• Gujarati News
 • Utility
 • How Much Water To Drink During The Day Is Beneficial For Health, Let's Know The Complete Information

જરૂર કરતાં વધુ પાણી પીવાથી થાય છે નુકસાન:દિવસ દરમિયાન કેટલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આવો... જાણીએ સમગ્ર માહિતી

5 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા

સામાન્ય રીતે આપણને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો વધુ પાણી પીવામાં આવે તોપણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. માર્શેલ આર્ટ લિજેન્ડ બ્રુસ લીનું મોત વધુ પાણી પીવાથી થયું છે. ક્લિનિકલ કિડની જર્નલમાં છાપવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, તેમનું મોત હાઇપોનેટ્રેમિયાથી થયું છે.

ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શું ખરેખર વધારે પાણી પીવાથી પણ સ્વાસ્થ્ય પર આટલી ખરાબ અસર પડે છે? એ વિશે ડૉ. પ્રદીપ શાહ, જનરલ ફિઝિશિયન (ફોર્ટિસ હોસ્પિટલ) અને ડૉ. સૂચિન બજાજ (ઉજાલા સિગ્નસ હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર) જણાવી રહ્યા છે...

સવાલ : આપણે હંમેશાં સાંભળ્યું છે કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે, શું તમે એના ફાયદા વિશે વિગતવાર જણાવશો?
જવાબ : હા, પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ એક લેવલ સુધી...

 • પાચનતંત્ર બરાબર રહે છે.
 • શરીરનું તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે.
 • સ્નાયુઓ મજબૂત બને છે.
 • કબજિયાતમાં રાહત આપે છે.
 • વજન વધતું નથી, પણ ઘટાડવામાં મદદ કરે છે.
 • શરીરને ડિટોક્સિફાય કરે છે.
 • ભૂખ લાગે છે
 • રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 • આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે.
 • વૃદ્ધાવસ્થા અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
 • સોરાયસીસ અને ખરજવું જેવી ત્વચાની કોઈ સમસ્યા નથી.
 • પાણીમાં રહેલા મિનરલ્સથી વાળ પણ સારા રહે છે.

સવાલ : પરંતુ એક લિમિટ પછી પાણી પીવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થાય છે?
જવાબ: વધુ પડતું પાણી પીવાથી નુકસાન થાય છે. જો જરૂરિયાત કરતાં વધુ પાણી પીવામાં આવે તો નુકસાન થઈ શકે છે.

આવો... જાણીએ વધુ પાણી પીવાથી શું નુકસાન થાય છે.

વોટર પોઇઝનિંગ :
જ્યારે વધુપડતું પાણી પીવાથી મગજમાં સમસ્યા થાય છે, એને વોટર પોઇઝનિંગ કહેવાય છે. આ બીમારીમાં લોહીની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે.

સોડિયમ ઓછું થવું :
જો કોઈ વ્યક્તિ દિવસમાં 10 લિટર પાણી પીવે છે, તો લોહીમાં સોડિયમનું લેવલનું ખૂબ જ ઓછું થઈ જાય છે, જેની સીધી અસર મગજ પર પડે છે. એને કારણે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. મેરેથોન અને ટ્રાયથલોનમાં ભાગ લેનારા લોકોમાં તેનું જોખમ સૌથી વધુ છે.

સેલ્યુલર સ્વેલિંગ :
જો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય તો મગજ અને શરીર બંનેના કોષોમાં સોજો આવે છે, જેને સેલ્યુલર સોજો કહેવામાં આવે છે. મગજના કોષોમાં સોજો આવવાને કારણે વ્યક્તિને મૂંઝવણ, સુસ્તી, ખેંચાણ, સ્નાયુઓની નબળાઈ અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઓવરહાઇડ્રેશન :
જો તમે જરૂર કરતાં વધારે પાણી પીઓ છો, તો તમને ઓવરહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે, આને પાણીનો નશો પણ કહેવાય છે. આમાં ઉબકા, ઊલટી, માથાનો દુખાવો, અમુક પ્રકારની મૂંઝવણ જેવાં લક્ષણો દેખાય છે. જો કેસ ગંભીર બને છે તો એટેક, કોમા અથવા મૃત્યુનું જોખમ પણ આવી શકે છે.

વધુ પાણી પીવાથી મેરેથોન બાદ એથ્લીટ થઈ ગયા હતા બેહોશ
બ્રિટિશ એથ્લીટ જોહાન્ના પાકનહામે વર્ષ 2018માં લંડન મેરેથોનમાં ભાગ લીધો હતો. એ સમયે ત્યાં ખૂબ જ ગરમી હતી. એટલા માટે જોહાન્નાએ મેરેથોન પહેલાં ઘણું પાણી પીધું હતું. મેરેથોન દોડ પૂરી થતાં જ તેના મિત્રોએ તેને ફરીથી પાણી પીવડાવ્યું, જેને કારણે તેના શરીરમાં પાણી વધી જતાં બેહોશ થઈ ગઈ હતી.

તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે 1-2 દિવસ પછી હોશમાં આવી. જોહાનાના જણાવ્યા મુજબ, તેના મિત્રો અને પરિચિતો મેરેથોન દોડ માટે માત્ર એક જ સલાહ આપતા હતા - પુષ્કળ પાણી પીતા રહો. તેણે આ સલાહનું પાલન કર્યું અને તેને ખ્યાલ નહોતો કે પાણી તેને આટલું નુકસાન કરી શકે છે.

સવાલ : આપણે આખા દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?
જવાબ : આ સવાલના જવાબ માટે નીચેનું ગ્રાફિક્સ વાંચો

કેટલાકને વધુ પાણીની જરૂર પડી શકે છે, અન્યને ઓછી જરૂર પડી શકે છે - મેયો ક્લિનિક
મોટા ભાગના તંદુરસ્ત લોકો જ્યારે તરસ લાગે ત્યારે પાણી અને અન્ય પીણાં પીને તરસ છિપાવે છે. જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી અને અન્ય પ્રવાહી પીવાથી તમે હાઇડ્રેટેડ રહી શકો છો. કેટલાક લોકો માટે 8 ગ્લાસ કરતાં ઓછું પાણી પણ પૂરતું હોઈ શકે છે, પરંતુ કેટલાક માટે વધુ જરૂરી હોઈ શકે છે. આ માટે તમારે ડૉક્ટરની સલાહ પર જ પાણીનું સેવન ઓછું કરવું અથવા વધારવું જોઈએ.

કેટલું પાણી પીવું જોઈએ, એ વિશે વિગતવાર સમજીએ
લંડનના એક્સપર્ટ હ્યુગ મોન્ટગોમેરીના જણાવ્યા અનુસાર, જે જગ્યાએ વધી ગરમી પડતી હોય તે લોકોએ દિવસમાં મહત્તમ 2 લિટર પાણીની જરૂર હોય છે. ઘણા લોકો અડધા કલાકની મુસાફરીમાં પણ પાણી લઈ જાય છે, પરંતુ તેની કોઈ ખાસ જરૂર નથી.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસની એડવાઈઝરી અનુસાર, તમે દરરોજ 6-8 ગ્લાસ પાણી પીવો છો, જેમાં દૂધ, હળવા પીણાં અને ચા અને કોફીનો પણ સમાવેશ થાય છે.

સવાલ : કોઈપણ માણસને કેવી રીતે ખબર પડે છે કે તે પૂરતું પાણી પી રહ્યા છે?
જવાબ : જો આ બે વાતનો અહેસાસ થાય તો તેનો મતલબ છે કે તમે પૂરતું પાણી પી રહ્યા છો.

 • ભાગ્યે જ તરસ લાગે છે.
 • પેશાબ એટલે પેશાબ રંગહીન અથવા આછો પીળો થઈ જાય છે
 • સવાલ : ક્યારે-ક્યારે પાણી અચૂક પીવું જોઈએ?

જવાબ : આ સ્થિતિમાં એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ...

 • જમ્યા પછી અને જમતાં-જમતાં.
 • કસરત પહેલાં, દરમિયાન અને પછી પાણી પીવું જોઈએ.
 • જ્યારે પણ તરસ લાગે છે.

સવાલ : શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણી પાસે માત્ર પાણીનો વિકલ્પ છે?
જવાબ : ના, એવું નથી. તમારા ખાવા-પીવાના કારણે શરીર હાઇડ્રેટ રહે છે, જેમ કે ફળો, શાકભાજી, દૂધ, જ્યૂસ, હર્બલ ટી, કોફી, સોડા. ખાંડ અને કોલ્ડડ્રિંક ઓછાં પીઓ.

સવાલ : શરીરમાં પાણીની જરૂરિયાત ક્યારે વધારે હોય છે?
જવાબ : આ 2 સ્થિતિમાં...
ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી માતાઓને.
જ્યારે કોઈ વ્યક્તિને તાવ કે ઊલટી હોય

સવાલ : શિયાળામાં લોકો ગરમ પાણી પીએ છે, શું આ બરાબર છે?
જવાબ : ઘણા અભ્યાસમાં દાવો કરવામાં આવે છે કે જો તમને તરસ લાગે છે તો ગરમ પાણી પીઓ છો તો આ તમારા મગજના કોષોમાં સોજો આવી શકે છે, જેને કારણે મગજની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં, વધારે ગરમ પાણી પીવામાં આવે તો શરીરના આંતરિક અંગમાં પણ અસર પડે છે. લાંબા સમય સુધી ગરમ પાણી પીવાથી પેટમાં બળતરા થાય છે .એટલા માટે હૂંફાળું પાણી પીવું જોઈએ.