તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ICG Sarkari Naukri | ICG UDC, Civilian For Logistics Posts Recruitment 2021: 75 Vacancies For UDC, Civilian For Logistics Posts Posts, Indian Coast Guard Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અપર ડિવિઝન ક્લર્ક સહિતના વિવિધ પદો પર ભરતી જાહેર કરી, 28 જૂન સુધી અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • સરકારી વિભાગમાં કામ કરી રહેલા 56 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના પ્રદર્શનને આધારે કરવામાં આવશે

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અપર ડિવિઝન ક્લર્ક, સિવિલિયન સ્ટાફ ઓફિસર સહિતના 75 પદો પર ભરતી જાહેર કરી છે. આ પદો માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ ભરતી માટે 28 જૂન સુધી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 75 પદ

પદસંખ્યા
સિનીયર સિવિલિયન સ્ટાફ ઓફિસર02
સિવિલિયન સ્ટાફ ઓફિસર12
સિવિલિયન ગેઝેટેડ ઓફિસર08
સેક્શન ઓફિસર07
અપર ડિવિઝન ક્લર્ક46

યોગ્યતા

ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે
ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવાર સરકારી વિભાગમાં પદસ્થ હોવો જોઈએ. પદાનુસાર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
56 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 28 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જૂન

સિલેક્શન પ્રોસેસ

આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના પ્રદર્શનને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને 78,800 - 2,09,200 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
આ પદો માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી આપવી નહિ પડે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ડેડલાઈન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.