ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ મેમાં યોજાનારી પરીક્ષાનું શિડ્યુઅલ જાહેર કર્યું. ICAIએ ઓફિશિયલ પોર્ટલ પર પરીક્ષાનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલના અનુસાર, ઈન્ટરમીડિએટ અને ફાઈનલ યરની પરીક્ષાઓ 21 અને 22 મેથી શરૂ થશે. પરીક્ષામાં સામેલ થવા માગતા ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર સંપૂર્ણ શિડ્યુઅલ ચેક કરી શકે છે. આ પરીક્ષા સિંગલ શિફ્ટમાં બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
31 માર્ચથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org દ્વારા 31 માર્ચથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ 13 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઉમેદવારોને પરીક્ષા માટે ઓનલાઈન ફી જમા કરાવી પડશે. તેમજ 26 મે સુધી બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા છે જેના કારણે કોઈ પરીક્ષા નક્કી નથી. તે ઉપરાંત પરીક્ષા સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવારો ICAI ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.
ચેક કરો શિડ્યુઅલ
કોર્સ | ડેટ |
ઈન્ટરમીડિએટ (IPC) કોર્સ એક્ઝામ- ઓલ્ડ સ્કીમ | ગ્રુપ 1- 22 મે, 24 મે, 27 મે અને 29 મે ગ્રુપ 2- 31 મે, 2 જૂન અને 4 જૂન 2021 |
ઈન્ટરમીડિએટ કોર્સ પરીક્ષા- નવી સ્કીમ | ગ્રુપ 1- 22 મે, 24 મે, 27 મે અને 29 મે 2021 ગ્રુપ 2- 31 મે, 2 જૂન, 4 જૂન અને 6 જૂન |
ફાઈનલ કોર્સ પરીક્ષા (જૂની અને નવી સ્કીમ) | ગ્રુપ 1- 21 મે, 23 મે, 25 મે અને 28 મે |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.