તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ICSI CSEET 2021|ICSI Issued Guidelines For Entrance Exam To Be Held On May 8, Exam To Be Done In Remote Proctored Mode

ICSI CSEET 2021:ઈન્સ્ટિટ્યુટે 8 મેના રોજ યોજાનારી એક્ઝામ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી, રીમોટ પ્રોક્ટર્ડ મોડમાં પરીક્ષા લેવાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા દરમિયાન વેબ કેમેરા અને માઈક્રોફોન જરૂરી છે
  • ટેસ્ટ દરમિયાન કેન્ડિડેટ્સને 2 કલાકનો સમય આપવામાં આવશે

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)એ 8 મેના રોજ યોજાનારી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ વખતે આ પરીક્ષા કોરોના મહામારીને લીધે ટેસ્ટ સેન્ટર પર નહીં પણ રીમોટ પ્રોક્ટર્ડ મોડમાં લેવાશે. આ હેઠળ કેન્ડિડેટ્સ પોતાના ઘર કે સુવિધા પ્રમાણે પોતાના લેપટોપ કે ડેસ્કટોપ પર પરીક્ષા આપી શકે છે.

રીમોટ પ્રોક્ટર્ડ મોડમાં યોજાનારી પરીક્ષામાં ભલે કેન્ડિડેટ્સ ઘરેથી પરીક્ષા આપે, પરંતુ તેમને ઈનવિઝિલેટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ICSIએ ગયા વખતે CSEET માટે આયોજીત ટેક્નીકલ સેશનની વેબ લિંક પણ જાહેર કરી છે. તેનાથી વિદ્યાર્થીઓને રીમોટ પ્રોક્ટર્ડ મોડ ટેસ્ટ અને કન્વેન્શનલ ટેસ્ટનું અંતર સમજવામાં સરળતા રહેશે.

આ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે
કેન્ડિડેટ્સ પરીક્ષા દરમિયાન કેલ્ક્યુલેટર, પેન અને પેપર સાથે નહીં રાખી શકે.
ઈયરફોન, હેડફોનની જગ્યાએ માઈક્રોફોનનો ઉપયોગ કરી શકાશે.
જ્યાં સુધી કેન્ડિડેટ્સ સીસ્ટમમાં લોગ ઇન થતા નથી, ત્યાં સુધી મોબાઈલ ફોનને આધારે ICSIથી સંપર્ક કરી શકે છે.
લોગ ઇન કર્યા પછી મોબાઈલન ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
પરીક્ષા દરમિયાન વેબ કેમેરા અને માઈક્રોફોન જરૂરી છે.
કેન્ડિડેટ્સ હોટસ્પોટ માટે મોબાઈલનો ઉપયોગ કરી શકાય છે.
વિદ્યાર્થી હોટસ્પોટ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરી શકે છે.
ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થી પાસે એડમિટ કાર્ડ પ્રિન્ટેડ ફોર્મમાં હોવું જોઈએ.
સાથે જ ઓરિજીનલ ફોટો આઇડેન્ટિટી પ્રૂફ પણ અનિવાર્ય છે.

પરીક્ષા પેટર્ન
કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ દરમિયાન કેન્ડિડેટ્સને 2 કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષામાં કુલ 200 માર્ક્સ માટે 140 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નો બિઝનેસ કોમ્યુનિકેશન, લીગલ એપ્ટીટ્યુડ અને લોજિકલ એપ્ટીટ્યુડ, કરંટ અફેર્સ અને પ્રેઝન્ટેશન અને કમ્યુનિકેશન સ્કિલના હશે.