તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • How Much Verification Is Required After Filing Income Tax Return, Know How To Verify

કામની વાત:ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ વેરિફિકેશન કેટલું જરૂરી છે, જાણો કેવી રીતે વેરિફાઈ કરવું

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ફાઈલ કર્યા બાદ તેનું વેરિફિકેશન પણ જરૂરી હોય છે, તેના વગર ફોર્મ અધૂરું માનવામાં આવે છે. ITR ફાઈલ કરવાના અંતિમ તબક્કામાં વેરિફિકેશન આવે છે ફોર્મ સબમિશન નહીં. તમે ઓનલાઈન તેનું વેરિફિકેશન કરી શકો છો. CA અભય શર્મા તમને ઓનલાઈન વેરિફિકેશનની 5 રીત જણાવી રહ્યા છે.

નેટબેંકિંગ દ્વારા

 • નેટબેંકિંગ દ્વારા પણ ઈન્કમ ટેક્સ રિટર્નને વેરિફાઈ કરી શકો છો.
 • તેના માટે બેંકની વેબસાઈટ પર લોગઈન કરવું પડશે.
 • તેમાં તમને ટેક્સ ટેબમાં ઈ-વેરિફાઈનો ઓપ્શન મળશે.
 • ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટના માય અકાઉન્ટ ટેબ પર ક્લિક કરીને ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) જનરેટ કરી શકાય છે.
 • તેના પર ક્લિક કરતાં જ તમારા ઈમેલ અને મોબાઈલ ફોન પર 10 આંકડાનો એક કોડ આવશે.
 • આ કોડ 72 કલાક સુધી માન્ય રહે છે. તમારા આવકવેરા રિટર્નને વેરિફાઈ કરવા માટે માય અકાઉન્ટ ટેબમાં જવું અને EVC એન્ટર કરવો. તેને સબમિટ કરતા જ તમારું ITR વેરિફાઈ થઈ જશે.

આધાર OTP દ્વારા

 • ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલને વેરિફાઈ કરવા માટે પેનની સાથે આધાર લિંક હોવું જરૂરી છે.
 • હવે OTPનો ઉપયોગ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ incometax.gov.in પર જવું.
 • ત્યારબાદ ઈ-વેરિફાઈ લિંક પર ક્લિક કરો અને વેરિફાઈ રિટર્ન યુઝિંગ આધાર OTP ઓપ્શનને પસંદ કરો. આવું કરતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવશે જેના દ્વારા તમે વેરિફિકેશન કરી શકો છો.
 • આવકવેરા વિભાગની વેબસાઈટ પર આ વન ટાઈમ પાસવર્ડને એન્ટર કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરશો તો તમારું ITR વેરિફાઈ થઈ જશે.

ડિમેટ અકાઉન્ટ દ્વારા

 • શેરનું ટ્રેડિંગ કરતા ડિમેટ અકાઉન્ટ દ્વારા ITR વેરિફાઈ કરી શકો છો.
 • ITR વેરિફાઈ કરતા પહેલા તમારે તમારું ડિમેટ અકાઉન્ટ વેલિડેટ કરવું પડશે.
 • તમારું ડિમેટ અકાઉન્ટ જે ડિપોઝિટરી (NSDL અથવા CDSL)ની પાસે છે ત્યાં લોગઈન કરીને તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી દાખલ કરવું. પછી અહીં વેલિડેશન કરો.
 • આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એક-બે કલાક લાગે છે. જો પ્રોસેસમાં કોઈ ભૂલ થાય તો તમારા ઈમેલ પર તેનું નોટિફિકેશન આવી જશે.

બેંક અકાઉન્ટ દ્વારા

 • બેંક અકાઉન્ટ દ્વારા રિટર્ન ઈ-વેરિફાઈ કરવા માટે તમારો બેંક અકાઉન્ટ નંબર પ્રીવેલિડેટ હોવો જોઈએ.
 • બેંક અકાઉન્ટ નંબર વેલિડેટ કરવા માટે બેંક અકાઉન્ટ નંબરને પેનની સાથે લિંક કરવો પડશે.
 • વેલિડેશન બાદ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ઈ-વેરિફાઈ લિંક પર ક્લિક કરો.
 • લોગઈન કર્યા બાદ બેંક અકાઉન્ટમાંથી રિટર્ન વેરિફાઈનો ઓપ્શન પસંદ કરો અને તમારી બેંક અકાઉન્ટ ડિટેઈલ સબમિટ કરીને OTP જનરેટ કરો.
 • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક EVC મોકલવામાં આવશે.
 • આ EVCને સબમિટ કર્યા બાદ તમારું રિટર્ન વેરિફાઈ થઈ જશે.

બેંક ATM દ્વારા

 • તેના માટે તમારે તમારા બેંકના ATMમાં જવું પડશે.
 • જ્યારે તમે ATM કાર્ડ નાખ્યા બાદ પિન નાખશો તો તમને પિન ફોર ઈ-ફાઈલિંગનો એક ઓપ્શન દેખાશે.
 • તેના પર ક્લિક કર્યા બાદ એક કોડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ કોડ 72 કલાક સુધી વેલિડ હોય છે.
 • ત્યારબાદ તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને ત્યાં માય અકાઉન્ટ પર ક્લિક કરવું અને ઈ-વેરિફાઈ ઓપ્શન પર ક્લિક કરીને આ કોડ નાખવો. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા જ તમારું ITR વેરિફાઈ થઈ જશે.

વેરિફિકેશન જરૂરી છે
વેરિફિકેશન વગર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસને અધૂરી માનવામાં આવે છે. વેરિફિકેશન બાદ જ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા ITRને પ્રોસેસ કરે છે. તે ઉપરાંત ITRને જો વેરિફાઈ નહીં કરવામાં આવે તો તમારું રિફંડ અટકી જશે.

30 સપ્ટેમ્બર સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાનું છે
નાણાકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરવાનું છે. આ તારીખ સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા પર તમારે કોઈ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે.