તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Hurry Up If You Haven't Filed An ITR Yet, Or You'll Have To Pay Double TDS From Next Month; Find Out Here What The New Testament Is

ટેક્સની વાત:જો તમે હજી સુધી ITR ફાઈલ નથી કર્યું તો જલ્દી કરો, નહીં તો આવતા મહિનાથી તમારે ડબલ TDS ચૂકવવો પડશે; અહીં જાણો શું છે નવો નિયમ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ ન કરતા લોકો માટે નિયમો કડક બનાવ્યા છે
  • નવા નિયમ પ્રમાણે, 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TDSના દર 10-20% હશે જે સામાન્ય રીતે 5-10% હોય છે

સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ ન કરતા લોકો માટે નિયમો કડક બનાવ્યા છે. તેના અંતર્ગત હવે ITR ફાઈલ ન કરવા બદલ ડબલ TDS ચૂકવવો પડશે. નવા નિમયોના અનુસાર, જે લોકોએ ITR ફાઈલ નથી કર્યું, તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. નવા નિયમ પ્રમાણે, 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TDSના દર 10-20% હશે જે સામાન્ય રીતે 5-10% હોય છે.

આ રીતે TDS આપવો પડશે
નવા TDS નિયમોના અનુસાર, ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 206AB અંતર્ગત આવકવેરા કાયદાની હાલની જોગવાઈઓનો બમણો અથવા પ્રવર્તમાન દરના ડબલ અથવા 5%માંથી જે પણ વધારે હશે તે પ્રમાણે TDS વસૂલવામાં આવી શકે છે. TCS માટે પણ હાલની જોગવાઈઓ અનુસાર, પ્રવર્તમાન દર અથવા 5% માંથી જે પણ વધારે હશે તેના હિસાબથી તે ચૂકવવાપાત્ર રહેશે.

આ મામલાઓમાં આ નિયમ લાગુ નહીં થાય
આવકવેરા કાયદાનો (સેક્શન 206AB)આ નિયમ સેલરી, કર્મચારીઓની બાકીની ચૂકવણી, ક્રોસ વર્ડ અને લોટરીમાં જીતેલી રકમ, હોર્સ રેસ પર જીતેલી રકમ, સિક્યોરિટાઈઝેશન ટ્રસ્ટમાં રોકાણમાંથી પ્રાપ્ત આવક અને કેશ વિડ્રોઅલ પર લાગુ નહીં થાય. સેક્શન 206AB અંતર્ગત ભારતમાં કાયમી સ્થાયી ન રહેતા નોન-રેસિડેન્ટ ટેક્સપેયર પર પણ આ લાગુ નહીં થાય.

જો બંને સેક્શન 206AA (પેન ન રહેવાની સ્થિતિમાં વધારે TDS રેટ) અને 206AB લાગુ થાય છે તો TDS રેટ ઉપર જણાવેલા દરો કરતા વધારે હશે. તેમજ સેક્શન 206CC અને 206CCA અંતર્ગત વધારે TCS લાગુ થશે.

હવે 30 સપ્ટેમ્બર સુધી ITR ફાઈલ કરી શકાશે
એસેસમેન્ટ યર (2021-22)નું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. કોરોના સંક્રમણના કારણે સરકારે ટેક્સ ફાઈલ કરવા સંબંધિત તારીખોને લંબાવાનો નિર્ણય લીધો છે.

શું છે TDS?
જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્રોતો જેમ કે પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે પર કાપવામાં આવે છે. કોઈપણ સંસ્થા (જે TDSના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે એક ચોક્કસ રકમ TDS તરીકે કાપે છે.

TCS શું છે?
TCS ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ હોય છે. તેનો અર્થ સ્રોત પર એકત્રિત ટેક્સ (આવકમાંથી એકત્રિત કર) સાથે હોય છે. TCSની ચૂકવણી સેલરી, ડીલર, વેન્ડર અને દુકાનદાર દ્વારા કરવામાં આવે છે. જો કે, તે કોઈપણ માલ વેચતી વખતે ખરીદાર અથવા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. વસૂલ્યા પછી તેને જમા કરાવવાનું કામ સેલર અથવા દુકાનદારનું હોય છે.

તે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 206C હેઠળ કન્ટ્રોલ કરી શકાય છે. ફક્ત અમુક વસ્તુઓના વેચાણકર્તાઓ જ તેને કલેક્ટ કરી શકે છે. આ વસ્તુઓમાં ઇંડાના લાકડાં, ભંગાર, ખનિજ, તેંદુ પાનનો સમાવેશ થાય છે. જ્યારે પેમેન્ટ એક મર્યાદાથી વધારે હોય ત્યારે જ આ પ્રકારનો ટેક્સ કાપવામાં આવે છે.