ટેક ટિપ્સ:વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસમાં માત્ર 1 મિનિટમાં લિંક થઈ જશે બેંક અકાઉન્ટ, આટલા જ સમયમાં સર્વિસ બંધ પણ કરી શકો છો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેંક સાથે રજિસ્ટર્ડ નંબર પર વ્હોટ્સએપ અકાઉન્ટ હોવું જરૂરી

ડિજિટલ પેમેન્ટ માટે અત્યાર સુધી પેટીએમ, ગૂગલ પ્લે, UPI ઓપ્શન અવેલેબલ હતા. તેની હરોળમાં હવે વ્હોટ્સએપ પેમેન્ટ ઓપ્શન પણ છે. NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના આંકડા પ્રમાણે વ્હોટ્સએપ UPIથી ઓક્ટોબર મહિનામાં 104.1 કરોડ ટ્રાન્જેક્શન થયા છે. જો તમે વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવા માગતા હો અથવા આ સર્વિસ દૂર કરવા માગતા હો તો અમે તેની આખી પ્રોસેસ જણાવી રહ્યા છીએ...

વ્હોટ્સએપ પેમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસના એક્સેસ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

 • તમારી પાસે એક બેંક અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઈલ નંબર હોવો જોઈએ.
 • ત્યારબાદ તમારા વ્હોટ્સએપમાં ફોટો-વીડિયો મોકલવામાં આવતા અટેચમેન્ટ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમને પેમેન્ટનો ઓપ્શન મળશે.
 • તેના પર ક્લિક કરવાથી રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે. અહીં તમારે બેંક અકાઉન્ટ અને અન્ય માહિતી આપવી પડશે.
 • રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે ફોન કોલ્સ અને મેસેજ વાંચવાની પરવાનગી આપવી પડશે.
 • ત્યારબાદ પેમેન્ટ કરવા માટે UPI પાસકોડ બનાવવો પડશે.
 • જો તમારી પાસે પહેલાંથી જ UPI પાસકોડ છે તો તેનો પણ વ્હોટ્સએપ પર ઉપયોગ કરી શકો છો.

વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસ ક્લોઝ કરવાની પ્રોસેસ
જો તમે કોઈ કારણોસર પેમેન્ટ સર્વિસ બંધ કરાવવા માગો છો તો સૌ પ્રથમ વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો. આ પ્રોસેસ ફોલો કરી તમે સર્વિસ બંધ કરી શકો છો

 • સૌ પ્રથમ વ્હોટ્સએપ ઓપન કરો અને જમણી બાજુ આપેલા 3 ડોટ્સ પર ક્લિક કરો.
 • હવે પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમે લિંક્ડ કરેલાં બેંક અકાઉન્ટ જોવા મળશે.
 • લિંક્ડ અકાઉન્ટમાંથી તમે જે બેંક અકાઉન્ટ રિમૂવ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો.
 • હવે ડોટ્સ પર ક્લિક કરો અને ‘Remove bank account’ પર ક્લિક કરો.
 • કન્ફર્મેશન બાદ ‘Payment method successfully removed’ એક ટેક્સ્ટ પોપ અપ આવશે. આ મેસેજમાં રહેલાં Ok પર ક્લિક કરો.