તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • IBPS Re opens Application Window For 2,557 Posts Of Clerk, Candidates Will Be Able To Apply Till November 6

સરકારી નોકરી:IBPSએ ક્લાર્કના 2,557 પદ માટે એપ્લિકેશન વિંડો રિ-ઓપન કરી, ઉમેદવારો 6 નવેમ્બર સુધી અપ્લાય કરી શકશે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ 2,557 ક્લાર્કના પદ માટે અરજી કરવા માટે એપ્લિકેશન વિંડો રિ-ઓપન કરી છે. ક્લાર્ક ભરતી પરીક્ષા 2020માં ભાગ લેવા ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન આજથી એટલે કે 23 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર અરજી કરી શકે છે. એપ્લિકેશન વિંડો 6 નવેમ્બર 2020 સુધી ખુલ્લી રહેશે.

IBPSએ ગત મહિને પબ્લિક સેક્ટરની વિવિધ બેંકોમાં 1,557 ક્લાર્ક પદની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું, જે પછીથી વધારીને 2,557 કરવામાં આવ્યું છે. તેમજ, CRP ક્લાર્ક-એક્સ ભરતી 2021-22ના લિસ્ટ મુજબ, પ્રારંભિક પરીક્ષા 5, 12 અને 13 ડિસેમ્બર 2020ના રોજ લેવામાં આવશે.

એલિજિબિલિટી
IBPS કલાર્ક ભરતી માટે અરજી કરતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા તરફથી કોઈપણ ઇનસ્ટિટ્યૂટમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા
6 નવેમ્બર 2020ના રોજ તેની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ બેંકોમાં ભરતી થશે

 • બેંક ઓફ બરોડા
 • કેનેરા બેંક
 • ઇન્ડિયન ઓવરસીઝ બેંક
 • યુકો બેંક
 • બેંક ઓફ ઇન્ડિયા
 • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
 • પંજાબ નેશનલ બેંક
 • યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
 • બેંક ઓફ મહારાષ્ટ્ર
 • ઇન્ડિયન બેંક
 • પંજાબ અને સિંધ બેંક
અન્ય સમાચારો પણ છે...