તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IDBI Bank Launches WhatsApp Banking, Now Balances And Mini Statements Can Be Viewed On Mobile At Home

સુવિધા:IDBI બેંકે વ્હોટ્સએપ બેંકિંગ શરૂ કર્યું, હવે ઘેરબેઠાં જ મોબાઇલ પર બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ જોઈ શકાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે પોતાના મોબાઇલ નંબર પર આ સુવિધા શરૂ કરાવવા બેંકમાં સંપર્ક કરવાનો રહેશે
  • આ માટે ગ્રાહકે કોઈ ફી ચૂકવવી નહીં પડે

IDBI બેંકે વ્હોટ્સએપ પર તેના ગ્રાહકો માટે બેંકિંગ સેવા શરૂ કરી છે. તમામ ગ્રાહકો હવે આ સુવિધા દ્વારા પાયાની બેંકિંગ સેવાઓ સરળતાથી મેળવી શકશે. વ્હોટ્સએપ બેંકિંગનો લાભ લેવા માટે ગ્રાહકે તેમના ફોનમાં બેંકનો વોટ્સએપ નંબર સેવ કરવો પડશે અને તેમનો વ્હોટ્સએપ નંબર બેંકને આપવો પડશે. ત્યારબાદ બેંક તમારા વ્હોટ્સએપ નંબર પર આ સુવિધા શરૂ કરશે. તમારા નંબર પર આ સુવિધા શરૂ કરવા માટે તમારે બેંકનો સંપર્ક કરવો પડશે.

આ સુવિધાઓ મળશે
વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસમાં ગ્રાહકોને જરૂરી બેંકિંગ સર્વિસિસ જેવી કે અકાઉન્ટમાં બેલેન્સની માહિતી, છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન, ચેક બુક માટે અરજી કરવી, ઇ-મેલ દ્વારા સ્ટેટમેન્ટ, વ્યાજ દર તેમજ નજીકની IDBI બેંક બ્રાંચ અને ATMની માહિતી વગેરે સર્વિસિસ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાનો લાભ દિવસના 24 કલાક (24 એક્સ 7) મેળવી શકાશે.

ICICI બેંક પણ આ સર્વિસ શરૂ કરી ચૂકી છે
ICICI બેંકે પણ તાજેતરમાં જ તેના ગ્રાહકો માટે વ્હોટ્સએપ બેંકિંગ સર્વિસિસનો વિસ્તાર કર્યો છે. બેંકના ગ્રાહકો હવે વ્હોટ્સએપ બેંકિંગ દ્વારા FD, બિલની ચૂકવણી કરવાની અને ટ્રેડ ફાઇનાન્સ સંબંધિત સર્વિસિસ લઈ શકશે. આ માટે બેંક સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી બેંકના વેરિફાઇડ નંબર (86400 86400) પર વ્હોટ્સએપ દ્વારા મેસેજ મોકલવાનો રહેશે.

ગ્રાહકોને કઈ સર્વિસિસ મળશે?
રિટેલ ગ્રાહકો હવે વ્હોટ્સએપ પર FDમાં રોકાણ કરી શકે છે.
ઇલેક્ટ્રિસિટી, કૂકિંગ ગેસ અને પોસ્ટપેડ મોબાઇલ ફોનનું બિલ ચૂકવી શકાશે.
કોર્પોરેટર્સ અને MSMEના માલિકો ટ્રેડ ફાઇનાન્સ સંબંધિત માહિતી એક્સેસ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો