• Gujarati News
  • Utility
  • How Future Schools Will Look Like: Teachers Using Face Shield| Low Numbers Of Kids In School Bus

ભવિષ્યની સ્કૂલ:બસ સ્ટોપ પર બાળકોને મૂકવા જતા લોકોની ભીડ નહિ હોય, શિક્ષકો ફેસ શીલ્ડ પહેરીને ભણાવશે, જુઓ તસવીરોમાં સ્કૂલના નજારા

ડેના ગોલ્ડસ્ટેન/અલીઝા ઓફ્રિચટિંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને લીધે સૌથી વધારે પ્રભાવિત થયેલા ક્ષેત્રોમાં શિક્ષાનું નામ પણ છે. મહામારી ફેલાયા પછી ભારતના સ્કૂલ-કોલેજો આશરે 4 મહિનાથી બંધ છે. દેશમાં વધી રહેલા કહેરને જોઇને શિક્ષણ સંસ્થાઓ ઓનલાઈન ક્લાસ લઇ રહી છે, પરંતુ હજુ સુધી ચોખવટ નથી કરી કે બાળકો અને શિક્ષકો સ્કૂલમાં ક્યારે પરત આવશે.

હવે જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે વાઈરસને લીધે બધે ફેરફાર આવી ગયો હશે. બસ, કેન્ટીન, ક્લાસરૂમ જેવી જગ્યાઓ પર ફેરફાર થઇ ગયો હશે. એટલું જ નહિ પણ શિક્ષકોની ભણાવવાની રીતમાં ચેન્જ આવશે. બાળકો તેમના મિત્રો સાથે જવે પહેલાંની જેમ મજા નહિ માણી શકે. સેન ડિયાગો પબ્લિક સ્કૂલ્સના સુપ્રિટેન્ડેન્ટ સિન્ડી માર્ટિને કહ્યું કે, આ પબ્લિક એજ્યુકેશનના ઈતિહાસ અને મારા કરિયરની સૌથી મોટી પરીક્ષા છે.

આવી રીતે બદલાઈ જશે સ્કૂલનો ચહેરો

દિવસની શરુઆત બસની સાથે
દુનિયાભરના બાળકોના સ્કૂલના દિવસોની શરૂઆત બસથી થાય છે, મહામારી દરમિયાન ઘણા ક્ષેત્રમાં બાળકો માટે સ્કૂલે જવું અઘરું બની ગયું છે. આ દરમિયાન માતા-પિતાને જ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવશે.

સુરક્ષાનું ધ્યાન રાખીને પરિવારે બસ સ્ટોપ પર પહેલાંની જેમ ભીડ ન કરવી જોઈએ. જો બાળકને ઉધરસ, ખાંસી જે તાવ અથવા અન્ય કોઈ લક્ષણ હોય તો તેને સ્કૂલે ન મોકલો. મહામારી પહેલાં એક ક્લાસમાં 54 વિદ્યાર્થીઓ બેસી શકતા હતા પરંતુ હવે સોશિયલ ડિસ્ટન્સને લીધે આ આંકડો ઘટીને 8 થઇ જશે.

ઝિગઝેગ પેટર્ન
અમેરિકામાં કેટલાક રાજ્યોની ગાઈડલાઈનમાં ઝિગઝેગ પેટર્નનો ઉલ્લેખ છે. તેના હેઠળ બાળકો માસ્ક પહેરીને આ પેટર્નમાં બેસશે જેથી બધાને જગ્યા મળે.

સ્કૂલે પહોંચી ગયા
જ્યારે બાળકો સ્કૂલે પહોંચશે તો તેમનું ફરજીયાત ટેમ્પરેચર ચેક થશે. જો કોઈ પેરેન્ટ્સ બાળકને સ્કૂલે મૂકવા આવ્યું છે તો તેને બેરિયરની પાછળ રહેવું પડશે. પબ્લિક હેઠળ એક્સપર્ટ પણ આ વાતમાં સહમત છે. કોરોના વા ઈરસને સ્કૂલની બહાર રાખવાનો સૌથી સારો ઉપાય છે કે, મુલાકાતીઓની સંખ્યા ઓછી કરી દો.

ટેમ્પરેચર ચેકિંગમાં છૂટ કરવી એ કોરોના વાઈરસના કેસમાં છૂટ કરવા જેવું છે. જો આ બીમારીને લઈને તમારી પાસે ખોટી માહિતી હશે તો બાળકોનો અભ્યાસ બગડી શકે છે. 2018માં અમેરિકામાં 60 ટકા સ્કૂલ્સમાં ફુલ ટાઈમ નર્સ નહોતી. અમેરિકન ગાઈડલાઈન્સ પ્રમાણે, લક્ષણો દેખાતા વિદ્યાર્થીને કેરટેકર આવે નહિ ત્યાં સુધી આઈસોલેટ કરવો જોઈએ.

પ્રાઈમરી સ્કૂલમાં બાળકો ઓછા હશે
નાના બાળકોને તેમનો સ્વભાવ અને એનર્જીને લીધે એકબીજાથી દૂર બેસાડવા મુશ્કેલ છે. તેમની પાસેથી આખી દોવ્સ માસ્ક પહેરી રાખવાની આશા રાખવી પણ હકીકત નથી.

સુરક્ષા માટે ઘણી સ્કૂલો બાળકોને પોડમાં રાખવાના પ્રયત્નો કરશે. ક્લાસની સાઈઝ નાની કરીને બાળકોની સંખ્યા 12 કરવામાં આવશે. વાતચીત પણ વધારે નહિ કરી શકાય. જો ક્લાસમાં એક પણ કેસ પોઝિટિવ મળશે તો આખો ક્લાસ બંધ કરી દેવો પડશે.

અમુક ગાઈડલાઈનમાં ટીચરને માસ્કની જગ્યાએ ફેસ શીલ્ડ પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોઈ મોટી વ્યક્તિને જોઇને બાળકો તેમાંથી જલ્દી શીખે છે. જે ટેબલ પર પહેલાં 4 કે 6 બાળકો બેસી શકતા હતા તેની પર હવે માત્ર 2 બાળકોને જ જગ્યા મળશે.

દરેક બાળક પાસે પ્રવૃત્તિ માટે અલગ-અલગ બોક્સ હશે. તેનો ખર્ચ સ્કૂલ, માતા-પિતા કે ટીચરે ઊઠાવવો પડશે. ઘણી સ્કૂલ જીમ, કેફેટેરીયા જેવી અન્ય જગ્યાઓને પણ અભ્યાસ માટે વાપરવાનું વિચારે છે.

શિક્ષકો સૌથી વધારે જોખમમાં છે
આખો દિવસ કામ કરતા શિક્ષકો વાઈરસની ઝપેટમાં આવી શકે છે. તેઓ વારંવાર બાળકો, પેરેન્ટ્સ અને અન્ય ટીચરના સંપર્કમાં આવે છે. આ જોખમને ઓછું કરવા માટે પેરેન્ટ મીટીંગ અને સ્ટાફ પ્લાનિંગ મીટીંગ ઘરેથી જ કરી શકાય છે.

ટીનેજરને વધારે જોખમ હોવાથી મિડલ અને હાઈસ્કૂલમાં ફેરફાર જરૂરી છે
વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય માટે જુદા ક્લાસમાં જવાનું હોય છે. આમ કરવાને બદલે શક્ય હોય તો પોડમાં રહેવાની સલાહ આપે છે. રિસર્ચ પ્રમાણે, નાના બાળકોની સરખામણીએ ટીનેજરને કોરોના વાઈરસનું જોખમ વધારે છે.

આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું ઘણું જરૂરી છે. જે દેશોમાં સ્કૂલો ફરીથી ખૂલી ગઈ છે ત્યાં ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સંક્રમણ ઓછું થવા પર સોશિયલ ડિસ્ટન્સમાં પણ છૂટ આપી દીધી છે.

શિક્ષકોએ બાળકો સાથે વાઈરસ અને તેના ઉપાયની ચર્ચા કરવી જોઈએ
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં એડોલસેન્ટ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટના એક્સપર્ટ ડૉ. રોનાલ્ડ ઈ. ડેલના જણાવ્યા પ્રમાણે બાળકોએ સારો દિવસ પસાર કર્યો તે અનુભવ સ્કૂલોએ કરાવવો પડશે. આ પૂરું કરવા ટીચરે તેમને વાઈરસનું સાયન્સ અને ફિઝિકલ ડિસ્ટન્સની વાતો સમજાવવી જોઈએ.

ડૉ. રોનાલ્ડે કહ્યું કે, બાળકોની અન્ય મિત્રો સાથે વાત કરવી કે મસ્તી કરવાના સ્વભાવને લઇને આ સમય પરીક્ષા જેવો રહેશે. નાની ઉંમરના બાળકોમાં સારા-ખરાબની સમજ હોય છે અને તેઓ બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. આ સ્વભાવને લીધે તેઓ પોતાના મિત્રો અને પરિવારને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...