• Gujarati News
  • Utility
  • ICSI Will Announce The Result Of CS Executive On January 18 At 2 Pm, Can Be Checked On The Official Website

CSEET 2021:ICSIએ CS એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ICSI)એ CS એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) જાન્યુઆરી 2021નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. પરીક્ષા આપેલ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જઇને રિઝલ્ટ ચેક કરી શકે છે. CS એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ એક્ઝામ 9 અને 10 જાન્યુઆરીએ લેવામાં આવી હતી.

રિઝલ્ટ પછી ઇ-રિઝલ્ટ-કમ-માર્ક સ્ટેટમેન્ટ જાહેર થશે
રિઝલ્ટ જાહેર થયાં પછી CSEET પરીક્ષા માટે એક ઔપચારિક ઇ-રિઝલ્ટ-કમ-માર્ક સ્ટેટમેન્ટ ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના ભવિષ્યના રેકોર્ડ માટે રિઝલ્ટની કોપી ડાઉનલોડ કરી શકે છે. રિઝલ્ટ-કમ-માર્ક સ્ટેટમેન્ટની કોઈ ફિઝિકલ કોપી ઉમેદવારોને આપવામાં આવશે નહીં.

CSEET જાન્યુઆરીનું રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જાઓ.
  • હોમ પેજ પર CSEET જાન્યુઆરી રિઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો.
  • જ્યારે નવું પેજ ખૂલે ત્યારે ડિટેલ્સ દાખલ કરીને લોગ ઇન કરો.
  • તમારું CSEET જાન્યુઆરી 2021નું રિઝલ્ટ લોગ ઇન કરતાંની સાથે જ ખૂલી જશે.
  • તમે રિઝલ્ટ ડાઉનલોડ કરીને તેની પ્રિંટ લઈ શકો છો.