ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA ફાઈનલ એક્ઝામના રિઝલ્ટ જાહેર કર્યા. CA નવેમ્બર 2020ના ઓલ્ડ અને ન્યૂ કોર્સ માટે લેવામાં આવેલી પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો પોતાનું રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ ઈન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org પર ચેક કરી શકે છે.
ઓલ્ડ સ્કીમમાં 242 અને ન્યૂમાં 2790 ઉમેદવારો પાસ થયા
CA ઓલ્ડ સ્કીમમાં ગ્રુપ-I અને ગ્રુપ-II બંને મળીને કુલ 4,143 ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા, જેમાંથી 242 ઉમેદવારો પાસ થયા. જ્યારે CA ન્યૂ સ્કીમમાં ગ્રુપ-I અને ગ્રુપ-IIમાં કુલ 19284 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2790 ઉમેદવારો સફળ થયા.
આ રીતે ચેક કરો રિઝલ્ટઃ
રિઝલ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો.
SMS દ્વારા પર રિઝલ્ટ જોઈ શકશો
ICAIએ CA વિદ્યાર્થીઓ માટે SMS દ્વારા પણ CA ફાઈનલ રિઝલ્ટ જોવાની વ્યવસ્થા કરી છે. તેના માટે ઉમેદવારોએ પોતાનો રોલ નંબર નિર્ધારિત ફોર્મેટમાં 57575 નંબર પર મોકલવાનો રહેશે. ઓલ્ડ અને ન્યૂ કોર્સ માટે નિર્ધારિત ફોર્મેટ જોવા માટે નોટિફિકેશન ચેક કરી શકો છો.
ઈન્સ્ટિટ્યૂટે જાણકારી આપી
આ અંગે ઈન્સ્ટિટ્યૂટએ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, CA ફાઈનલ (ઓલ્ડ અને ન્યૂ) કોર્સના તમામ વિદ્યાર્થીઓના પરિણામ 1 ફેબ્રુઆરીએ મોડી સાંજે અથવા 2 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. નવેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org,caresults.icai.org અને cai.nic.in દ્વારા પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.