IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. આ બેંક મહત્તમ 5.30% સુધીનું વ્યાજ આપી રહી છે. આ બેંકમાં તમે 7 દિવસથી 20 વર્ષ સુધી માટે FD કરાવી શકો છો. બેંક વરિષ્ઠ નાગરિકોને તમામ અવધિ માટે વધારાના 50 બેઝિસ પોઈન્ટ વ્યાજ આપે છે. નવા દર 14 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અમે તમને નવા વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ.
હવે કેટલું વ્યાજ મળશે
સમયગાળો | નવા વ્યાજ દર (% માં) |
7થી 30 દિવસ | 2.7 |
31થી 45 દિવસ | 2.8 |
46થી 90 મહિના | 3.00 |
91 દિવસથી 6 મહિના | 3.50 |
6 મહિનાથી 1 વર્ષ | 4.30 |
1 વર્ષ 1 દિવસથી 3 વર્ષ | 5.10 |
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષથી ઓછો | 5.30 |
5થી 10 વર્ષ | 5.25 |
10 વર્ષ 1 દિવસથી 20 વર્ષ | 4.80 |
બેંકે 1 જુલાઈથી ઘણા ચાર્જમાં ફેરફાર કર્યો હતો
IDBI બેંકે 1 જુલાઈથી ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉન્ટ ચાર્જ, અને લોકર ચાર્જમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોને હવે દર વર્ષે માત્ર 20 પેજની ચેક બુક ફ્રીમાં મળશે. ત્યારબાદ પ્રત્યેક ચેક માટે ગ્રાહકોને 5 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તે સિવાય બેંકે રોકડ ટ્રાન્સફરની ફ્રી લિમિટ પણ ઘટાડી દીધી છે.
IDFC ફર્સ્ટ બેંક સેવિંગ્સ અકાઉન્ટ પર દર મહિને વ્યાજ આપશે
IDFC ફર્સ્ટ બેંકે પોતાના તમામ સેવિંગ બેંક અકાઉન્ટ પર માસિક વ્યાજ ક્રેડિટ સુવિધા શરૂ કરી છે. તેનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને સેવિંગ્સ બેંક અકાઉન્ટ પર દર મહિને વ્યાજની રકમ મળશે. નવો નિયમ 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે.
RBIના નિયમોના અનુસાર, બેંક થાપણદારોના ખાતામાં ક્વાર્ટરના આધારે વ્યાજ ડિપોઝિટ કરે છે. જો કે, તેઓ તેને માસિક આધારે ક્રેડિટ કરવા માટે સ્વતંત્ર છે. આ મામલે RBIની તરફથી કોઈ પ્રતિબંધ નથી.
5% સુધી વાર્ષિક વ્યાજ આપે છે બેંક
1 લાખથી ઓછું બેલેન્સ મેન્ટેન કરશે તેમને 4% વ્યાજ મળશે. જે કસ્ટમર 1 લાખથી 10 લાખની વચ્ચે બેલેન્સ મેન્ટેન રાખશે તેમને 4.5 ટકા વ્યાજ મળશે, જ્યારે 10 લાખથી વધારે અકાઉન્ટ બેલેન્સ મેન્ટેન રાખવા પર 5 ટકા વ્યાજ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.