હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડ (HURL)એ ઓપરેટર, ટેક્નીશિયન, લેબ અસિસ્ટન્ટ સહિત 500થી વધુ જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 513 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 3 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 16 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
જગ્યાની સંખ્યા: 513
લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે B.A./B.SC./B.Comની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ડીપ્લોમા હોલ્ડર પણ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.
ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 25થી 40 વર્ષ હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.
મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 3 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 ઓગસ્ટ
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટને આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
જનરલ/OBC-300 રૂપિયા
SC/ST/એક્સ-સર્વિસમેન-કોઈ ફી નથી
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 16 ઓગસ્ટ સુધી hurl.net.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.