ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ICSI)એ ડિસેમ્બર સેશન માટે CS ફાઉન્ડેશનની પરીક્ષાનાં એડમિટ કાર્ડ બહાર પાડી દીધાં છે. પરીક્ષા આપનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ icsi.edu પર જઇને તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ તેમનો 17 અંકનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. આ સિવાય કેપ્ચા કોડ સાથે વેરિફિકેશન પણ કરવું પડશે.
26-27 ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) દ્વારા બહાર પાડવામાં આવેલા શિડ્યૂલ મુજબ, CS ફાઉન્ડેશન પરીક્ષા 26-27 ડિસેમ્બર, 2020ના રોજ લેવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે એડમિટ કાર્ડની સાથે આઈડી કાર્ડ પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાનું રહેશે. આઈડી કાર્ડ વિના પરીક્ષા હોલમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરી શકે છે.
એડમિટ કાર્ડમાં કરેક્શન કરવું હોય તો ઓફિશિયલ પોર્ટલ પર જઇને કરી શકાશે
એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી કેન્ડિડેટ કાર્ડ પર રહેલી ડિટેલ્સ જેવી કે ઉમેદવારનું નામ, ફોટો, સહી, પ્રવેશ નંબર, પરીક્ષા સ્થળનું નામ અને સરનામું, પરીક્ષાની તારીખ અને સમય જેવી મહત્ત્વપૂર્ણ ડિટેલ્સ ચેક કરી લો. જો કોઈ માહિતી ખોટી હોય તો ઇન્સ્ટિટ્યૂટને જાણ કરો. આ માટે ઉમેદવારો ઓફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.