કામના સમાચાર:સોશિયલ મીડિયામાં કેવી રીતે મેળવી શકો છો બ્લૂ ટીક? જાણો પ્રોસેસ

3 મહિનો પહેલા

સોશિયલ મીડિયા પર તમે રાજકીય નેતા, એક્ટર, સ્પોર્ટ્સપર્સન, શેફ સહિત અનેક લોકો ફોલો કરતા હશો. આ બધાના સોશિયલ મીડિયા એકાઉન્ટ આગળ બ્લૂ ટિક લાગેલું હશે તે તો તમે જોયું હશે. આ બ્લૂ ટિક મેળવવા માટે કોઈ પણ રાહ જોતા હોય છે. પરંતુ શું તમે કયારે પણ વિચાર્યું છે કે, બ્લૂ ટિક કેવી રીતે મેળવી શકાય છે? શું હોય છે બ્લૂ ટિક?

આવો જાણીએ આ 3 પોઇન્ટથી

 • આ એક પ્રકારનું વેરિફિકેશન છે.
 • બ્લૂ ટિકથી ખબર પડે છે કે, આ એકાઉન્ટ ઓફિશિયલ છે.
 • આ સોશિયલ મીડિયા પર તમારા દ્રારા કરવામાં આવેલી પોસ્ટની જવાબદારી પણ નક્કી કરે છે.

આ લોકોને મળે છે બ્લૂ ટિક

 • સરકાર / સરકારી અધિકારીઓ
 • કંપની
 • બ્રાન્ડસ
 • સંસ્થા
 • સમાચાર સંસ્થા
 • પત્રકાર
 • મનોરંજન ઉદ્યોગ
 • સ્પોર્ટ્સ પર્સન
 • કાર્યકર્તાઓ

સવાલ : શું ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક મેળવવાની એક જ પ્રોસેસ છે?
જવાબ : નહી, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક મેળવવાની પ્રોસેસ અલગ-અલગ છે.

ફેસબુક પ્રોફાઇલ અથવા પેજ પર બ્લૂ ટિક માટે આ રીતે કરો રિક્વેસ્ટ

 • આ માટે સૌથી પહેલાં ફેસબુક પર લોગ ઇન કરો અને ફેસબુક એકાઉન્ટ વેરિફિકેશન ફોર્મ પર ક્લિક કરો.
 • આ બાદ તમે પ્રોફાઇલ અથવા પેજ શેનું વેરિફિકેશન કરવા માગો છો તે સિલેકટ કરો
 • કેટેગરી પસંદ કરો
 • દેશ પસંદ કરો
 • એક આઇડી કાર્ડ અપલોડ કરો.
 • તમારું એકાઉન્ટ શા માટે વેરિફાઇ કરવું જોઈએ તેનું કારણ લખો.
 • કોઈપણ એક દસ્તાવેજ અપલોડ કરો.
 • SEND પર ક્લિક કરો.

રિક્વેસ્ટ મોકલ્યા બાદ ફેસબુકની ટીમ તપાસ કરશે

 • રિક્વેસ્ટ મોકલ્યા પછી ફેસબુકની વેરિફિકેશન ટીમ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સમીક્ષા કરશે.તે પછી તે નક્કી કરશે કે તમને બ્લુ ટિક મળશે કે નહીં.
 • જો તમારી રિક્વેસ્ટ સ્વીકારવામાં આવે છે, તો તમારી પ્રોફાઇલ પર બ્લૂ ટિક દેખાશે.

પ્રશ્ન- રિક્વેસ્ટ કર્યા પછી બ્લુ ટિક ન મળે તો શું કરવું?
જવાબ- જો તમારી રિક્વેસ્ટ એક જ વારમાં મંજૂર ન થાય તો તમે 30 દિવસ પછી ફરીથી અરજી કરી શકો છો.

ટ્વિટરની વાત કરવામાં આવે તો
આ આખી પ્રક્રિયા પછી જો તમારી રિક્વેસ્ટ મંજૂર થાય છે, તો એકાઉન્ટની આગળ એક બ્લુ ટિક મૂકવામાં આવશે. જો ન થાય તો 30 દિવસ પછી તમે ફરીથી વેરિફિકેશન માટે અરજી કરી શકો છો.

ટ્વિટર પર બ્લુ ટિક મેળવવાની શરતો

1- તમારી ઓળખ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની વ્યક્તિ/સદસ્ય, સરકારી કર્મચારી, કોઈપણ કંપની, બ્રાન્ડ, મીડિયા સંસ્થા, પત્રકાર, મનોરંજન વ્યક્તિત્વ, રમતવીર, ગેમિંગ એક્ટિવિસ્ટ તરીકે હોવી જોઈએ.

2- ઓથેન્ટિક હોવું જોઈએ - તમારું ટ્વિટર એકાઉન્ટ અસલી હોવું જોઈએ, નકલી નહીં. તમારા નામથી લઈને ટ્વિટરના BIO સુધી આપેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ. કંઈપણ ખોટું ન હોવું જોઇએ.

3- એક્ટિવ રહો- ટ્વિટર એકાઉન્ટમાં એક્ટિવ હોવું જરૂરી છે. એક્ટિવ હોવાનો અર્થ એ છે કે તમે છેલ્લા 6 મહિનાથી સતત ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યાં છો. ઉપરાંત, છેલ્લા 1 વર્ષમાં ટ્વિટરના કોઈપણ નિયમો તોડવા બદલ તમારા પર પ્રતિબંધ ન હોવો જોઈએ.

હવે વાત કરીએ ઈન્સ્ટાગ્રામની

પર બ્લુ ટિક મેળવવાની ઈન્સ્ટાગ્રામની આ શરતો છે.

1- Authentic- પર્સનલ આઈડી છે તો તમારી ઓળખ વાસ્તવિક હોવી જોઈએ. જો કોઈ પેજ હોય ​​તો તે રજિસ્ટર્ડ બિઝનેસ અથવા કંપનીનું હોવું જોઈએ.

2-Unique- તમે પોતાને અથવા વ્યવસાયને અનોખી રીતે રજૂ કરવું પડશે. એક વ્યક્તિનું માત્ર એક એકાઉન્ટ વેરિફાઇ કરવામાં આવશે. જો કોઈ એવું વિચારે છે કે તેનું બિઝનેસ પેજ અને પર્સનલ એકાઉન્ટ બંને વેરિફાઈડ છે, તો એવું થશે નહીં. જનરલ એકાઉન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે નહીં.

3- Complete- તમારું એકાઉન્ટ અથવા પેજ પબ્લિક હોવું જોઈએ. પ્રોફાઇલ ફોટો અને BIO હોવો જરૂરી છે. વેરિફિકેશન સમયે અને તે પહેલા તમારું એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. 4-Notable- તમે, તમારી બ્રાન્ડ અથવા કંપની પ્રખ્યાત હોવી જોઈએ, જેને વધુને વધુ લોકો સર્ચ કરે.

સવાલ- કેટલાક લોકોને બ્લુ ટિક શા માટે જોઈએ છે?
જવાબ- માત્ર બે જ કારણ છે...

 • ફેમસ થવાની ઈચ્છા,
 • પૈસા કમાવવાની ઈચ્છા

ખરેખર, બ્લુ ટિકનો અર્થ એ છે કે એકાઉન્ટ માત્ર વેરિફાઈડ નથી, પરંતુ જે વ્યક્તિનું એકાઉન્ટ છે તે ફેમસ છે.

પ્રશ્ન-બ્લુ ટિક પછી પૈસા કેવી રીતે કમાઈ શકો છો?
જવાબ- બ્લુ ટિકનો અર્થ છે કે તમે પ્રખ્યાત વ્યક્તિત્વ, બ્રાન્ડ અથવા કંપની છો. આ સ્થિતિમાં ઘણા લોકો તમને પૈસા આપીને તેમના ઉત્પાદનો, બ્રાન્ડ અથવા પેજને પ્રમોટ કરવા માંગે છે. આજકાલ લોકો ખૂબ પૈસા કમાઈ રહ્યા છે.

પ્રશ્ન- શું બ્લુ ટિક મેળવવા માટે પૈસા ખર્ચ કરવામાં આવે છે?
જવાબ- ના, તેમાં કોઈ પૈસાનો ખર્ચ થતો નથી.ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે તમારી પાસેથી કોઈ પૈસાની માંગણી કરવામાં આવતી નથી.તમે ફોલોઅર્સ ખરીદી શકો છો પરંતુ બ્લુ ટિક નહીં.