• Gujarati News
  • Utility
  • ICAI Seeks Feedback From Candidates For January Session Exams, Candidates Can Share Observations Till February 10

ICAI CA 2021:ICAIએ જાન્યુઆરી સેશનની પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી ફીડબેક માગ્યા, ઉમેદવારો 10 ફેબ્રુઆરી સુધી ઓબ્ઝર્વેશન શેર કરી શકે છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)એ જાન્યુઆરી 2021માં લેવામાં આવી રહેલી CA પરીક્ષા અંગે ઉમેદવારો પાસેથી ઓબ્ઝર્વેશન શેર કરવાનું કહ્યું છે. વિદ્યાર્થીઓને ફીડબેક શેર કરવા માટે ઈન્સ્ટિટ્યૂટે 10 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ icai.org પર જાહેર નોટિફિકેશન જોઈ શકે છે.

7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે પરીક્ષા
ઈન્સ્ટિટ્યૂટે જાહેર કરેલા નોટિફિકેશનમાં કહ્યું કે માત્ર તે વિદ્યાર્થીઓના ફીડબેક પર વિચાર કરવામાં આવશે જે પોતાની સંપૂર્ણ જાણકારી જેમ કે નામ, રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર, ઈમેલ-આઈડી અને મોબાઈલ નંબરની સાથે ફીડબેક આપશે. ICAI CA જાન્યુઆરીની પરીક્ષાઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

આ વર્ષથી 10માના વિદ્યાર્થીઓ પણ CA ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. જો કે, તેઓ અત્યારે પ્રોવિઝનલ તરીકે રજિસ્ટર્ડ હશે અને ફાઈનલ એડમિશન 12માની બોર્ડ પરીક્ષા પરિણામ પર નિર્ભર રહેશે.

ઈમેલ અથવા લેટર મોકલી શકે છે ઉમેદવારો
ઈન્સ્ટિટ્યૂટે પોતાનો ફીડબેક આપવા ઈચ્છતા ઉમેદવારોને તેમના ઓબ્ઝર્વેશન ઈમેલ અથલા લેટર દ્વારા મોકલી શકે છે. વિદ્યાર્થીઓ examfeedback@icai.in પર ઈમેલ મોકલી શકે છે, જ્યારે પોસ્ટ દ્વારા ‘એડિશનલ સેક્રેટરી (પરીક્ષા) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ICAI ભવન, ઈન્દ્રપ્રસ્થ માર્ગ, નવી દિલ્હી 110002 પર લેટર મોકલી શકે છે.