તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • IBPS Releases Prelims Exam Result And Man Exam Admit Card, Exam Will Start From 28th February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IBPS ક્લાર્ક 2020:IBPSએ પ્રીલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ અને મેન એક્ઝામનાં એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, પરીક્ષા 28 ફેબ્રુઆરીથી શરૂ થશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ (IBPS)એ ક્લાર્ક પોસ્ટ્સની ભરતી માટે લેવામાં આવેલી પ્રીલિમ્સ પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કર્યું છે. પ્રીલિમ્સ પરીક્ષામાં સામલે થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવાની સાથે જ ઇન્સ્ટિટ્યૂટે મેન એક્ઝામ માટે ક્વોલિફાય સ્ટુડન્ટ્સનાં એડમિટ કાર્ડ પણ બહાર પાડ્યાં છે. જેને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ડાઉનલોડ કરી શકશે.

મેન એક્ઝામ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે
IBPS કલાર્ક પ્રીલિમ્સ પરીક્ષા 2020 દેશના મોટા શહેરોમાં 5, 12 અને 13 ડિસેમ્બર 2020ના રોજ લેવામાં આવી હતી. તેમજ, પ્રીલિમ્સ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે 28 ફેબ્રુઆરીએ યોજાનારી મેન એક્ઝામમાં હાજર રહેશે. પરીક્ષામાં 200 ગુણના 190 પ્રશ્નો હશે, જેના માટે ઉમેદવારોને 2 કલાક અને 40 મિનિટનો સમય આપવામાં આવશે.

કુલ 2,557 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
કલાર્ક ભરતી પરીક્ષા માટેની ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ 2 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. ભરતી માટે જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, પરીક્ષા દ્વારા બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ભારતીય બેંક, પંજાબ અને સિંધ બેંક, અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત દેશની વિવિધ બેંકોમાં કુલ 2,557 કલાર્ક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો