ન્યૂ વર્ઝન લોન્ચ:ICICI બેંકે 'આઈમોબાઈલ પે' લોન્ચ કરી, હવે વિવિધ પેમેન્ટ એપ્સની જરૂર નહીં પડે

2 વર્ષ પહેલા
  • આઈમોબાઈલ પે પેમેન્ટ અથવા બેંકિંગની સુવિધા માટે વિવિધ એપની જરૂરિયાતને પણ દૂર કરશે

પ્રાઈવેટ સેક્ટરની ICICI બેંકે 7 ડિસેમ્બરે પોતાની મોબાઈલ બેંકિંગ એપ આઈમોબાઈલ (imobile)નું નવું વર્ઝન 'આઈમોબાઈલ પે' લોન્ચ કરી. આ સાથે જ બેંકની એન્ટ્રી ફિનટેક બિઝનેસમાં થઈ. બેંકની આ નવી એપ દ્વારા કોઈપણ બેંકના ગ્રાહકોને ચૂકવણી અને બેંકિંગ જેવી સેવાઓ મળશે.

એપની મહત્ત્વની બાબતો
આ પેમેન્ટ એપ ગ્રાહકોને કોઈપણ UPI (યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ) ID અથવા મર્ચન્ટને પેમેન્ટ કરવા, વીજળીનું બીલ ભરવા અને ઓનલાઈન રિચાર્જ કરવા જેવી સુવિધાઓ ઓફર કરે છે. એપ ઈન્સ્ટન્ટ બેંકિંગ સર્વિસ પણ પ્રદાન કરશે જેમ કે, સેવિંગ અકાઉન્ટ, રોકાણ, લોન, ક્રેડિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ વગેરે.

'આઈમોબાઈલ પે'ના યુઝર કોઈપણ બેંક અકાઉન્ટ, પેમેન્ટ એપ્લિકેશન અને ડિજિટલ વોલેટમાં પણ મની ટ્રાન્સફર કરી શકે છે. એપની બીજી વિશેષતા એ છે કે, ‘પે ટૂ કોન્ટેક્ટ‘ છે, જે યુઝર્સને તેમના ફોનબુક કોન્ટેક્ટના UPI આઈડી, ICICI બેંકના UPI આઈડી નેટવર્ક પર રજિસ્ટર આઈડી અને કોઈપણ ડિજિટલ વોલેટ અને પેમેન્ટ એપ પર રજિસ્ટર્ડ આઈડીને જોવામાં સક્ષણ બનાવશે.

ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું સ્વરૂપ બદલાશે
એપથી યુઝર્સને ઈન્ટર-ઓપરેબિલિટીની એક ખાસ સુવિધા મળશે. તેનાથી હવે UPI આઈડી યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તે ઉપરાંત સરળતાથી તમામ પેમેન્ટ એપ્લિકેશન અને ડિજિટલ વોલેટમાં પૈસા ટ્રાન્ઝેક્શન કરવામાં સરળતા રહેશે.

બેંકના જણાવ્યા પ્રમાણે, આઈમોબાઈલ પે પેમેન્ટ અથવા બેંકિંગની સુવિધા માટે વિવિધ એપની આવશ્યકતાને પણ દૂર કરશે. કેમ કે, આ એપ ગ્રાહકોને તમામ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવામાં સક્ષમ કરશે. આ પ્રક્રિયામાં બેંક ગ્રાહકોએ જુદા જુદા બેંક અકાઉન્ટને આ એપથી જોડવા માટે જરૂરી કારણો પણ પ્રદાન કરશે.