તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ ઓફિસર સ્કેલ-1 ભરતી મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જે ઉમેદવારો IBPS ઓફિસર સ્કેલ-1 ભરતી મુખ્ય પરીક્ષા 2020માં સામેલ થયા હતા તેઓ ઓફિસિયલ વેબસાઇટ ibps.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે.
30 જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી
30 મી જાન્યુઆરીએ RRB ઓફિસર સ્કેલ-1ની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ હવે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષા ક્લિયર કરી ચૂકેલા ઉમેદવારોને હવે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 18 ઓક્ટોબરના રોજ લેવાની હતી. પરંતુ કેટલાક ઓફિશિયલ/ટેક્નિકલ કારણોસર તે મુલતવી રાખવામાં આવી હતી.
સિલેક્શન કેવી રીતે થશે?
IBPS દ્વારા દેશની વિવિધ બેંકોમાં ઓફિસર સ્કેલ-1ની ભરતી માટે ત્રણ તબક્કાની પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં સામેલ કરવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અંતે, ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરેલાં મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવે છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.