તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • ICSI CS 2021| ICSI Extended The Application Date For The Exam To Be Held In June, Students Will Be Able To Fill The Exam Form Till 31 March Without Late Fee.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICSI CS 2021:જૂનમાં થનારી પરીક્ષાઓ માટે અરજી કરવાની તારીખ પાછી ઠેલાઈ, હવે લેટ ફી વગર 31 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરવાની તારીખ ભલે પાછળ ઠેલાઈ હોય પરંતુ પરીક્ષાના શિડ્યુલમાં કોઈ ફેરફાર થયો નથી
  • આ પરીક્ષા માટે પ્રી એક્ઝામિનિશેન ટેસ્ટ અને વન ડે ઓરિઅન્ટેશન પ્રોગ્રામ જરૂરી નહિ

ICSI (ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા)એ જૂન 2021માં યોજાનાર ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સિસની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. ICSIએ તેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે વધતાં જતા કોરોનાના કેસને જોતા CA પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સુધી વધારાઈ છે.

1 જૂનથી શરૂ થશે પરીક્ષા
ઈન્સ્ટિટ્યુટે કોઈ પણ લેટ ફી વગર અરજી કરવાની તારીખ લંબાવી છે. જોકે લેટ ફી સાથે જૂન 2021 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2021 રહેશે. અરજી કરવાની તારીખ ભલે પાછળ ઠેલાઈ હોય પરંતુ પરીક્ષાના શિડ્યુલમાં કોઈ ફેરફાર થયો નથી. ફાઉન્ડેશન, એક્ઝેક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સિસની પરીક્ષાઓ 1 જૂનથી જ શરૂ થશે.

પ્રી એક્ઝામિનિશેન ટેસ્ટ અને વન ડે ઓરિઅન્ટેશન પ્રોગ્રામ જરૂરી નથી
આ પહેલાં ICSIએ CS જૂન 2021 માટે અરજી કરતાં ઉમેદવાર માટે પ્રી એક્ઝામિનેશન ટેસ્ટ તેમજ ફાઉન્ડેશન અને એક્ઝિક્યુટિવ કોર્સિસ માટે જરૂરી વન ડે ઓરિઅન્ટેશન પ્રોગ્રામની આવશ્યકતા પર અસ્થાયી રૂપે પૂર્ણ વિરામ લગાવ્યો હતો. જોકે આ છૂટ માત્ર જૂનની પરીક્ષા માટે લાગુ રહેશે.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ ICSIની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાઓ.
  • હોમ પેજ પર આપેલી લિંકથી એપ્લિકેશન પેજ smash.icsi.in પર ક્લિક કરો.
  • એપ્લિકેશન પેજ પર તમારું યુઝરનેમ અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરો.
  • લોગ ઈન કર્યા બાદ CS જૂન 2021નું એક્ઝામ ફોર્મ સબમિટ કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો