આજથી IPL (ઈન્ડિયન પ્રિમિયમ લીગ) શરૂ થવા જઈ રહી છે. લીગની પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. વિવિધ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરેલા સ્પેશિયલ પ્લાનમાં 399 રૂપિયાનું 1 વર્ષનું ડિઝનીપ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. જો તમે આ મેચ તમારા સ્માર્ટફોનમાં લાઈવ જોવા માગો છો તો તેના માટે કઈ એપ અને ડેટા પેક જરૂરી છે તેની વિગતો જાણો...
1. ડિઝનીપ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન
IPLનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝનીપ્લસ હોટસ્ટાર પર થશે. તેવામાં તમારી પાસે ડિઝનીપ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. તેના 1 વર્ષનું સબ્સ્ક્રિપ્શન 399 રૂપિયાનું હોય છે. મેચ સાથે તેમાં ડિઝનીપ્લસ અને હોટસ્ટારના કન્ટેન્ટ પણ જોઈ શકાશે.
2. જિયો યુઝર્સ ડેટા પેક
રિલાયન્સ જિયોએ IPL જોવા માટે ઘણા ક્રિકેટ પ્લાન લોન્ચ કર્યાં છે. તેમાં ડેટા સાથે ડિઝનીપ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. તેની કિંમત 401 રૂપિયાથી શરૂ થાય છે.
જિયોના પ્લાન્સ
A.ક્રિકેટ પેક
આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા મળે છે. 56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં 1 વર્ષનું 399 રૂપિયાનું ડિઝનીપ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. ડેટા લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ 64Kbps થશે.
B.પેક વિથ વોઈસ
401 રૂપિયા
આ પેકમાં પ્રતિદિવસ 3GB ડેટા 4G સ્પીડે મળશે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિડેટ ફ્રી વોઈસ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 મિનિટ મળશે. ડેટા લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ 64Kbps થશે.
777 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5GB સાથે એક્સ્ટ્રા 5GB ડેટા મળે છે. તેમાં જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ, નોન જિયો માટે 3000 મિનિટ્સ મળે છે. તેમાં પ્રતિ દિવસ 100 SMSની પણ સુવિધા મળે છે. આ પ્લાનમાં પણ ડિઝનીપ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
2599 રૂપિયા
365 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં પ્રતિદિવસ 2GB ડેટા 4G સ્પીડે મળશે. આ પ્લાનમાં જિયો ટુ જિયો અનલિમિડેટ ફ્રી વોઈસ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 12 હજાર મિનિટ મળશે. પ્રતિદિવસ 100SMS પણ મળશે. ડેટા લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ 64Kbps થશે.
C.ડેટા એડ ઓન પેક્સ
આ પેકમાં કંપનીએ 4 પ્લાન લોન્ચ કર્યાં છે. તેમાં વધારે ડેટા મળશે. જોકે તેમાં વોઈસ કોલિંગ કે SMSની સુવિધા નહિ મળે.
3. એરટેલ પ્લાન્સ
જો તમે એરટેલ યુઝર જો તો તમારે IPL જોવા માટે સ્પેશલ ડેટા પ્લાન લેવા પડશે. આ પ્લાનમાં ડિઝનીપ્લસ હોટસ્ટાર VIPનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે. સાથે જ એરટેલ એક્સટ્રીમ વીડિયોની પણ સુવિધા મળશે.
જિયો ફાઈબરના પ્લાન્સ
રિલાયન્સ જિયોએ ફાઈબર યુઝર્સ માટે પણ નવા પ્લાન્સ લોન્ચ કર્યાં છે. તેમાં ડેટા સાથે ડિઝનીપ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. સાથે જ સોનિ લિવ, વૂટ, zee5 સહિતનાં OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.