• Gujarati News
  • Utility
  • How To Save Money On Flipkart Amazon Snapdeal Paytmmall Jabong Shopclues Myntra And Other Online Shopping Festival Sale 2021 In India; 10 TIPS

સ્માર્ટ શૉપિંગ:ઈ કોમર્સ પ્લેટફોર્મનાં સિલેક્શનથી લઈને કૂપન કોડની ઓફર સુધી, ઓનલાઈન શૉપિંગમાં આ 10 ટિપ્સ ફોલો કરી ફાયદો મેળવો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિટર્ન પોલિસી ચેક કરી અને વિવિધ વેબસાઈટ પર કિંમતની સરખામણી કર્યા બાદ ઓનલાઈન શૉપિંગ કરો

ફેસ્ટિવ સિઝન શરૂ થવાની સાથે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ધમાકેદાર ઓફરની વણજાર શરૂ થઈ છે. ફ્લિપકાર્ટ અને એમેઝોનને ગયા વર્ષની સરખામણીએ આ વખતે બમ્પર ઓપનિંગ મળ્યું છે. ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક્સ, ક્લોથ, ફૂટવેર, હોમ અપ્લાયન્સિસ, ફર્નિચર, કિચન અપ્લાયન્સિસ સહિતની પ્રોડક્ટ્સ ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. આ પ્લેટફોર્મ પર માર્કેટ કરતાં ઓછી કિંમતમાં ખરીદી કરી શકાશે સાથે જ EMI, કેશબેક, ગિફ્ટ કાર્ડ્સ અને કેશ ઓન ડિલીવરી જેવી ઓફર્સ મળે છે.

ઓનલાઈન શૉપિંગની ઓફર સરવાળે તમારા માટે સસ્તી જ સાબિત થાય તેવું જરૂરી નથી. ઓનલાઈન શૉપિંગમાં કેટલીક વોતાનું ધ્યાન રાખી સ્માર્ટ શૉપિંગ કરી શકાય છે. આવો જાણીએ આવી 10 ટિપ્સ...

ઓનલાઈન શૉપિંગ માટે યોગ્ય વેબસાઈટનું સિલેક્શન ખુબ જરૂરી છે. પ્રોડક્ટની ક્વોલિટી સાથે મેક્સિસમમ ઓફરનો ફાયદો લેવા માટે વેબસાઈટનું સિલેક્શન જરૂરી છે. પ્રોડક્ટની ડિલિવરી કેટલા દિવસમાં મળે છે તેનું કમ્પેરિઝન કર્યા બાદ જ વેબસાઈટની પસંદગી કરો. ભારતની કેટલીક પોપ્યુલર વેબસાઈટ....

www.flipkart.com www.amazon.in www.snapdeal.com www.yepme.com www.paytmmall.com www.jabong.com www.shopclues.com www.myntra.com

ઓનલાઈન સેલમાં ડિસ્કાઉન્ટની મસમોટી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ખરેખર પ્રોડક્ટ તમને ડિસ્કાઉન્ટમાં મળી રહી છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ. એક જ પ્રોડક્ટની કિંમત બે અલગ અલગ વેબસાઈટ પર જુદી જુદી હોય છે. આ કિંમતમાં ઘણી વાર 100 રૂપિયાથી લઈને 500 રૂપિયાનું અંતર હોય છે. વેબસાઈટ કમ્પેરિઝન સાથે પ્રોડક્ટની મૂળ કિંમત શું છે તે પણ ચકાસો. તમારી પ્રોડક્ટનો મોડેલ નંબર પણ ચકાસવો જરૂરી છે.

મોટા ભાગની વેબસાઈટ આજની ઓફર આપે છે. આ ઓફર દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે. તમારી મનપસંદ પ્રોડક્ટની ખરીદી કરતાં પહેલાં સ્પેસિફિકલી આજના દિવસની ઓફર જરૂર ચેક કરો. આવી ઓફરમાં ઘણી વાર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.

ઓનલાઈન શૉપિંગમાં ખરીદી કરતાં પહેલાં કૂપન અને પ્રમોશનલ કોડ પણ જોવા જોઈએ. આ બોનસ પોઈન્ટ છે. આવા કોડ અને કૂપનનો ઉપયોગ કરી તમે એડિશનલ ડિસ્કાઉન્ટ સાથે મેક્સિમમ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આવી કૂપન ગૂગલ પે અને પેટીએમ આપે છે.

જો તમે એવી પ્રોડક્ટ ખરીદવા જઈ રહ્યા છો જેમાં એક્સચેન્જ પોસિબલ હોય તો પહેલાં એક્સચેન્જ ઓફરની માહિતી લઈ લો. ધારો કે તમે ઓનલાઈન નવો સ્માર્ટફોન ખરીદવા માગો છો તો તમારા જૂનાં મોબાઈલ પર ઘણી વાર 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. આવી ઓફરથી તમારી પ્રોડક્ટની કિંમત ઘણી ઓછી થઈ જાય છે.

સિક્યોર પેમેન્ટ સિસ્ટમ માટે ઓનલાઈન શૉપિંગમાં કેશ ઓન ડિલીવરી સારો ઓપ્શન ગણાય છે. તેને 'COD' પણ કહેવાય છે. આ ઓપ્શનમાં પ્રોડક્ટની ખરીદી કરવા પર તમારા હાથમાં પ્રોડક્ટ આવી ગયા બાદ જ તમારે પૈસા ચૂકવવાના હોય છે.

પ્રોડક્ટની ખરીદી સાથે તેની ડિલીવરી તમને પરવડે છે કે નહિ તે પણ ચકાસો. ઘણી વખત શિપિંગ ચાર્જ સાથે પ્રોડક્ટની ખરીદીમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી સાબિત થાય છે. તેથી ફ્રી શિપિંગ આપતી હોય તેવી વેબસાઈટની પસંદગી કરો. જો કોઈ વેબસાઈટ શિપિંગ ચાર્જ લેતી હોય તો તેનો ચાર્જ બીજી વેબસાઈટ ચાજે સરખાવી ત્યાર બાદ નિર્ણય લો.

ઓનલાઈન શૉપિંગ માટે અવેલેબલ મોટા ભાગના પ્લેટફોર્મ પર મોબાઈલ નંબરથી જ લોગ ઈન પોસિબલ બને છે, પરંતુ ઈમેલ એડ્રેસ સબમિટ કરી તમે ડબલ સિક્યોરિટી સાથે શ્યોરિટી લઈ શકો છો. પ્રોડક્ટ શિપિંગની અપડેટ્સ સાથે બિલ પણ તમારા ઈમેલ એડ્રેસ પર આવે છે. પ્રોડક્ટમાં કોઈ ખામી આવે તો તેની આફ્ટર સેલ સર્વિસમાં આ બિલ ઘણું કામ આવે છે.

મેક્સિમમ ફાયદા સાથે ઓનલાઈન શૉપિંગ કરવા માટે તમે ક્રેડિટ કાર્ડ સાથે EMIનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ઘણી વેબસાઈટ ક્રેડિટ કાર્ડની ખરીદી પર ઓફર અને ડિસ્કાઉન્ટ આપતી હોય છે. 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના EMI ઓપ્શન અવેલેબલ હોય છે. આટલું જ નહિ તેમાં 'નો કોસ્ટ EMI' પણ મળે છે. અર્થાત EMIથી ખરીદી પર તમારે કોઈ એક્સ્ટ્રા પૈસા પણ નથી આપવા પડતા.

હંમેશાં ઓર્ડર કન્ફર્મ કરતાં પહેલાં તેની રિટર્ન પોલિસી જરૂર ચકાસો. પ્રોડક્ટ ડિલીવર થયા બાદ આ પ્રોડક્ટ તમે બુક કરેલી છે એ જ છે કે કેમ તે ચકાસો. તેનું બિલ, વૉરન્ટી સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સ જરૂર ચકાસો. પ્રોડક્ટમાં કોઈ ખામી હોય તો તરત જ તેનાં રિટર્નની પ્રોસેસ શરૂ કરી દો.

અન્ય સમાચારો પણ છે...