ પણ ફક્ત પુરુષો જ કામ કરે છે પણ એવું નથી. મહિલાઓ આર્મી અને એરફોર્સમાં પણ ઊંચા હોદ્દાઓ સુધી પહોંચી ચૂકી છે. ટાઈટલમાં મેન શબ્દનો ઉપયોગ જૂની પુરુષવાદી વિચારધારાને દર્શાવે છે.

પ્રશ્ન- આશ્રિત આઈ કાર્ડ શું છે?
જવાબ-
પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાં સૈનિકોનાં આશ્રિતોને સરકારી નોકરી, શાળા-કોલેજોમાં અનામત મળે છે. એક્સ સર્વિસમેન સાથેનાં તમારા સંબંધોને સાબિત કરવા માટે એક આશ્રિત આઈડી કાર્ડ બનાવવું પડશે. તે કરાવવા માટે તમારે તમારા જિલ્લાના સૈનિક કલ્યાણ બોર્ડનો સંપર્ક કરવો પડશે.

પ્રશ્ન- આ ઘટનામાં પુત્રીને આશ્રિત આઈકાર્ડ આપવાની ના કેમ પાડી?
જવાબ-
હાલમાં જ કર્ણાટક રાજ્યનાં કિસ્સામાં સૈનિક કલ્યાણ બોર્ડે પુત્રીને આશ્રિત આઈકાર્ડ આપવાની ના પાડતા કહ્યું કે, તે પરણિત છે અને પરણિત પુત્રીઓને આ આઈકાર્ડ આપવામાં આવતું નથી.

પ્રશ્ન- દીકરીએ કયા આધાર પર કોર્ટમાં કેસ ફાઈલ કર્યો?
જવાબ-
વર્ષ 2005થી હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર જો વિલ બનાવ્યા વગર પિતાનું મૃત્યુ થાય છે તો સંપત્તિમાં પુત્ર અને પુત્રી બંનેનો સમાન અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે દીકરીને કોપાર્સનરનો દરજ્જો પણ આપ્યો હતો, જે મુજબ દીકરા અને દીકરીને સમાન અધિકાર મળશે. આ બંને નિયમોનાં આધારે કર્ણાટક જેવા કેસમાં હાઇકોર્ટમાં અરજી કરી શકાય છે.

પ્રશ્ન- કર્ણાટક હાઈકોર્ટનાં નિર્ણયનાં આધાર પર શું બીજી કોર્ટમાં પણ નિર્ણય સંભળાવી શકાય?
જવાબ-
આ કેસનું ઉદાહરણ બીજા લોકો પણ લઈ શકે છે પણ એ જરુરી નથી કે, તે આવો જ હુકમ આપે. હાઈકોર્ટનું ન્યાયશાસ્ત્ર તેના રાજ્ય પૂરતું જ સીમિત છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેના પર કોઈ ટિપ્પણી ન કરે ત્યાં સુધી તે નિર્ણય આખા દેશ પર લાગૂ થતો નથી.

પ્રશ્ન- એક્સ સર્વિસમેનનાં આશ્રિત તરીકે પુત્રીને શું ફાયદો મળે છે?
જવાબ-
કેન્દ્રીય સૈનિક બોર્ડનાં જણાવ્યા મુજબ બાળકોને એક્સ સર્વિસમેન પર નિર્ભર રહેવાનાં મામલે આ લાભ મળે છે.

 • અભ્યાસ માટે દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવે છે.
 • 100 ટકા વિકલાંગ બાળકને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવે છે.
 • દીકરીનાં લગ્ન માટે 50 હજાર રૂપિયા આપવામાં આવે છે, આ યોજના ફક્ત બે દીકરીઓ માટે છે.
 • વિધવા પુત્રીનાં બીજા લગ્ન માટે 50 હજાર આપવામાં આવે છે.
 • અનાથ પુત્રોને 21 વર્ષની ઉંમર સુધી અને દીકરીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

પ્રશ્ન- અનુકંપાની નોકરીમાં દીકરીઓનાં અધિકારો શું છે?
જવાબ-
દીકરી પરણેલી હોય કે કુંવારી હોય, તે અનુકંપાનું કામ કરી શકે છે. એકથી વધુ બાળકો હોય તો અન્ય બાળકોને NOC આપવી પડે છે. લગ્ન પછી પણ કોઈ છોકરી પાસેથી તેનો દીકરી હોવાનો હક છીનવી શકાય નહીં.

પ્રશ્ન- શું પિતાની સંપત્તિમાં પરણિત પુત્રીનો પણ અધિકાર છે?
જવાબ-
પિતાની મિલકતમાં પરણિત દીકરીનો પણ કુંવારા દીકરા કે દીકરી જેટલો જ એટલો જ અધિકાર છે.

પ્રશ્ન- છૂટાછેડા લીધેલી દીકરીનાં અધિકાર શું છે?
જવાબ-
છૂટાછેડા લીધેલી દીકરીનો પણ પિતાની મિલકતમાં કુંવારી દીકરી કે દીકરા જેટલો જ અધિકાર છે.

સેલિબ્રિટીઝને જેન્ડર ન્યૂટ્રલ પેરેંટિંગ ગમે છે
બ્રિટીશનાં રોયલ કપલ હેરી અને મેઘન માર્કલે તેમનાં બાળકોની આસપાસ ગુલાબી અને વાદળીને બદલે સફેદ અને ગ્રે જેવા લિંગ તટસ્થ રંગો પસંદ કર્યા. આ કપલ જેન્ડર સ્ટેરિયોટાઈપ મુજબ બાળકોને ઉછેરવાનું વિચારતા નથી. વિલ સ્મિથ અને એન્જેલિના જોલી પણ તેઓનાં બાળકોને જેન્ડર ન્યૂટ્રલ અભિગમથી ઉછેરી રહ્યા છે.
અમે માતા-પિતાને કોઈ ટિપ્સ નથી આપી રહ્યા કારણ કે, દરેકનાં ઉછેરની રીત અલગ-અલગ હોય છે. તેમાં કોઈ નુકસાન નથી. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે, અજાણતાં ભેદભાવની અસર એટલી ઊંડી ન જતી રહે કે, બાળકોને જીવનભર તેની કિંમત ચૂકવવી પડે. શક્ય હોય તો ઘરમાં જ આ શબ્દોનો ઉપયોગ બંધ કરી દો-

 • મમ્માઝ બોય, પપ્પાની પરી
 • છોકરી શેતાન, છોકરી શાંત
 • ટફ બોય, કેરિંગ ગર્લ
 • હેન્ડસમ બોય, સ્વીટ ગર્લ