તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • ICICI, SBI And Kotak Mahindra Are Offering Loans At Less Than 7% Interest Rate, Which Can Be Applied Till March 31.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તી હોમ લોન:ICICI, SBI અને કોટક મહિન્દ્રા 7%થી પણ ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તમે ઓછા વ્યાજ દર પર લોન લેવા માગો છો તો તમે 31 માર્ચ 2021 સુધી અપ્લાય કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત SBI અને ICICI બેંક 6.70 %ના વ્યાજ દરે લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 %ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

કોટક મહિન્દ્રા બેંક 6.65 % ના દરે લોન આપી રહી છે
કોટક મહિન્દ્રા બેંકે પણ મર્યાદિત સમય માટે વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે, જે અત્યારે 6.65% છે. બેંકની આ સ્પેશિયલ ઓફર છે જે 31 માર્ચ 2021 સુધી લાગુ છે. બેંકના જણાવ્યા પ્રમાણે, વ્યાજ દર ઉધાર લેનારાઓના ક્રેડિટ સ્કોર અને લોન ટૂ વેલ્યુ રેશિયો સાથે લિંક્ડ હશે. આ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન પર પણ લાગુ થશે. આ વ્યાજ દર તમામ અમાઉન્ટ પર પણ લાગુ છે. ​​​​​​​

SBIએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો
SBIએ પણ 1 માર્ચના રોજ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. જેથી SBIની હોમ લોન 6.70% થઈ ગઈ છે. બેંકના જણાવ્યા પ્રમાણે, આ ઓફર માત્ર 31 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે. એટલું જ નહીં SBIએ 31 માર્ચ સુધી 100% પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. એટલે કે તમારી કુલ લોન પર લગભગ 1%ની બચત થશે. સામાન્ય રીતે પ્રોસેસિંગ ફી 0.8%થી 1%ની વચ્ચે હોય છે. 20 લાખની લોન પર તમારે 18થી 20 હજાર રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે. ​​​​​​​

ICICI બેંક પણ 6.70%ના દરે લોન આપી રહી છે
ICICI બેંક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, આ દર ગ્રાહક માટે 75 લાખ રૂપિયા સુધીની લોન માટે છે. તેનાથી વધારે લોન માટે ગ્રાહકોને 6.75% વ્યાજ આપવું પડશે. ICICI સિવાય અન્ય બેંકના ગ્રાહકો પણ હોમ લોન માટે ડિજિટલ માધ્યમથી અપ્લાય કરી શકે છે. તેના માટે બેંકની વેબસાઈટ અને મોબાઈલ બેંકિંગ એપ iMobile Pay પર અપ્લાય કરવું પડશે. ​​​​​​​

અન્ય બેંક કયા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (%)
HDFC બેંક6.70
સિટી બેંક6.75
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઈન્ડિયા6.85

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો