• Gujarati News
  • Utility
  • IBPS Has Released Bumper Recruitment For Graduate Candidates, 4135 Posts Can Be Applied Till November 10, 2021

સરકારી નોકરી:IBPSએ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બંપર ભરતી બહાર પાડી, 4135 પદો માટે 10 નવેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંકિંગ ઓફ પર્સનલ સિલેક્શન (IBPS)એ રાષ્ટ્રીય બેંકોમાં સરકારી નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા કુલ 4135 પદો પર ભરતી કરવામાં આવશે. આ વેકેન્સી બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેનીની હશે.

લાયકાત
આ વેકેન્સી માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર IBPSની ઓફિશિયલ વેબસાઈટ ibps.in પર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ દ્વારા અરજી કરી શકે છે.

અરજીની તારીખ
અરજીની પ્રક્રિયા 20 ઓક્ટોબરથી 10 નવેમ્બર 2021 સુધી ચાલુ રહેશે.

સિલેક્શન પ્રોસેસ
આ પદ પર ઉમેદવારોનું સિલેક્શન પ્રીલિમ્સ, મેઈન અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
  • રિક્રૂટમેન્ટ લિંક પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો અને તમારું યુઝર ID અને પાસવર્ડ જનરેટ કરો.
  • ત્યારબાદ લોગઈન કરો અને ફોર્મ ભરો.
  • ફી જમા કરો અને ફાઈનલ સબમિટ કરો.
  • ફોર્મની એક નકલ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો.

અરજી કરનાર ઉમેદવારો નોટિફિકેશનમાં આપવામાં આવેલી ડિટેઈલ્સ વાંચી શકે છે. IBPSની તરફથી કોઈપણ ઉમેદવારનું ખોટું ભરેલું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.