તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • ICSI CSEET 2020| ICSI Released The Results Of The Company Secretaries Executive Entrance Exam, Examination Was Held Online On 21 22 November

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICSI CSEET 2020:ICSIએ કંપની સેક્રેટરીઝ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું, 21-22 નવેમ્બરે ઓનલાઈન યોજાઈ હતી પરીક્ષા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ICSI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા)એ CSEET (કંપની સેક્રેટરીઝ એક્ઝેક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ)નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ICSIની ઓફિશિયલ વેબસાઈટ icsi.eduનાં માધ્યમથી પોતાનું પરિણામ ચકાસી શકશે. ICSI તરફથી આ પરીક્ષાનું આયોજન 21-22 નવેમ્બરે કરવામાં આવ્યું હતું. ઉમેદવારો વેબસાઈટ પરથી પોતાની ઈ માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકે છે.

ઓનલાઈ યોજાઈ હતી પરીક્ષા
CSEET, એક ઓનલાઈન પરીક્ષા હોય છે, જેમાં મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં 50-50 માર્ક્સના કુલ 4 પેપર હોય છે. તેમાં કરન્ટ અફેર્સ, પ્રેઝન્ટેશન, રીઝનિંગ અને કમ્યુનિકેશન સ્કિલ્સ વગેરે ટોપિકના પ્રશ્નો પૂછવામાં આવે છે. ઉમેદવારોએ દરેક પેપરમાં મિનિમમ 40% અને કુલ મળીને 50% સ્કોર હાંસલ કરવાનો રહે છે.

આ રીતે રિઝલ્ટ જોઈ શકાશે

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાઓ.
 • અહીં હોમ પેજ પર રિઝલ્ટ સંબંધિત લિંક પર ક્લિક કરો.
 • ઓપન થતાં નવાં પેજ પર માગેલી ડિટેલ સબમિટ કરો.
 • તમામ માહિતી સબમિટ કર્યા બાદ તમારું રિઝલ્ટ શૉ થશે.
 • હવે રિઝલ્ટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser