બમ્પર છૂટના નામે ફાલતુ શોપિંગ:તમે કેવી રીતે મૂર્ખ બની રહ્યા છો? મોલની ડિઝાઇન તમને ફસાવવા માટે જ કરવામાં આવે છે, સમજો કેવી રીતે?

14 દિવસ પહેલા

ફેસ્ટિવલ સિઝનના નામ પર સેલ સૌ કોઈને આકર્ષિત કરે છે. તહેવારો આવે તે પહેલાં જ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર સેલ-સેલની બૂમો પડવા લાગે છે. મોટા-મોટા શોપિંગ મોલ, બ્રાન્ડ્સના રિટેલ સ્ટોર્સમાં અવારનવાર સેલ ચાલી રહ્યાં છે. આ સમયે ઓનલાઈન અને ઓફલાઈન હોળીનો સેલ ચાલી રહ્યો છે. આ પછી નવરાત્રી સ્પેશિયલ ચાલવા લાગશે. તમે તેને સોનેરી અવસર સમજીને શોપિંગ કરીને પોતાની જાતને લકી સમજશો.

આ પ્રકારના લોકોને જણાવી દઈએ કે, હાલમાં જ ફ્લોરિડા અને કેરોલિના યુનિવર્સિટીની શોધમાં સામે આવ્યું કે, આ રીતે રિટેઈલ ગ્રાહકોને મૂર્ખ બનાવીને નફો કમાવી શકો છો. સેલના નામ પર ગ્રાહકોને મૂર્ખ બનાવે છે. તમે આ સેલની માયાજાળમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો કામના સમાચારમાં જાણીએ.

પ્રશ્ન - શું ખરેખર શોપિંગ મોલ, ઓનલાઈન પ્લેટફોર્મ અને મોટા રિટેઇલ સ્ટોર્સ પર ગ્રાહકોને મૂર્ખ કેવી રીતે બનાવવામાં આવે છે?
જવાબ -
શોપિંગ મોલ, ઓનલાઈન પ્લેટફોર્મ અને મોટા રિટેઇલ સ્ટોર્સમાં ગ્રાહકોને કેવી રીતે ઠગવામાં આવી રહ્યા છે...

  • શોપિંગ મોલમાં જાણીજોઈને કયો સામાન ક્યાં રાખવામાં આવે છે? તેનું ડાયરેક્શન ક્લિયર હોતું નથી એટલે એવું થાય છે કે, તમે જે વસ્તુ ખરીદવા માટે આવ્યા હોય છે, તેને શોધતાં-શોધતાં બીજી અનેક વસ્તુઓ પર તમારી નજર પડે છે અને તમે તેને જોઈને ખરીદવાનું પ્લાનિંગ કરી લો છો. આ વસ્તુઓ એવી હોય છે કે, જેની તમારે જરૂરિયાત પણ નથી.
  • મોલમાં વધુ પડતી બારીઓ કે દરવાજાઓ બનાવવામાં આવતા નથી. તેમાં જઈને ગ્રાહકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય છે. તે અંદરની ચકાચૌંધમાં ખોવાઈ જાય છે.
  • મોલમાં હંમેશાં મોંઘી વસ્તુઓ પર જ ઓફર આપવામાં આવે છે. તેની પાસે જ અમુક સસ્તી વસ્તુઓ પણ ગોઠવવામાં આવે છે. આ કારણોસર લોકો મોંઘી ઓફરવાળી વસ્તુઓને પસંદ કરે છે અને તેને ખરીદવાનું મન બનાવી લે છે.
  • શોપિંગ મોલને એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે, જેનાથી લોકો આકર્ષિત થઈ જાય અને વધુમાં વધુ ત્યાં સમય વિતાવે છે.
  • અહીં મેક્સિમમ રિટેલ પ્રાઈસ (MRP) એટલે કે તેની મેક્સિમમ પ્રાઈસને વધારીને પછી તેના પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
  • શોપિંગ મોલમાં તમે જ્યારે પણ રાઈટ ટર્ન લેશો એટલે તમારી નજર કોઈ ને કોઈ આકર્ષક ઓફર દેખાશે કારણ કે, તેનાથી લોકો જલદી જ આકર્ષિત થઈ જાય છે.
  • સામાન પર ઓફર પણ એવી આપે છે કે, જેથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનું મન થઈ જાય છે.

પ્રશ્ન - અમે સમજી ગયા કે મોલ અને સુપરમાર્કેટવાળા કેવી રીતે અમને મૂર્ખ બનાવવાની સ્ટ્રેટેજી કે રણનીતિ નક્કી કરી રહ્યા છીએ, હવે એ જાણીએ કે ગ્રાહકો કેવી રીતે તેમાં ફસાઈ જાય છે?
જવાબ -
આ પ્રકારે ગ્રાહકો મૂર્ખ બની રહ્યા છે....

  • સામાનની લાલચ અને પોતાની બચત કરવાના ચક્કરમાં સામાન્ય માણસ કેવી રીતે તેના જાળમાં ફસાઈ શકે છે.
  • સમય-સમય પર જૂનો માલ વેચવા માટે સેલનું આયોજન કરવામાં આવે છે.
  • જ્યારે કહેવામાં આવે છે કે, ઓફર લિમિટેડ ટાઈમ માટે છે તો ગ્રાહકો તુરંત તેનો ફાયદો ઉઠાવવા માટે દોડી આવશે.
  • શોપિંગ મોલમાં દર મહિને ચીજવસ્તુઓની જગ્યા બદલવામાં આવે છે.
  • મોંઘી પ્રોડક્ટ્સ આંખોની સામે રાખવામાં આવે છે અને ઓનલાઈન સ્ટોર્સ પર ઓફર સાથે આ પ્રોડક્ટ્સ મૂકવામાં આવે છે.
  • દરેક જગ્યાએ તમારું ઈ-મેલ એડ્રેસ અને ફોન નંબર માગવામાં આવે છે, જેથી ગ્રાહકોને ઓફર વિશે જણાવવામાં આવે.
  • ઓનલાઈન શોપિંગ કે પ્લેટફોર્મ પર વધુ ખર્ચ કરવા માટે ફ્રી શિપિંગની ઓફર આપવામાં આવી રહી છે.
  • પ્રોડક્ટ્સ પર 199,99,599 લખવામાં આવે છે. તેના કારણે તમે એવું વિચારશો કે, કિંમત 100થી ઓછી છે કે 600થી ઓછી છે.
  • ઓફર થવા પર પણ કિંમતોમાં કોઈ ને કોઈ ચાર્જ લગાવીને પૈસા વસૂલવામાં આવે છે.

પ્રશ્ન - શું આ પ્રકારની છેતરપિડી વિરુદ્ધ કોઈ કાયદો નથી?
જવાબ -
લખનૌ હાઈકોર્ટના એડવોકેટ, નવનીત મિશ્રા કહે છે કે, ‘કોઈ કંપની આ પ્રકારની કોઈ લાલચ આપે છે અને કોઈ વ્યક્તિના કાનૂની અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તેનો સમય, સખત મહેનત, પૈસાનો વ્યય થયો છે, તો તે કોર્ટમાં જઈ શકે છે અને તેની સામે તેના નુકસાનની માગ કરી શકે છે.’ એ પણ યાદ રાખો કે આના પર કોઈ ક્રિમિનલ કેસ ન બની શકે.

પ્રશ્ન - આજકાલ આ જગ્યાઓ પર મોટાં-મોટાં ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે, શું તેનાથી કંપનીને કોઈ ફાયદો થાય છે?
જવાબ -
હા ખરેખર. તેનાથી ફક્ત કંપનીને જ ફાયદો થાય છે. તે પોતાના પ્રોડક્ટની MRP વધારીને ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરે છે. ડિસ્કાઉન્ટ જોઈને તમે એ વસ્તુઓ પણ ખરીદી લો છો, જેની તમારે જરૂરિયાત પણ હોતી નથી.

જેમ કે, કોઈ પ્રોડક્ટ રૂ. 100ની છે તો પહેલાં તેની MRP 200 કરી દે છે. પછી તેના પર 50નું ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રકારે કંપનીને 50નો ફાયદો તો થશે. આ સાથે જ ડિસ્કાઉન્ટનાં ચક્કરમાં પ્રોડક્ટનું વેચાણ પણ વધશે. તે સિવાય સેલનાં નામ પર જૂનો સ્ટોક પણ ક્લિયર થઈ જાય છે. આ પ્રકારે કંપની લાલચ આપીને બે ગણો નફો કમાઈ લે છે.

પ્રશ્ન - આનાથી સામાન્ય ગ્રાહકને કેવી રીતે નુકસાનનો સામનો કરવો પડશે?
જવાબ
- આનાથી સામાન્ય ગ્રાહક એવી ચીજવસ્તુઓની ખરીદી કરી લે છે કે, જેની તેને જરૂરિયાત પણ હોતી નથી. આ સાથે જ કામ વિનાનો ખર્ચ પણ વધી જાય છે. જેના કારણે બચત પણ થઈ શકતી નથી અને પછી તે વસ્તુની ખરીદી પર અફસોસ કરે છે.

પ્રશ્ન - આ માયાજાળથી પોતાની જાતને કેવી રીતે બચાવી શકો છો?
જવાબ -
આ રીતે બચી શકો ...

  • ડિસ્કાઉન્ટ ઓફર પર પ્રોડક્ટ ખરીદતા પહેલાં, વિવિધ વેબસાઇટ, દુકાનદારો પાસેથી તેની કિંમત તપાસો. ઉત્પાદનની કિંમતની હિસ્ટ્રી પણ તપાસો.
  • ડિસ્કાઉન્ટ ઓફર જોઈને ખરીદી કરવાની ઉતાવળ ન કરવી.
  • શોપિંગ મોલ્સમાં એવું બને છે કે, 1100 રૂપિયાની પ્રોડક્ટની પાસે 1000 રૂપિયાની પ્રોડક્ટ અને 500 રૂપિયાની પ્રોડક્ટ હશે. આવી સ્થિતિમાં, ગ્રાહકો 1000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદે છે અને વિચારે છે કે તેમને સારી ડીલ મળી ગઈ છે પણ એવું ન કરો.
  • જો તમે ઓછી વસ્તુઓ ખરીદવા માગો છો, તો શોપિંગ કાર્ટ અથવા ટ્રોલી ન લો. જ્યારે તમે માલ હાથમાં રાખશો, ત્યારે તમે ઓછી વસ્તુઓ ખરીદી શકશો.
  • જો તમે ઓનલાઇન શોપિંગ કરી રહ્યા છો અથવા ઓનલાઇન પ્રોડક્ટ્સ શોધી રહ્યા છો તો ઈગ્નિટો મોડ ઓન કરો. જૂની કૂકીઝ અને હિસ્ટ્રીને પણ કાઢી નાખો કારણ કે, જ્યારે તમે કોઇ સાઇટ પર વધારે સમય વિતાવશો તો તમને મોંઘી પ્રોડક્ટ જોવા મળશે, જ્યારે ઓછો સમય વિતાવનારા લોકોને સસ્તી પ્રોડક્ટ જોવા મળશે.
  • શોપિંગ મોલ્સમાં આઈ લેવલની ઉપર અને નીચેના પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન આપો. ત્યાં તમને સારો ભાવ મળશે.
  • ડિસ્કાઉન્ટની માયાજાળમાં ફસાશો નહીં. તે તમને કામ વગરની વસ્તુઓ ખરીદવાથી બચાવશે.
  • તમને રિટેલ આઉટલેટ અથવા મોલના કાઉન્ટર પર એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવે છે. આ એપ્સને ડાઉનલોડ ન કરો.

હવે એ સમજીએ કે, કેવી રીતે તમે ઓનલાઈન સેલની તરફ આકર્ષિત થઈ રહ્યા છો?
પ્રશ્ન - તમે ડિસ્કાઉન્ટ વિના પ્રોડક્ટ્સ સુધી કેવી રીતે પહોંચશો?
જવાબ -
આ વાતને નીચેના મુદ્દાઓ પરથી સમજો...

  • ઓનલાઇન સાઇટ પર જતા જ તમને બમ્પર ડિસ્કાઉન્ટ પ્રોડક્ટની જાહેરાત મળી જાય છે.
  • તમે તરત જ આકર્ષિત થઈ જાઓ છો અને તે લિંક પર ક્લિક કરો છો પરંતુ, પછીથી પ્રોડક્ટ જોયા પછી તમને નિરાશા મળે છે.
  • એકવાર ક્લિક કરીને તે વેબસાઇટ પર ગયા પછી તમે અન્ય ઉત્પાદનો પણ જુઓ છો, જેમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી.
  • આવી સ્થિતિમાં હવે તમે પણ ડિસ્કાઉન્ટ વિનાનાં ઉત્પાદનો જોવાનું શરૂ કરો છો અને ઘણી વખત તમે તેને ખરીદવાનું મન બનાવો છો.

વેચવાની જરૂર હોય એવી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ

  • મોટા ભાગના દુકાનદારો માત્ર ઓછી વેચાતી વસ્તુઓ પર ભારે છૂટ આપે છે.
  • આવા ડિસ્કાઉન્ટ માત્ર તહેવારોની સિઝનમાં જ જોવા મળે છે કારણ કે, લોકો આ સમયે સામાન ખરીદવાનું પસંદ કરે છે.
  • બમ્પર ડિસ્કાઉન્ટનો સમય નક્કી કરવામાં આવે છે, જેથી લોકો તેને ખરીદવામાં વિલંબ ન કરે જેમ કે, આ વસ્તુમાં ડિસ્કાઉન્ટ હોળી સુધી રહેશે, ત્યારબાદ તેની કિંમતમાં વધારો થશે.
  • આમ કરવાથી લોકો નક્કી કરેલી તારીખ સુધીમાં તે સામાનની ખરીદી કરી લે છે.

તમને વારંવાર મેસેજ કરવામાં આવે છે

  • જ્યારે તમે ઓફલાઈન શોપિંગ માટે માર્ટમાં જાવ છો તો ત્યાં તમારી પાસેથી તમારો મોબાઈલ નંબર લેવામાં આવે છે.
  • ઓનલાઇન શોપિંગ કરતી વખતે પણ તમારો નંબર રજિસ્ટર્ડ થઈ જાય છે.
  • આવી સ્થિતિમાં તમને ઓફલાઇન અને ઓનલાઇન બંને બાજુથી તહેવારોની સિઝનમાં મેસેજ મળવાનું શરૂ થાય છે.
  • તમે ભારે ડિસ્કાઉન્ટને જોઈને આકર્ષિત થાઓ છો અને તમારા ઉપયોગમાં ન આવે તેવી વસ્તુઓની ખરીદી કરી લો છો.

શું કહે છે એક્સપર્ટ્સ?
ઘણી વખત આવી ઓફર્સ આપવામાં આવે છે - ‘2 ખરીદો, 1 મફત મેળવો’ અથવા ‘1 ખરીદો અને અન્ય વસ્તુઓ પર મેળવો 50% ડિસ્કાઉન્ટ’. ભારતીય ગ્રાહકો આવી ઓફર્સ તરફ આકર્ષાય છે. સ્વતંત્ર સલાહકાર હરીશ એચવીના જણાવ્યા અનુસાર ભારતીય ગ્રાહકોને આવા ડિસ્કાઉન્ટની આદત પડી ગઈ છે.

ટેક્નોપેક એડવાઇઝર્સના ચેરમેન અને MD અરવિંદ સિંઘલના જણાવ્યા અનુસાર ડિસ્કાઉન્ટ ઓફરની અસર ગ્રાહકોના મન પર પડે છે. ગ્રાહક જાણે છે કે, જે માલ ખરીદવા માગે છે તેની કિંમત અને ડિસ્કાઉન્ટેડ માલની કિંમત સમાન છે તેમ છતાં તેઓ ડિસ્કાઉન્ટ જોવા માટે આકર્ષિત થાય છે. કોમ્બો ઓફર આપવાનો હેતુ વધુ ને વધુ માલ વેચવાનો છે. જો દુકાનદારો દરેક વસ્તુ પર ડિસ્કાઉન્ટ આપે તો ગ્રાહક ફક્ત એક જ વસ્તુ ખરીદશે પરંતુ, જો તેઓ કોમ્બો ઓફર આપશે તો તેમના ફાયદા માટે ગ્રાહક એકના બદલે કોમ્બો ઓફરનો સામાન ખરીદશે.