ICICI, HDFC અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તાજેતરમાં જ FD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. ICICI બેન્ક હવે સામાન્ય નાગરિકોને FD પર મહત્તમ 5.45 ટકા વ્યાજ આપી રહી છે જ્યારે HDFC બેન્ક 5.60 ટકા વ્યાજ આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે, ICICI, HDFC, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, SBI અને પોસ્ટ ઓફિસથી FD કરાવવી યોગ્ય રહેશે.
અહીં જુઓ કઈ બેંક FD પર કેટલું વ્યાજ ચૂકવે છે?
2 વર્ષની FD પર વ્યાજ
બેન્ક | વ્યાજદર(%)માં |
ICICI | 5.00 |
SBI | 5.20 |
HDFC | 5.10 |
ઇન્ડિયન ઓવરસીઝ | 5.20 |
પોસ્ટ ઓફિસ | 5.50 |
3 વર્ષની એફડી પર વ્યાજ
બેન્ક | વ્યાજદર(%)માં |
ICICI | 5.20 |
SBI | 5.30 |
HDFC | 5.30 |
ઇન્ડિયન ઓવરસીઝ | 5.45 |
પોસ્ટ ઓફિસ | 5.50 |
5 વર્ષની એફડી પર વ્યાજ
બેન્ક | વ્યાજદર(%)માં |
ICICI | 5.40 |
SBI | 5.45 |
HDFC | 5.45 |
ઇન્ડિયન ઓવરસીઝ | 5.45 |
પોસ્ટ ઓફિસ | 6.70 |
FDથી મળતા વ્યાજ પર પણ ટેક્સ ચૂકવવો પડે છે
જો નાણાકીય વર્ષમાં બેંક FD પર વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો તેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. આ મર્યાદા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. આ સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના એટલે કે સીનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા સુધીની આવક FDથી કરમુક્ત છે. આનાથી વધુ આવક હોય તો 10 ટકા TDS કપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.