તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ વિવિધ બેંકોમાં ભરતી માટે લેવાતી IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2021, IBPS RRB PO પરીક્ષા 2021, IBPS ક્લાર્ક પરીક્ષા 2021, IBPS PO પરીક્ષા 2021 અને IBPS SO પરીક્ષા 2021 સહિત અન્ય ભરતી પરીક્ષા માટે IBPS કેલેન્ડર 2021-22 જાહેર કરી દીધું છે. આખું વર્ષ ચાલતી પરીક્ષાઓમાં સામેલ થવા ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જઇને ચેક કરી શકે છે.
ભરતી પ્રક્રિયા 9 મહિનામાં પૂરી થશે
આ વર્ષે જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કની જગ્યાઓની ભરતી પ્રક્રિયા 9 મહિનામાં પૂરી થઈ જશે. RRBમાં ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ્સ અને બેંકોમાં ક્લાર્કની પોસ્ટ્સ માટે ઉમેદવારોની સિલેક્શન પ્રોસેસ હેઠળ છેલ્લો તબક્કો 2021 ઓક્ટોબર સુધીમાં પૂરો કરી લેવામાં આવશે.
ઓક્ટોબરમાં PO/MT પોસ્ટ્સ માટે પ્રારંભિક પરીક્ષા લેવાશે
તેમજ, PO/MT પોસ્ટ્સ માટેની પ્રારંભિક પરીક્ષા 9, 10, 16 અને 17 ઓક્ટોબર અને મુખ્ય પરીક્ષા 27 નવેમ્બર 2021ના રોજ લેવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ્સ માટે પ્રારંભિક પરીક્ષા 18 અને 26 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે અને ત્યારબાદ સફળ ઉમેદવારો માટેની મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન અહીં ચેક કરો
IBPS પરીક્ષાનું નામ | IBPS પ્રીલિમ્સ પરીક્ષાની તારીખ | IBPS મુખ્ય પરીક્ષાની તારીખ |
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2021 | 01 ઓગસ્ટ 2021 07 ઓગસ્ટ 2021 08 ઓગસ્ટ 2021 14 ઓગસ્ટ 2021 21 ઓગસ્ટ 2021 | 03 ઓક્ટોબર 2021 |
IBPS RRB PO પરીક્ષા 2021 | 01 ઓગસ્ટ 2021 07 ઓગસ્ટ 2021 08 ઓગસ્ટ 2021 14 ઓગસ્ટ 2021 21 ઓગસ્ટ 2021 | 25 સપ્ટેમ્બર 2021 |
IBPS RRB ઓફિસર સ્કેલ 1 and 2 પ્રીલિમ્સ પરીક્ષા 2021 | 25 સપ્ટેમ્બર 2021 | - |
IBPS ક્લાર્ક પરીક્ષા 2021 | 28 ઓગસ્ટ 2021 29 ઓગસ્ટ 2021 04 સપ્ટેમ્બર 2021 05 સપ્ટેમ્બર 2021 | 31 ઓક્ટોબર 2021 |
IBPS PO પરીક્ષા 2021 | 09 ઓક્ટોબર 2021 10 ઓક્ટોબર 2021 16 ઓક્ટોબર 2021 17 ઓક્ટોબર 2021 | 27 નવેમ્બર 2021 |
IBPS SO Exam 2021 | 18 ડિસેમ્બર 2021 26 ડિસેમ્બર 2021 | 30 જાન્યુઆરી 2020 |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.