ક્રિસમસથી જ નવા વર્ષની પાર્ટીઓ ચાલુ થઈ જાય છે, જેના કારણે લોકો વેકેશન મૂડમાં જ રહે છે એટલે કે પાર્ટી મોડ ઓન અને વર્ક મોડ ઓફ. એ વાત તો સ્પષ્ટ છે કે, આ પ્રકારની પાર્ટી અને વેકેશન વાઈન-વ્હીસ્કી વગર થતા નથી અને આ ઊજવણી પછી જ સમસ્યા શરુ થાય છે, જેને કહે છે ‘હેંગઓવર’.
હેંગઓવર ફક્ત આલ્કોહોલ પીનારા લોકોને જ નથી થતું પણ હેંગઓવર રજાઓનો પણ થઈ શકે. જેના કારણે રજાઓ પરથી પાછા આવીને જ્યારે તમે જોબ કરો છો તો લોકોનું કામ પર મન લાગતું નથી.
આજે કામના સમાચારમાં આપણે બે જુદી-જુદી ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. પહેલી ઘટનામાં ડ્રિંક કર્યા પછી થતાં હેંગઓવર સાથે જોડાયેલી અમુક વાતો અને બીજી હોલિડે મૂડને વર્ક મૂડમાં કેવી રીતે બદલવો?
આપણાં એક્સપર્ટ છે દિલ્હીનાં જનરલ ફિઝિશ્યન ડૉ. અનુપમ વત્સલ અને ડૉ. કામના છિબ્બર, સાઈકાયટ્રિસ્ટ, ફોર્ટિસ હોસ્પિટલ, ગુડગાવ
શરુઆત કરીએ પહેલી ઘટનાથી
પ્રશ્ન- હેંગઓવર એટલે શું?
જવાબ- પાર્ટીમાં જો તમે મન ખોલીને ડ્રિંક કરો અને બીજા દિવસે તમને સારું ન લાગે. અમુક લોકોને માથાનો દુખાવો, થાક, આંખોમાં ભારે થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડ્રિંકથી થનારી આ આડઅસરોને હેંગઓવર કહે છે.
આ 4 કારણોસર હેંગઓવર થાય છે
હેંગઓવર ઉતારવા માટે આ 5 ઉપાય અપનાવો
કેળા ખાવ- કેળા આપણા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ જાળવી રાખે છે. શરીરમાં આ ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ જેમ ઓછુ થાય તેમ તમને માથાનો દુખાવો, થાક, ઊલ્ટી, માંસપેશીઓમાં દુખાવો અને શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે. કેળા ખાઈને તમે આ સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
કોફી પીવો- થૉમસ જેફરસન યૂનિવર્સિટીનાં સર્વે મુજબ હેંગઓવર ઘટાડવા માટે કોફી કે ચા પીવી લાભદાયી સાબિત થઈ શકે. થાક અને માથાનો દુખાવો દૂર થઈ શકે.
લીંબુ પાણી પીવો- હેંગઓવરને ઘટાડવા માટે વધુમાં વધુ લીંબુ પાણી પીવો. તે તમારા હેંગઓવરને ઘટાડી શકે છે. તે સિવાય ખાટા ફળો ખાવા પણ લાભદાયી સાબિત થઈ શકે.
દહીં ખાવ- તે શરીરમાં હાજર બેડ બેક્ટેરિયાને ગૂડ બેક્ટેરિયામાં બદલી શકે છે. તેનાથી હેંગઓવરની અસર ઘટી શકે છે.
નારિયેળ પાણી પીવો- નારિયેળ પાણીંમાં પણ ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે તમારી બોડીને હાઈડ્રેટ કરે છે અને તમારા શરીરને જરુરી પોષકતત્વો પૂરા પાડે છે.
પ્રશ્ન- આલ્કોહોલ અને આલ્કોહોલ ઈનટોલરન્સમાં શું તફાવત છે?
જવાબ- જ્યારે તમને આલ્કોહોલની એલર્જી હોય છે, ત્યારે તમારું શરીર આલ્કોહોલને તેની રોગપ્રતિકારક શક્તિ તરીકે જુએ છે. તેનાથી વિવિધ પ્રકારનાં પ્રોટીન અને હોર્મોન્સની રચના થાય છે. આ હોર્મોન્સના કારણે શરીરમાં એલર્જીક રિએક્શન આવવા લાગે છે.
સાથે જ આલ્કોહોલ ઈનટોલરન્સનો અર્થ એ છે કે, આલ્કોહોલ પચતું નથી. આલ્કોહોલ પીધા પછી તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરશે નહીં. પેટમાં ગરબડ રહેશે, ફોલ્લીઓ થશે, પેટમાં બળતરા થશે, તાવ જેવા લક્ષણો દેખાશે. તે આલ્કોહોલની એલર્જી કરતાં વધુ જોખમી છે.
હવે આ સ્ટોરીમાં બીજી ઘટના વિશે ચર્ચા કરીએ...
2 જાન્યુઆરી એટલે કે આજથી વેકેશન પછી ઓફિસમાં ફરીથી કામ શરુ થયા. વેકેશન માણ્યા પછી જો કામમાં મન લાગી રહ્યું ન હોય એટલે કે પોસ્ટ વેકેશન સિન્ડ્રોમ થઈ રહ્યો છે તો જાણી લો કે, કેવી રીતે ફુર્તીથી કામ કરવું?
પ્રશ્ન- પોસ્ટ વેકેશન સિન્ડ્રોમ શું છે?
જવાબ- રજા પર જવું અથવા તો કામથી બ્રેક લેવો તમારી રેગ્યુલર લાઈફમાં એક મોટો બદલાવ લાવી શકે છે. એટલા માટે જ્યારે તમે કામ, સ્કૂલ અને તમારી જવાબદારીઓ પર પાછા ફરો છો તો ઉદાસી અને કામ પર પાછા ન ફરવાની ફિંલિંગ આવે છે. આ ફિલિંગ તો સાવ સામાન્ય છે. જ્યારે આ ફિલિંગ ડરમાં બદલવા લાગે છે ત્યારે એવું લાગે છે કે, ઓફિસ ન જતા તો સારું હોત. તમારું ધ્યાન વારંવાર તે જગ્યાએ ભટકાશે જ્યાં તમે ફરવા ગયા હતા તો તેને પોસ્ટ વેકેશન બ્લૂઝ એટલે કે પોસ્ટ વેકેશન ડિપ્રેશનનાં રુપમાં ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં સમજાવીએ તો ટ્રાવેલ હેંગઓવરને ‘પોસ્ટ વેકેશન સિન્ડ્રોમ’ કહે છે.
પ્રશ્ન- રજા પછી કામ પર આવવું મુશ્કેલ કેમ લાગે છે?
જવાબ- રજા પછી કામ પર આવવું આ કારણોસર મુશ્કેલ લાગે છે....
પ્રશ્ન- વેકેશન પછી સામાન્ય થવામાં કેટલો સમય લાગશે?
જવાબ- વેકેશન પછી સામાન્ય થવામાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. જો કે, ત્રણ દિવસની અંદર જ વ્યક્તિ પોતાના જૂના રુટિનમાં આવી જાય છે. જો તમે રજાઓ માણવા બીજા દેશમાં ગયા છો તો જેટ-લેકનાં કારણે લાંબા સમય સુધી ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે.
પ્રશ્ન- વેકેશન પછી તમારું પેટ અને હેલ્થ બંને ખરાબ થઈ શકે છે? તેને કેવી રીતે ઠીક કરવી?
જવાબ- વેકેશનમાંથી પાછા આવીને ખરાબ પેટ અને હેલ્થને આ 7 ટિપ્સથી ઠીક કરો....
1. વધુ પાણી પીવો. તેનાથી તમારું પાચનતંત્ર ઠીક રહેશે અને જરુરી પોષકતત્વો પણ મળી રહેશે.
2. પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ ઘરેલુ ભોજન ખાવ.
3. વધુમાં વધુ ફાઈબર ખાવાનો પ્રયાસ કરો.
4. પ્રોબાયોટિક ફૂડ જેમ કે, દહીં, અથાણું વગેરે. તે તમારા પાચનને મજબૂત બનાવશે.
5. એક્સરસાઈઝ કરતાં રહો અને એક્ટિવ રહો.
6. કંઈપણ ખાતા પહેલાં તેની ક્વોલિટી ચેક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.