તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • ICSI Gave Information About Early Declaration Of Company Secretary Result, Know The Process Of Checking Results Online In These 5 Steps

ICSI CS 2021:ટૂંક સમયમાં ICSI કંપની સેક્રેટરી પરીક્ષાનું પરિણામ જાહેર કરશે, આ 5 સ્ટેપ્સ ફોલો કરી પરિણામ જોઈ શકાશે

20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 13 અને 14 ઓગસ્ટે દેશના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી
 • ઓફિશિયલ વેબસાઈટ પરથી ઉમેદવારો પરિણામ જોઈ શકશે

ICSI (ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા) જૂન 2021 સત્ર માટે CS ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ એક્ઝામનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરશે. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈ પરિણામ ચકાસી શકે છે.

પરિણામ જાહેર થયું હોવાની અફવાહ
ICSIએ ઓફિશિયલી હજુ સુધી આ પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું નથી. થોડા દિવસ પહેલાં જ પરિણામ જાહેર થયું હોવાના ફેક અહેવાલો ફરતાં થયાં હતાં, તેના પર ઈન્સ્ટિટ્યુટે સ્પષ્ટતા કરી આ વાત નકારી છે.

ICSI CSની પરીક્ષા 13 અને 14 ઓગસ્ટે દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ એક્ઝામ રિમોટ પ્રોક્ટર્ડ મોડ અને કમ્પ્યુટર બેઝ્ડ યોજાઈ હતી. જે વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેર, લેપટોપ કે ડેસ્કટોપની સુવિધા નહોતી તેમના માટે 61 શહેરમાં એક્ઝામ સેન્ટર તૈયાર કરાયા હતા.

આ રીતે પરિણામ ચકાસો.

 • પરિણામ જાહેર થયા બાદ ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાઓ.
 • હોમ પેજ પર, CS ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ એક્ઝામ રિઝલ્ટ 2021ની લિંક એક્ટિવ હશે.
 • આ રિઝલ્ટ લિંક પર ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે.
 • ઓપન થતાં નવાં પેજમાં નંબર અને કેપ્ચા કોડ સબમિટ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
 • હવે તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. રિઝલ્ટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.