ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)એ CA મે સેશનની પરીક્ષાનું શેડ્યુલ આજે જાહેર કર્યું છે. જૂનાં અને નવા કોર્સ માટે ઇન્ટરમીડિએટ, ફાઈનલ અને PQCની પરીક્ષા 5 જુલાઈ, 2021થી શરુ થશે. મે સેશનની પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ ICAIની ઓફિશિયલ વેબસાઈટ icai.org પર નોટિફિકેશન જોઈ શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન જાહેર
આ વિશે જાહેર કરેલી ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે, ચાર્ટર્ડ અકાઉન્ટ ઈન્ટરમીડિએટ (IPC)(અન્ડર ઓલ્ડ સ્કીમ), ઈન્ટરમીડિએટ (અન્ડર ન્યૂ સ્કીમ) સહિત CA મે, 2021ની પરીક્ષાઓ હવે સોમવારે 5 જુલાઈ, 2021થી શરુ થશે. દરેક પરીક્ષાઓ માટે ડિટેલ્ડ પ્રોગ્રામ/નોટિફિકેશન જલ્દી જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત ઈન્સ્ટિટ્યુટે CA કેન્ડિડેટ્સનો ઓરિએન્ટેશન કોર્સ કે IT ટ્રેનિંગ પૂરી કરવાનો સમય વધારીને 30 જૂન સુધીનો કર્યો છે. પહેલાં આ ટાઈમ લિમિટ 31 મે, 2021 હતી.
પરીક્ષાનાં 40 દિવસ પહેલાં જાણકારી મળી
આની પહેલાં ઈન્સ્ટિટ્યુટે 27 એપ્રિલે જાહેર કરેલા નોટિફિકેશનમાં એક્ઝામ 21 અને 22 મેના રોજ લેવાની જાહેરાત કરી હતી. સાથે એ પણ કહ્યું હતું, પરીક્ષાની નવી તારીખ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 25 દિવસ પહેલાં આપવામાં આવશે.ઈન્સ્ટિટ્યુટે CA ઈન્ટરમીડિએટ, ફાઈનલ અને PQC કોર્સની તારીખ 40 દિવસ પહેલાં જાહેર કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.