ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે કોલ્ડડ્રિંક, આઇસક્રીમ, પીણાંનો સહારો લેતા હોય છે, પરંતુ ક્યારેક આ ઠંડક જ મોતનું કારણ બની શકે છે. થોડા દિવસ પહેલાં રાજસ્થાનના નાગોરમાં આ પ્રકારની જ ઘટના બની છે. 3 બાળકનાં મોત ખરાબ આઇસક્રીમને કારણે થયાં છે.
આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું કે આઇસક્રીમ ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અસલી આઇસક્રીમને કેવી રીતે ઓળખી શકાય...
સવાલ: આઇસક્રીમ ખાધા પછી બાળકોનાં મોત કેવી રીતે થયાં?
જવાબ: બાળકોએ જે કુલફી-આઇસક્રીમ ખાધો એ સ્થાનિક ફેક્ટરીઓમાંથી બનાવવામાં આવ્યો હતો. ભાસ્કરની ટીમ દ્વારા આ કારખાનાંને ટ્રેસ કરવામાં આવ્યાં હતાં ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
આ ફેક્ટરીઓમાં આઇસક્રીમ બનાવવા માટે વપરાતું દૂધ કાદવ જેવું દુર્ગંધ મારતું હતું અને એના પર માખીઓ પણ જોવા મળી હતી. આ સાથે જ આઇસક્રીમ-કુલફી બનાવવા માટે વર્ષો જૂના રંગ અને એક્સપાયરી ડેટ સાથેના ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ડોલમાં મિશ્રણ રેડવામાં આવતું હતું એ કચરાની ડોલ જેવી દેખાતી હતી.
પ્રશ્ન : આપણે બધા ઉનાળામાં કુલફી - આઇસક્રીમ ખાઈએ છીએ, આ સ્થિતિમાં અસલી અને નકલી કેવી રીતે ઓળખી શકાય?
જવાબ : દર વર્ષે લાખો લોકો માત્ર ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી જ બીમાર પડે છે. ભારત સરકારે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સંબંધિત અનેક ધોરણો નક્કી કર્યાં છે. સામાનની ગુણવત્તા નક્કી કરવા માટે સરકારે એના પર કેટલાંક વિશિષ્ટ ચિહ્નો અથવા સ્ટેમ્પ લગાવ્યાં છે. આઇસક્રીમ અથવા કોઈપણ પ્રકારનો સામાન ખરીદતી વખતે આ ફૂડ પ્રોડક્ટ પેકિંગ પર FSSAI અને ISના ટેગ હોય છે, જે એની શુદ્ધતા દર્શાવે છે.
આઇસક્રીમ ખરીદતી વખતે ધ્યાન રાખો કે એના બોક્સ અથવા પેકેટ પર IS 2802 ટેગ છે. આ કોડ બ્યૂરો ઓફ સર્ટિફિકેશન દ્વારા આઇસક્રીમ કંપનીઓને આપવામાં આવે છે, જે આઇસક્રીમની શુદ્ધતાનો પુરાવો આપે છે.
આઇસક્રીમ ખરીદતી વખતે આ વાતો ખાસ યાદ રાખો
લખનઉની ફાતિમા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. મૃત્યુંજય પાંડે કહે છે, રસ્તા પર મળતા દરેક સ્થાનિક આઇસક્રીમ-કુલફી ખાવાનું ટાળવું જોઇએ. આ આઇસક્રીમ સસ્તો અને હલકી ગુણવત્તાવાળો હોય છે.
રાજસ્થાનના કિસ્સામાં બાળકોનાં મોતના કારણમાં આ વાત સામે આવી છે. આજે દેશના અન્ય ભાગોમાં તપાસ કરવામાં આવે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી શકે છે. યાદ રાખો, આઇસક્રીમ હોય કે કોઈપણ ખાદ્યપદાર્થ, જો એને બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો એ ફૂડ પોઈઝનિંગ તરફ દોરી શકે છે, જેમાં મૃત્યુનું જોખમ અનેકગણું વધી શકે છે.
જો તમને કંઈપણ ખાધા પછી પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા અને નબળાઈ હોય તો તરત જ તમારા ડૉક્ટરને મળો. થોડી બેદરકારી જીવન પર ભારે પડી શકે છે.
હવે વાત એવા લોકો વિશે કરવામાં આવે, જેઓ વધુ આઇસક્રીમ ખાય છે ...
કુલફી-આઇસક્રીમના ગેરફાયદા
રોજ વધુ આઇસક્રીમ ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. નીચેનાં ગ્રાફિક્સ પરથી સમજીએ..
ગ્રાફિક્સ વાંચો અને અન્ય લોકો સાથે શેર કરો.
ઉપરોક્ત ક્રિએટિવ્સ વિગતવાર સમજીએ... કેવી રીતે અને શા માટે માત્ર આઇસક્રીમ ખાવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે…
પેટની ચરબી : આઇસક્રીમમાં ખાંડ, કેલરી, ચરબી હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં નથી આવતી. એમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. આ સ્થિતિમાં વધુ પ્રમાણમાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ ખાવાથી પેટમાં ચરબી જમા થાય છે.
જો તમે દરરોજ 3-4 આઇસક્રીમ ખાઓ છો, તો 1000થી વધુ કેલરી શરીરમાં જાય છે, જે વજન વધારી શકે છે.
અપચો એટલે કે પાચનની સમસ્યા : આઇસક્રીમમાં ચરબી હોવાથી એને પચવામાં વધુ સમય લાગે છે. એને કારણે પેટ ફૂલી જાય છે અને અપચો થઇ જાય છે. ઝડપથી પચતો ન હોવાને કારણે રાત્રે આઇસક્રીમ ખાધા પછી ઊંઘ સારી નથી આવતી.
હૃદયરોગ : આઇસક્રીમમાં પૂરતા પ્રમાણમાં ચરબી હોય છે. વધુ આઇસક્રીમ ખાવાથી ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટેરોલનું લેવલ વધે છે.
જો તમારું વજન વધારે છે અને હાઈ બ્લડપ્રેશર છે, તો દરરોજ વધુ પડતો આઇસક્રીમ ખાવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
એક કપ વેનીલા આઇસક્રીમમાં 10 ગ્રામ સુધી આર્ટરી- ક્લોગિંગ સેચ્યુરેટેડ ફેટ અને 28 ગ્રામ ખાંડ હોય છે.
મેમરી પાવર વીક : આઇસક્રીમમાં મળતા સેચ્યુરેટેડ ફેટ અને સુગરી ફૂડના વધુ પડતા સેવનને કારણે વિચારવાની અને સમજવાની ક્ષમતા નબળી પડી જાય છે તેમજ યાદશક્તિ નબળી પડી શકે છે. આ ફક્ત એક કપ આઇસસ્ક્રીમ ખાવાથી પણ થઈ શકે છે, પરંતુ એ તમારા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે.
હાઈ સુગર લેવલઃ આઇસક્રીમમાં ઘણીબધી ખાંડ હોય છે. એને ખાધા પછી બ્લડસુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આઇસક્રીમ ખાવાનું ટાળવું જોઈએ.
જાણો આઇસક્રીમ સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો…
પ્રશ્ન: દિવસમાં કેટલો આઇસક્રીમ ખાવો જોઈએ?
જવાબ: સ્વાદ માટે દિવસમાં એકવાર ખાઈ શકો છો. પેટ ભરીને અને રોજ ખાવાની આદત ન બનાવો.
પ્રશ્ન: આઇસક્રીમ ખાવાનું કોણે ટાળવું જોઈએ?
જવાબ: આ લોકોએ દરરોજ આઇસક્રીમ ખાવાનું ટાળવું જોઈએ-
પ્રશ્ન: ઘણા લોકો જમ્યા બાદ આઇસક્રીમ ખાય છે, શું એ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે?
જવાબઃ લંચ અને ડિનર બંને પછી ક્યારે પણ આઇસક્રીમ ન ખાવો જોઈએ. હકીકતમાં આઇસક્રીમમાં વધુ ચરબી હોય છે. એને કારણે એ પાચનતંત્રને ધીમું કરે છે. ખોરાક પચવામાં સમય લાગે છે અને પેટ ભારે થવા લાગે છે.
પ્રશ્ન: આઇસક્રીમ ખાધા પછી તરસ કેમ લાગે છે?
જવાબઃ આઇસક્રીમ ખાવામાં ઠંડો લાગે છે પણ એની અસર ગરમ છે. આઇસક્રીમમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી શરીરની અંદર ગરમીનું નિર્માણ થવા લાગે છે. આ જ કારણ છે કે આઇસક્રીમ ખાધા પછી વ્યક્તિને ખૂબ તરસ લાગે છે. આ સ્થિતિમાં ઉનાળામાં તમારે યોગ્ય પ્રમાણમાં આઇસક્રીમ ખાવો જોઈએ.
પ્રશ્ન: આઇસક્રીમ ખાધા પછી મને તરસ લાગે તો શું હું તરત જ પાણી પી શકું?
જવાબઃ ના, આઇસક્રીમ ખાધા પછી તરત જ પાણીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આઇસક્રીમ ખાધાની થોડી જ મિનિટોમાં પાણી પી લો તો એનાથી ગળામાં સમસ્યા થવા લાગે છે. ગળામાં ખારાશ પણ થઈ શકે છે. એને કારણે દાંતમાં પણ સમસ્યા થાય છે, તેથી જ્યારે પણ તમે આઇસક્રીમ ખાઓ ત્યારે 15 મિનિટ પછી જ પાણી પીવાનો પ્રયાસ કરો.
પ્રશ્ન: એક તરફ એવું કહેવાય છે કે આઇસક્રીમ દાંતને નુકસાન પહોંચાડે છે, તો બીજી તરફ દાંતના દુખાવા કે દાંતની સારવાર પછી આઇસક્રીમ ખાવાની સલાહ કેમ આપવામાં આવે છે?
જવાબ: આઇસક્રીમ ખાવામાં ઠંડો છે. એ દાંતના દુખાવા દરમિયાન મોઢામાં સોજો ઓછો કરે છે. ઉપરાંત દાંતની સર્જરીના કિસ્સામાં આઇસક્રીમનો ઉપયોગ રક્તસ્રાવને રોકવા માટે થાય છે, તેથી જ ડોક્ટરો એને ખાવાની ભલામણ કરે છે.
પ્રશ્ન: શું બજારમાં ઉપલબ્ધ સુગર ફ્રી આઇસક્રીમ અને કુલફી ડાયાબિટીસના દર્દી માટે ખરેખર આરોગ્યપ્રદ છે?
જવાબ: એ સ્વાસ્થ્યપ્રદ નથી, પરંતુ સુગર ફ્રી આઇસક્રીમ ડાયાબિટીસના દર્દીઓ માટે એક વિકલ્પ છે.
જો તમે ઘરે આઇસક્રીમ અને કુલફી બનાવો તો બધી સમસ્યાઓનો ઉકેલ છે ...
નિષ્ણાત પેનલ:
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.