તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે. જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું જરૂરી છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો એ ડિએક્ટિવ થઈ જશે.
ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. એ મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને એની પ્રોસેસ જણાવીશું.
કેટલાં સિમ એક્ટિવ છે એ જાણવું જરૂરી
તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આ રીતે રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણો
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો...
સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.