• Gujarati News
  • Utility
  • IDBI Bank Changes Rules Regarding Cash Deposit And Checkbook, New Rules To Come Into Effect From July 1

ફેરફાર:IDBI બેંકે કેશ ડિપોઝિટ કરવા અને ચેકબુક સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો, નવા નિયમો 1 જુલાઇથી લાગુ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

IDBI બેંક 1 જુલાઈથી ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉન્ટ ચાર્જ, અને લોકર ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ગ્રાહકોને હવે દર વર્ષે માત્ર 20 પાનાની જ ચેકબુક મફત મળશે. ત્યારબાદ પ્રત્યેક ચેક માટે ગ્રાહકોએ 5 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તે સિવાય બેંકે રોકડ વ્યવહારની ફ્રી લિમિટ પણ ઘટાડી દીધી છે.

અત્યારે 60 પેજની ચેકબુક ફ્રી મળે છે
અત્યારે બેંકના ગ્રાહકોને ખાતું ખોલવાના પહેલા વર્ષમાં 60 પેજની બુક ફ્રી મળે છે. ત્યારબાદ વર્ષો માટે બેંક 50 પેજની ચેકબુક આપે છે. તેના માટે પ્રત્યેક ચેક માટે ગ્રાહકોને 5 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે. જો કે, બેંકના અનુસાર, 'સબકા સેવિંગ અકાઉન્ટ' અંતર્ગત આવતા ગ્રાહકો પર નવી વ્યવસ્થા લાગુ નહીં થાય અને તેમને એક વર્ષમાં અમર્યાદિત નિ:શુલ્ક ચેક મળવાનું ચાલુ રહેશે.

કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ ઘટાડી
બેંકે રોકડ જમા ( હોમ અને નોન-હોમ) માટે મફત સુવિધાને સેમી અર્બન અને રૂરલ બ્રાંચમાં હાલના 7 અને 10માંથી ઘટાડો કરીને ક્રમશઃ 5-5 વખત કરી દીધી છે. તેવી જ રીતે સુપર સેવિંગ્સ પ્લસ અકાઉન્ટમાં પણ સેમી અર્બન અને રૂરલ વિસ્તારોમાં નિઃશુલ્ક લેવડદેવડને ક્રમશ 10 અને 12માંથી ઘટાડીને 8-8 વખત કરી દીધી છે.

મિનિમમ બેલેન્સ 10 હજારથી ઓછું હશે તો લોકર પર ડિસ્કાઉન્ટ નહીં મળે
તે ઉપરાંત સિનિયર સિટીઝનને લોકર પર મળતું ડિસ્કાઉન્ટ ત્યારે મળશે જ્યારે તેમનું મંથલી એવરેજ બેલેન્સ (MAB) 10 હજાર રૂપિયા હશે. MAB તેનાથી ઓછું હશે તો લોકર પર મળતું 10%નું ડિસ્કાઉન્ટ નહીં મળે. તેમજ 25 હજાર રૂપિયા MAB હશે તો સિનિયર સિટીઝનને લોકરના ચાર્જ પર 15%નું ડિસ્કાઉન્ટ મળશે. અત્યારે એક નાણાકીય વર્ષના ચાર ક્વાર્ટરમાં 5 હજાર MAB હોવા પર 25%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નવો નિયમ 1 જુલાઈથી લાગુ થશે.

આવતા વર્ષથી ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ ATM ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIએ બેંકોને નાણાકીય-બિન -નાણાકીય ATM ટ્રાન્ઝેક્શનની ફી વધારવાની મંજૂરી આપી છે. RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કેશ વિડ્રોઅલ પર લાગતા ચાર્જને વધારવાની મંજૂરી આપી છે. બેંક અત્યારે તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલે છે. તેમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરચેન્જ ફી વધારે હોવાને કારણે ખર્ચની ભરપાઇ માટે બેંકો ગ્રાહકો પાસેથી ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ માટે લેવામાં આવતા ચાર્જમાં વધારો કરી શકશે.

RBIના અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ બેંક પોતાના ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન દીઠ 20ની જગ્યાએ 21 રૂપિયા લઈ શકશે. તેમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. ATMમાંથી કેશ ઉપાડવા પર લેવામાં આવતા ચાર્જમાં લગભગ 7 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.