તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • ICAI Postpones CA Exams At Kathmandu based Center In Nepal Due To Strict Lockdown

ICAI CA 2021:સ્ટ્રિક્ટ લોકડાઉનને લીધે ICAIએ નેપાળમાં કાઠમાંડુ સ્થિત સેન્ટર પર CA પરીક્ષાઓ મોકૂફ રાખી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5થી 20 જુલાઈ સુધી કાઠમાંડુ એક્ઝામ સેન્ટર પર એક પણ પરીક્ષા લેવામાં નહીં આવે
  • કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને બાકીના સેન્ટર પર પરીક્ષાઓ લેવાઈ રહી છે

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)એ આજથી એટલે કે 5 જુલાઈથી શરુ થનારી CA ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાઓ માટે અમુક કેન્દ્રો પર એક્ઝામ મોકૂફ રાખી છે. નવી અપડેટ પ્રમાણે, આ પરીક્ષાઓ નેપાળના કાઠમાંડુ સ્થિત અમુક કેન્દ્રો પર પોસ્ટપોન રાખી છે.

લોકડાઉનને લીધે પરીક્ષા પોસ્ટપોન થઈ
ઈન્સ્ટિટ્યુટે જણાવ્યું કે, નેપાળમાં સ્ટ્રિક્ટ લોકડાઉન અને પ્રતિબંધને લીધે CA ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાઓ હાલ માટે મોકૂફ કરી છે. ICAIએ આ વિશે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જાણકારી આપી છે. 5થી 20 જુલાઈ સુધી કાઠમાંડુ એક્ઝામ સેન્ટર પર એક પણ પરીક્ષા લેવામાં નહીં આવે.

આજથી પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ ઓફ ઈન્ડિયાની CA એક્ઝામ 2021 નવા અને જૂનાં સિલેબસ માટે આજે એટલે કે 5 જુલાઈથી શરુ થઈ ગઈ છે. દેશભરના અનેક સેન્ટર પર આ એક્ઝામ લેવાઈ રહી છે. પરીક્ષા દરમિયાન કોરોનાવાઈરસ માટે જાહેર કરેલી ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે.