• Home
  • Utility
  • ICICI Bank launches special scheme for senior citizens, gets higher interest on FDs

ન્યૂ સ્કીમ / ICICI બેંકે સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ સ્કીમ શરૂ કરી, FD પર વધારે વ્યાજ મળશે

ICICI Bank launches special scheme for senior citizens, gets higher interest on FDs
X
ICICI Bank launches special scheme for senior citizens, gets higher interest on FDs

  • જો તમે આ સ્કીમમાં રોકાણ કરશો તો તમને સામાન્ય FD કરતા 0.80% વધુ વ્યાજ મળશે
  • અગાઉ SBI અને HDFC બેંક પણ આ પ્રકારની FD શરૂ કરી ચૂકી છે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 12:12 PM IST

ICICI બેંકે હવે સિનિયર સિટીઝન માટે ગોલ્ડન યર્સ FD નામથી આ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર સામાન્ય સામાન્ય FD કરતા 0.80% વધુ વ્યાજ મળશે. હવે સિનિયર સિટીઝનને મહત્તમ 6.55% વ્યાજ મળશે. આ સ્પેશિયલ સ્કીમનો લાભ ફક્ત 20 મેથી 30 સપ્ટેમ્બર સુધી જ ઉઠાવી શકાશે. અગાઉ SBI અને HDFC બેંકે પણ આવી સ્કીમ્સ શરૂ કરી છે.

આ સ્કીમ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો

  • આ સ્કીમ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી 2 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર લાગુ રહેશે.
  • આ ખાસ સ્કીમ પર સામાન્ય FD કરતાં 0.80% વધુ વ્યાજ મળશે, જે વાર્ષિક 6.55% રહેશે.
  • આ સ્કીમ નવી FD સાથે જ જૂની FD રિન્યૂ કરાવવા પર પણ લાગુ થશે.
  • આ વિશેષ યોજના હેઠળ FDની પ્રિન્સિપલ અમાઉન્ટ અને તેની પર ત્યાં સુધીની વ્યાજની રકમ ઉમેરીને જે રકમ થશે, તે રકમના 90% સુધીની લોન લેવાની પણ સુવિધા છે.
  • ICICI બેંક ગોલ્ડડન યર્સ FDની છે તો તેની પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે.
  • આ ખાસ FD ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખોલાવી શકાય છે. ઓનલાઇન માટે નેટ બેંકિંગ હોવું જરૂરી છે.

HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કીમ

HDFC બેંકે સિનિયર સિટીઝન્સ માટે સિનિયર સિટીઝન કેર FD નામથી સ્કીમ શરૂ કરી ચૂકી છે. બેંકના જણાવ્યા અનુસાર, સિનિયર સિટીઝન્સને પાંચ વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછા સમયની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય ગ્રાહકોને આપવામાં આવતા વ્યાજ કરતાં 0.75% વધુ વ્યાજ ચૂકવશે. 5 વર્ષ સુધીની ડિપોઝિટ પર સિનિયર સિટીઝન અને અન્ય લોકો કરતાં 0.50% વ્યાજ મળશે. આ યોજના હેઠળ રોકાણ કરવા પર મહત્તમ 6.50% વ્યાજ મળશે. યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી