• Gujarati News
  • Utility
  • How Many Credit Cards You Should Keep Depends On Your Spending, Remember These Four Things

કામના સમાચાર:તમારે કેટલાં ક્રેડિટકાર્ડ રાખવાં જોઈએ એ તમારા ખર્ચ પર આધાર રાખે છે, આ ચાર વાતને યાદ રાખો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ટેક્નોલોજીના યુગમાં લોકોની સુખ-સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે, જે પૈકી એક સુવિધા ક્રેડિટકાર્ડની છે. ક્રેડિટકાર્ડમાં પહેલા તમે પૈસા વાપરી શકો છો, પછી તમારે બેન્કને આપવા પડે છે. કોઈ વ્યક્તિ પાસે એકથી વધારે કાર્ડ હોય છે, જેનો ઉપયોગ એર ટિકિટ માટે તો ઈ-કોમર્સમાં ખરીદી માટે કરે છે. તો અન્ય બેન્કના ક્રેડિટકાર્ડનો ઉપયોગ નો-કોસ્ટ EMIથી શોપિંગ કે પેટ્રોલ રિવર્ડ માટે કરે છે. આ બધાં જ કાર્ડ રાખતા લોકો સમયસર બિલ ભરતા હોય છે, પરંતુ મનમાં પ્રશ્ન થાય છે કે શું આટલાં કાર્ડ રાખવાં જરૂરી છે?

બેંકબઝારના સીઇઓ આદિલ શેટ્ટીએ કહ્યું હતું કે ખરેખર કેટલાં ક્રેડિટકાર્ડ હોવાં જોઈએ એ વિશે કોઈ ઉલ્લેખ નથી. તમારી પાસે ગમે તેટલાં ક્રેડિટકાર્ડ હોઈ શકે છે. સમજદારીની વાત એ છે કે તમામ કાર્ડનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તમારી જરૂરિયાતોને સમજીને જ ક્રેડિટકાર્ડ લેવા જોઈએ. કયાં કાર્ડ્સ તમને ખર્ચ બચાવવામાં મદદ કરી શકે છે એ પણ જાણવું જોઈએ. સામાન્ય રીતે ક્રેડિટકાર્ડ પર ડિસ્કાઉન્ટ, કેશબેક, EMI સુવિધા, વિશેષ ઓફર્સ વગેરે ઉપલબ્ધ હોય છે.

ક્રેડિટકાર્ડની ચાર વાતને ધ્યાનમાં રાખો

1. સમયસર બિલ ભરો
તમે કોઈ કાર્ડનો ત્યારે જ લાભ લઈ શકશો, જ્યારે દરેક મહિને સમયસર બિલ ભરો. જો તમે સમયસર બિલ નથી ભરી શકતા તો ખર્ચ પર વ્યાજ લાગશે. વ્યાજને કારણે બધા જ લાભ નહીં મળે.

2. એકસાથે એપ્લાઇ ન કરો
ઘણાં ક્રેડિટકાર્ડ અથવા લોન માટે એકસાથે એપ્લિકેશન ન આપો. જ્યારે તમે એપ્લાઇ કરો છો તો બેન્ક ક્રેડિટકાર્ડ સ્કોર ચેક કરે છે. જો વારંવાર ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે તો સ્કોર ઓછો થઇ શકે છે.

3. અલગ-અલગ લાભ હોય છે
દરેક કાર્ડમાં અલગ-અલગ લાભ હોય છે, જેથી જરૂરિયાત મુજબ જ કાર્ડ માટે એપ્લાઇ ન કરવું જોઈએ. જો તમે વધારે કાર નથી ચલાવતા તો ફ્યુલ કાર્ડ ન લો.

4. નિયમિત ઉપયોગ કરો
જો તમારી પાસે ક્રેડિટકાર્ડ છે તો એનો નિયમિત ઉપયોગ કરો. જો કોઈ કાર્ડનો એક વર્ષથી વધુ સમય સુધી ઉપયોગ કરવામાં ન આવે તો ડિએક્ટિવેટ થઈ જાય છે.