16 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12:44 વાગ્યે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે એક ટ્વીટ કરીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરવાની માહિતી આપી હતી. તેણે ટ્વીટમાં લખ્યું, ‘મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયું છે. તેઓ પહેલા મેસેજ કરે છે, પછી અકાઉન્ટ વેરિફાઈ કરવા અમુક સ્ટેપ્સ ફોલો કરવાનું કહે છે. ત્યારબાદ હેક થઈ જાય છે.’ ઉર્મિલાએ તેની ફરિયાદ મુંબઈ સાયબર સેલમાં કરી. તેના એક દિવસ પછી 17 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે એક્ટ્રેસે ટ્વીટ કરીને પોતાનું અકાઉન્ટ રિકવર થયાની જાણકારી આપી.
આવું કોઈ પ્રથમવાર નથી થયું, જ્યારે કોઈ સેલિબ્રિટી, બિઝનેસમેન કે કોઈ રાજકીય નેતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થયું હોય. આની પહેલાં સપ્ટેમ્બર મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ અને જુલાઈમાં જો બાઈડન, બરાક ઓબામા, બિલ ગેટ્સ અને એલન મસ્ક જેવા લોકોના ટ્વિટર અકાઉન્ટ હેક થયા હોવાના સમાચાર આવ્યા છે. પહેલાં પણ ફેમસ લોકોના ટ્વિટર અકાઉન્ટ થતા હતા.
સ્ટેટિસ્ટાના એક સર્વે પ્રમાણે, દુનિયાભરમાં સોશિયલ મીડિયા હેકિંગના કેસ વધ્યા છે. તેમાં 22% ઇન્ટરનેટ યુઝર્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયા છે. 14% યુઝર્સ એવા છે જેમના અકાઉન્ટ એકવારથી વધારે વાર હેક થયા છે. બેંગલુરૂમાં રહેતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ અવિનાશ જૈને કહ્યું કે, દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવાની રીત હેકર્સની એક જેવી જ હોય છે. તે હેકર્સને હેક કરવા માટે બે રીતની જાણકારી આપે છે.
આ બે ભૂલનો ફાયદો હેકર્સને મળે છે
1. પ્રથમ ટેક્નિકલ ફ્લોઝ (Technical Flaws)
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ જેમ કે ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઈન હોય છે. યુઝર્સ આ તમામ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ સોશિયલ અને પ્રોફેશનલ રીતે લોકો સાથે કનેક્ટ રહેવા માટે કરે છે. આ બે ભૂલ ને લીધે હેકર્સ અકાઉન્ટ હેક કરી શકે છે. પ્રથમ, જો સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો લૂપહોલ હોય છે, તો આ જ ટેક્નિકલ ફ્લોઝનો ફાયદો લે છે. જો કે, સોશિયલ મીડિયા કંપનીઓ પાસે સારી ટેક્નિકલ પ્રોફેશનલ ટીમ હોય છે, પરંતુ તેમ છતાં હેકર્સ ટેક્નિકલ લૂપહોલ શોધી લે છે.
2. બીજી - ફિશિંગ ટ્રેપ (Phishing Trap)
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, બીજી ભૂલ જેનો લાભ હેકર્સ ઉઠાવે છે. તેમાં ઘણી રીતે હેકર્સ લોકોનું ID હેક કરી શકે છે. તેને આ રીતે સમજી શકાય કે હેકર્સ કોલ અથવા મેસેજ કરીને તમારી પાસેથી ફિશિંગ લિંક શેર કરાવે છે. જેવી તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે ફેસબુક, ટ્વિટર જેવી દેખાતી સાઇટ પર જતા રહેશો. તેની પર તે લોગઇન કરવાનું કહેશે. જો તમે તેનો શિકાર બનીને લોગઇન કરી નાખશો તો હેકર્સ અકાઉન્ટનો ID અને પાસવર્ડ ચોરી શકે તે સરળતાથી હેક કરી શકાય છે. ઘણીવાર પ્રાઇવસી સેટિંગ બદલવાના નામ પર પણ હેકર્સ OTP માગી શકે છે.
ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ હેક થયું છે કે કેમ તે જાણો
આ ત્રણ સ્ટેપ્સ ફોલો કરીને જાણી શકાશે કે તમારું ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે કે નહીં. તેની હેલ્પથી તમે ડિવાઇસની લોગઇનની સંપૂર્ણ ડિટેલ્સ અને અકાઉન્ટની સમગ્ર હિસ્ટ્રી જાણી શકો છો.
હેકિંગ કેવી રીતે અટકાવી શકાય?
એક્સપર્ટ્સ સોશિયલ મીડિયા પર હેકિંગથી બચવા માટે સૌથી વધારે યુઝર્સને જાગૃત રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટની ડિટેલ્સ કોઈની સાથે શેર કરવાનું ટાળો. જો કોઈ અજાણ્યા નંબર પરથી તમારા મોબાઇલ પર ફોન આવે અને તે તમારી પાસે OTP માગે તો આપશો નહીં. ફિશિંગ લિંકનું ધ્યાન રાખો. એ જ લિંક પર ક્લિક કરો જે ઓથેન્ટિક હોય. કંપનીઓએ પણ તેની એપ્લિકેશનનું રેગ્યુલર ટેસ્ટિંગ એન્ડ ઓડિટિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ટેસ્ટિંગ IT પ્રોફેશનલ પાસે કરાવતાં રહેવું જોઇએ. તેનાં ચેકિંગ માટે થર્ડ પાર્ટી IT કંપનીઓ પાસે પણ રિવ્યૂ કરાવતાં રહેવું જોઇએ.
પ્રાઇવસી અંગે ભારતમાં કોઈ પણ પ્રકારનો કાયદો છે?
એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, ડેટા પ્રોટેક્શનને લઇને અત્યારે ભારતમાં કોઈ કાયદો બન્યો નથી. 11 ડિસેમ્બર 2019ના રોજ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ (PDP) સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે હજી સુધી પેન્ડિંગ છે. જો કે, NCPIએ પ્રાઇવસી અંગે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ હેઠળ દેશનો ડેટા દેશમાં જ રહેવો જોઈએ, તેને બહાર લઈ જવાની મંજૂરી નથી. તેમજ, યુરોપમાં ડેટા પ્રોટેક્શન અંગે GDPR નામથી એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.