તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ICG UDC, Civilian For Logistics Posts Recruitment 2021: 75 Vacancies For UDC, Civilian For Logistics Posts Posts, Indian Coast Guard Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અલગ-અલગ 75 જગ્યા પર ભરતી માટે અરજી માગી, 30 જૂન સુધી ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ એપ્લિકેશન ફી ભરવાની નથી - Divya Bhaskar
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ એપ્લિકેશન ફી ભરવાની નથી
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 78,800 - 2,09,200 રૂપિયા સુધીનો પગાર મળશે

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અપર ડિવીઝન ક્લાર્ક, નાગરિક સ્ટાફ અધિકારી સહિત અન્ય 75 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 1 મેથી શરુ થઈ ગઈ છે, તે આવનારા 60 દિવસો સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 30 જૂન સુધી આ જગ્યા પર ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 75

જગ્યાસંખ્યા
સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર02
સિવિલિયન સ્ટાફ ઓફિસર
સિવિલિયન ઓફિસર08
સેક્શન ઓફિસર07
અપર ડિવીઝન ક્લાર્ક46

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ સરકારી વિભાગમાં પોસ્ટેડ હોવો જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકરી જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 જૂન(60 દિવસની અંદર)

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 78,800 - 2,09,200 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ એપ્લિકેશન ફી ભરવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.