તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ નવેમ્બરમાં યોજાયેલી CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડીએટ પરીક્ષાના પરિણામ હવે 7 અથવા 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ અંગે ICAIના ચેરમેન ધીરજ ખંડેલવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી છે. અગાઉ 31 જાન્યુઆરીએ આપવામાં આવેલી જાણકારી અનુસાર, CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડીએટના પરિણામ 3 ફેબ્રુઆરીએ જાહેર થવાના હતા.
CA inter and foundation result will take some more time , wait for Icai notification for date of result , next expected date May be 7/8th February. https://t.co/c3KVwYueKU
— DHIRAJ KHANDELWAL (@kdhiraj123) February 2, 2021
7 અથવા 8 ફેબ્રુઆરીએ રિઝલ્ટ જાહેર થશે
ધીરજ ખંડેલવાલે પોતાની પોસ્ટમાં લખ્યું, “CA ઈન્ટર અને ફાઉન્ડેશન બંનેના પરિણામ જાહેર થવામાં થોડો સમય લાગશે. આ અંગે ઈન્સ્ટિટ્યૂટના નોટિફિકેશનની રાહ જુઓ. પરિણામો આગામી તારીખ 7 અથવા 8 ફેબ્રુઆરીએ આવી શકે છે. પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો એક્ઝામ પોર્ટલ, icaiexam.icai.org અથવા રિઝલ્ટ પોર્ટલ caresults.icai.org પર ચેક કરી શકાશે. આ અગાઉ ICAIએ 1 ફેબ્રુઆરીએ CA ફાઈનલ (ઓલ્ડ અને ન્યૂ કોર્સ)ના પરિણામ જાહેર કર્યા હતા.
આ રીતે ચેક કરો પરિણામ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.