કોરોનાના કારણે સર્જાયેલી ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને IDFC ફર્સ્ટ બેંકે ગ્રાહકોને વીડિયો KYC દ્વારા સેવિંગ અકાઉન્ટ ખોલાવવાની સુવિધા આપી છે. હવે ગ્રાહકો ઘરેબેઠાં વીડિયો KYC દ્વારા બચત ખાતું ખોલાવી શકશે. ખાતું ખોલાવવાની આ પદ્ધતિ સંપૂર્ણપણે પેપરલેસ છે. IDFC ફર્સ્ટ બેંક સેવિંગ અકાઉન્ટ પર 7% વ્યાજ મળે છે.
ઓનલાઇન અકાઉન્ટ ખોલવાની પ્રોસેસ
અકાઉન્ટ ખોલવાવવા મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સ
ઇન્ડસઇન્ડ અને કોટક મહિન્દ્રા પણ આ સુવિધા શરૂ કરી ચૂકી છે
ઇન્ડસઈન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે તેમના ગ્રાહકો માટે વીડિયો દ્વારા KYCની મંજૂરી આપી છે. આ સાથે ઈન્ડસઇન્ડ બેંકમાં સેવિંગ અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ બનાવડાવી શકાશે. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક પણ વીડિયો દ્વારા ગ્રાહકોને KYCની મંજૂરી આપી રહી છે. આ સુવિધાથી ગમે ત્યાંથી ગમે તે સમયે ખાતું ખાવી શકાશે.
RBI પણ પરમિશન આપી ચૂકી છે
આ વર્ષે જાન્યુઆરીમાં જ RBIએ વીડિયો બેઝ્ડ KYC પ્રક્રિયા પૂરી કરવા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. અગાઉ બેંકોએ રિમોટ એરિયામાં અકાઉન્ટ ખોલવા માટે આધાર ડેટા પર આધાર રાખવો પડતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.